આજે વૈશાખ સુદ અગિયારસ
જેને મોહિની એકાદશી નામ આપેલ છે...
મન તથા બુદ્ધિ ના અજ્ઞાન તથા પ્રેમ- આસક્તિ વશ ;
કોઇ વસ્તુ કે તથ્ય ને હાનીકર હોવા છતાં એના સાચા સ્વરૂપમાં ના સ્વીકારતાં એ સંસારીક ભય, દુ:ખ, ગભરામણ કે અત્યંત ચિંતા વગેરે નું કારણ બને છે...છતાં પણ એને ના છોડવાની મજબુરી એટલે મોહ...
પણ,
જે શાશ્વત સત્ય અને કલ્યાણકારી છે એમાં આસક્તિ - મોહ ઉત્પન્ન કરવાનો સંકલ્પ કરાવતી અગિયારસ એટલે મોહિની એકાદશી...
વાસ્તવ માં તો આ મળેલ માનવ જીવન માં મોહ ને ભંગ કરવા નો સંકલ્પ લેવાની તથા એ માટે પળેપળે સજાગ રહેવા ની વાત શિખવતી આ એકાદશી નું માહાત્મય ગોમૂત્ર સાથે જોડવામાં આવ્યું છે...
गो એટલે ગાય સાથે સબંધિત જેને સંસ્કૃત માં गव्यम् પણ કહે છે ,
ગતી કરવી કે જવા ના અર્થ માં વપરાતી મૂળ ધાતુ गम् પર થી બનેલ गो તથા गव्यम् શબ્દ આવેલ છે ...
જેનો ભાવાર્થ
" જેને સેવવા થી હંમેશા કલ્યાણ તરફ લઇ જાય છે " ... એવો થાય છે...
આયુર્વેદ ની આદ્ય સંહિતા ચરક ના સૂત્રસ્થાન ના પ્રથમ અધ્યાય માં પંચલવણ ના વિવેચન બાદ તુરંતજ આઠપ્રકાર ના મૂત્ર નું વિવેચન કરતા કહે છે...
अर्जीण अनाहयो वाते गुल्मे शूले तथा उदरे उक्तानि लवणानि।
उधर्वम् मूत्राणि अष्टौ निबोध मे।।
અર્જીણ, આફરો, વાયુનાવિકાર, ગુલ્મ, શૂળ, તથા પેટના રોગ માં લવણો વપરાય છે...
હવે પછી આઠ મૂત્ર વિશે મારી પાસે થી જાણો.
मुखयानि यानि दिष्टानि सर्वाणि आत्रेयशासने ।
अविमूत्रम् अजामूत्रम् गोमूत्रं माहिषं च यत् ।।
જે સર્વે મુખ્યરૂપે આત્રેયશાસન ( અગ્નિવેશ આદી જે ગુરૂ પાસે ભણે છે એમની અધ્યાપન પદ્ધતિ) માં કહ્યા છે એમાં.. ઘેટીનું મૂત્ર , બકરી નું મૂત્ર, ગોમૂત્ર તથા ભેંસ નું મૂત્ર ( આ ચાર પ્રાણી ની માદા નું મૂત્ર લીધેલ છે )
हस्तिमूत्रम् अथ उष्ट्रमूत्रम् हयस्य च खरस्य च।
उष्णं तीक्ष्णम् अथो अरूक्षम् कटुकं लवणान्वितम्।।
હાથીનું મૂત્ર, ઊંટનુંમૂત્ર, ઘોડાનુંમૂત્ર અને ગધેડાનુંમૂત્ર ( આ ચાર નરપશુ ના મૂત્ર લીધેલ છે...)
આ આઠેય મૂત્ર સામાન્ય રીતે તાસીર માં ગરમ , તીક્ષ્ણ એટલે ઝડપી ક્રિયા કરનાર તથા અરૂક્ષ એટલે કે સ્નિગ્ધ છે, તીખો સ્વાદ ધરાવે છે પણ પછી થી ખારાં લાગે છે ...
मूत्रम् उत्सादने युक्तं आलेपनेषु च।
युक्तं आस्थापने मूत्रं युक्तं च अपि विरेचने।।
स्वेदेषु अपि च तत् युक्तं आनाहेषु अगदेषु च।
उदरेषु अथ च अर्शःसु गुल्मि कुष्ठि किलासिषु ।।
तत् युक्तं उपनाहेषु परिषेके तथैव च ।
दीपनीयं विषघ्नं च क्रिमीघ्न च उपदिश्यते।।
આ શ્લોક માં મૂત્ર નો કેવી રીતે અને કયાં વિકારો માં ઉપયોગ થાય છે એ દર્શાવેલ છે...
મુખ્ય વાત એ છે કે युक्तं શબ્દ વારેવારે મુકી ને દર્શાવેલ છે કે સીધેસીધું એકલું મૂત્ર ચિકિત્સા માં વપરાતું નથી પણ સહાયક સંસ્કાર દ્રવ્ય તરીકે અન્ય દ્રવ્ય સાથે ઔષધીયોગ માં વપરાય છે...
કદાચ એ યુગ માં લવણ તથા ક્ષાર ના વિકલ્પ સ્વરૂપે સરળતાથી ઉપલબ્ધ તરીકે જુદાંજુદાં પશુ ના મૂત્ર નો ઉપયોગ કરાતો હશે જેમાં મુખ્ય પાલતુ પશુ ની માદા તથા યુદ્ધ તથા ભારવહન માં ઉપયોગ માં આવતા નરપશુ ના મૂત્ર નો જ ચિકિત્સા માં પ્રયોગ બતાવેલ છે...
આખાય આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર માં શિવામ્બુ કે માનવ મૂત્ર નો ચિકિત્સા માં કોઇ પ્રયોગ દર્શાવેલ નથી...
पाण्डुरोग उपसृष्टानाम् उत्तमम् शर्म च उच्यते।
श्लेष्माणम् शमयेत् पीतं मारूतं च अनुलोमयेत्।।
कर्षेत् पित्तम् अधोभागम् इति अस्मिन् गुणसंग्रहः।
सामान्येन मया उक्तः अस्तु पृथ्कत्वेन प्रवक्ष्यते।।
પાંડુરોગ થી ઘેરાયેલા માટે ઉત્તમ સુખકર કહેવાય છે.
ઓષધીયોગ માં મૂત્ર પીવાથી કફ નું શમન કરે છે વાયુ નું અનુલોમન કરે છે તથા પિત્ત ને અધોભાગ માં ખેંચી જાય છે.
આ મૂત્ર નો સામાન્ય ગુણસંગ્રહ મારા દ્વારા કહેવાયો હવે દરેક ના અલગ અલગ ગુણો કહેવાશે.
ગોમૂત્ર ના ખાસ ગુણો બતાવતા કહે છે...
गव्यं समधुरं किचित् दोषध्नं
क्रिमिकृष्ठनुत् ।
कण्डूं च शमयेत् पीतं सम्यक् दोषोदरे हितम् ।।
ગોમૂત્ર થોડુંક મધુર હોય છે, દોષઘ્ન ખાસ કરીને કૃમિ તથા કૃષ્ઠ ને દૂર કરનાર છે. પીવા થી ખંજવાળ નું સારી રીતે શમન કરે છે. પેટ ના વિકારો માં હિતકર છે.
ચરકસંહિતા ના ચિકિત્સાસ્થાન માં ...
રસાયન ઔષધીયોગ ના વિવેચન માં માત્ર એક જગ્યા એ લોહ ના પતરાં ને છમકારવા ગોમૂત્ર નો ઉપયોગ બતાવેલ છે ...
કૃષ્ઠ , સફેદડાઘ , ઉન્માદ અપસ્માર, સોજા અને ઉદરરોગ ની ચિકિત્સા માં ગોમૂત્ર ના ઘણા ઔષધયોગ બતાવેલ છે...
એટલે કે જે જટીલ રોગો છે અને કષ્ટસાધ્ય છે તથા કયાંક ને કયાંક ચેતના - જાગૃતિ જેવા આત્મજ ભાવ ને અસર પહોચાડનારા વિકારો છે એના ઔષધીયોગો માં ગૌમૂત્ર નો ઉપયોગ કરાયેલ છે...
રામાવતાર માં વાનરકૂળ નું મહાત્મ્ય છે...
વાનરકૂળ શ્રી રામ ને સહાયક થાય છે...
મનુષ્ય નું શરીર એ વાનર તરફથી આવે છે... એવું ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદ માં ભણાવાય છે...
શરીર એ પુરૂષાર્થ નું સાધન છે આથી એ હંમેશા સહાયક બની રહે છે...
કૃષ્ણાવતાર માં ગૌવંશ ની સેવા કરતાં શ્રીકૃષ્ણ ને બતાવેલ છે...
ગૌવંશ પ્રત્યે પ્રેમ પૂર્ણ સમર્પિત ભાવ દર્શાવેલ છે...
મનુષ્ય નો આત્મા છે એ ગૌવંશ તરફ થી આવે છે...
એટલે આધ્યાત્મિક વિકાસ માં ગૌવંશ અને ગૌરસ (ગાય નું દૂધ દહીં ઘી છાણ અને મૂત્ર જેને પંચગવ્ય પણ કહે છે ) મહત્વ ના છે તાજેતર માં જ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માં ગીર ગાય ના મૂત્ર માથી સુવર્ણ ના ડાયુલ્યટેડ ક્ષાર મળ્યા હોવાનું સંશોધન થયેલ છે...
આ મોહિની એકાદશી ને ગૌમૂત્ર સાથે જોડવા નું કારણ સ્વાસ્થય સુખાકારી સબંધિત પણ છે...
હિંદુ સંસ્કૃતિ પ્રમાણે વૈશાખ સુદ ત્રીજ ની આસપાસ વસંતઋતુ પુરી થાય અને ગ્રીષ્મ શરૂ થાય છે... વસંત માં સંચીત કફ નો પ્રકોપ થાય છે... પીગળી ને બહાર નીકળી છે... ગ્રીષ્મ માં વાયુ નો ચય થાય છે... હવે વાયુ થોડાઘણા બચેલા કફ સાથે મળી ને શરીરે ખંજવાળ, બળતરા, શુષ્કતા, ગ્રીષ્મ માં પેદા કરે છે વળી પરસેવો રોકાઇ રહેવા થી વિવિધ ખરજવાં પણ થાય છે...
જેમાં
ગૌમૂત્ર વડે શરીર પર નું ઉત્સાદન તુરંતજ ખંજવાળ ને બંધ કરે છે... ગોમૂત્ર ની ક્ષારીય અસર થી ખરજવાં ના પ્રતિકાર માં પણ મદદ મળે છે..
અતિ ભાવુક થઇ ને એકલા
ગોમૂત્ર ને સીધું પીવું એ યોગ્ય નથી..
ગોમૂત્ર નો શાસ્ત્ર વર્ણિત ઓષધયોગો માં જે કેમીકલી સંયોગ થાય છે એ જ ગોમૂત્ર ની કાર્મુકત્વ અને ઉપયોગીતા વધારી દે છે...
સીધુ ગૌમૂત્ર પાન એ માનવ શરીર માં વિકારોત્પતી પણ કરી શકે છે... કેમ કે એમાં લવણ - ક્ષાર છે... તથા ગો મૂત્ર એ ગાય ના શરીર માંથી વિવિધ ધાતુઓના ચયાપચય ના અંતે નિષ્કાસન થયેલ મળ સ્વરૂપ છે એટલે ઔષધીયોગ ની શાસ્ત્રીય પ્રોસીઝર વિના સીધું પીવું હિતાવહ નથી...
🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો