માગશર સુદ અગિયારસને "મોક્ષદા એકાદશી" કહેવાઇ છે. આ દિવસે કુરૂક્ષેત્રની રણભૂમિમાં વિષાદને પામેલા અર્જુનને, " કર્મ કરવું એજ પરમ કર્તવ્ય અને શ્રેયકર છે" એ સમજાવતો ગીતાનો ઉપદેશ શ્રીકૃષ્ણે કરેલ, આથી આ દિવસને गीताजयंती પણ કહેવાય છે.
પુરાણોના કથાનકોમાં મોક્ષદા એકાદશી ની કથા અંતર્ગત, વૈખાનસ રાજા ને પિતૃઓની અવગતીનું સ્વપ્ન આવે છે.. જે પણ પિતૃૠણમુક્તિ માટે, મનુષ્યને માટે નિયતિ જે કર્મ નિર્ધારીત કરેલ છે એ પુરેપુરી જવાબદારી અને ઉત્સાહથી કરવાં જરૂરી છે. એવો માર્મિક સંદેશ આપે છે..
મોક્ષદા એકાદશી સાથે ૠતુકાળ પ્રમાણે આરોગ્યના દ્રષ્ટિકોણથી રાજગરાનું માહાત્મ્ય જોડાયેલ છે. તાંદળજાના વર્ગની રાજગરાની ત્રણેક પ્રજાતી ભારતમાં જોવા મળે છે જે પૈકીની કોઇ એક પ્રજાતીને रामदाना પણ કહે છે, ગુજરાતમાં રાજગરા તરીકે ઓળખાતી પ્રજાતીનું વૈજ્ઞાનિક નામ Amaranthus Caudatus છે.
અન્ય એક પ્રજાતી જેનું વૈજ્ઞાનિક નામ Fagopyrum Tataricum ભારતમાં થાય છે જેને અંગ્રેજીમાં BuckWheat કહે છે, આને પણ રાજગરા તરીકે ઓળખ મળેલ છે.
પહેલાં ગામડાના દરેક ખેડુતના ઘરઆંગણે તથા ખેતરમાં રાજગરા ના લાલ-મરૂન ફુલમંજરી સાથે લહેરાતા ચાર પાંચ છોડ જોવાં મળતાં, આજે બાગબગીચાની શોભા વધારે છે. પંદરેક વર્ષ પહેલા ગામડાની પ્રજા વ્રત, એકાદશી, એકટાંણામાં કરતાં ઉપવાસમાં ફરાળી વાનગી શીરો, પુરી, ભાખરી, કે લાડું માત્ર રાજગરાના લોટથી બનાવતી હતી, આથી તો એને કદાચ रामदाना જેવું પવિત્ર નામ ઉત્તર પૂર્વીય ભારતીય પ્રજાએ આપ્યું હશે.
ઘઉં, ચોખા, બાજરી,જુવાર, મકાઇ જેવા ધાન્ય કરતાં પણ રાજગરો વધુ પૌષ્ટિક , સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે. 100 ગ્રામ રાજગરા નું પોષક મુલ્ય જોઈએ તો,
કેલ્શિયમ - 159mg
પોટેશિયમ - 508 mg
મેગ્નેશિયમ - 248 mg
ઝીંક - 2.9 mg
ફોલેટ - 82 માઇક્રોગ્રામ
જે અન્ય કરતાં વધુ છે.
આ ઠંડીના શરૂઆતી સમય માં અતિગુરૂ પદાર્થ ઝડપથી પચતાં નથી અને જો ખવાય તો ઝાડા કે પેટનાં દુઃખાવા થાય છે આથી વિચક્ષણ વ્યક્તિઓ એ માગશર માસ દરમિયાન રાજગરાના સેવન ને સૂચવેલ છે રાજગરાના દાણા ને શેકવાથી ધાણી ની જેમ ફુલે ફાટે છે આથી વધુ સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે આવા રાજગરા ને ગોળ - ઘી નો પાયો કરી પૌષ્ટિક પણ પચવામાં હલકી લાડુડી બનાવીને આ માસ દરમિયાન ખાવી આરોગ્યને ક્ષેમકારી છે.
ખેતીપ્રધાન દેશ માટે, હલકી જમીન ની ગુણવત્તા સુધારવા રાજગરાનું વાવેતર ઉત્તમ છે, ફાલ લણી લીધા પછી રાજગરા ને એજ જમીન પર પાથરી Coating કરી દેવાથી ઉત્તમ ખાતર બને છે. અને મુખ્યપાક માં બીનજરૂરી નિંદણની સમસ્યા રહેતી નથી, રાજગરાનો ચારો ઢોર માટે પણ ઉત્તમ છે. રશિયામાં તો આ રાજગરાના એક એકર વાવેતરમાં મધમાખીની પેટી મુકીને અંદાજે 700 કિલો ખુશ્બોદાર મધ મેળવવામાં આવે છે.
ફરાળી વાનગીમાં બટાકા, મગફળી સાબુદાણા ને બદલે રાજગરાને પુનઃ સ્થાન આપવું જોઇએ, પ્રજા વાપરશે તો ખેડૂત વાવશે, આખરે રાજગરો સ્તો ખરાં અર્થમાં રામદાણાં છે, ખેડું, પ્રજા, ઢોર, અને જમીન બધાનું ઉત્તમ પોષણ કરે છે..
🙏 શ્રી હરિ 🙏

1 ટિપ્પણી:
તર્કસભર માહિતી... 👌👌
ટિપ્પણી પોસ્ટ કરો