રક્ષાબંધન....
"...બંધાવનારની ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા પરિબળો સામે, હંમેશા એના આયુ:(જીવન) અનેયશ સાથે ધનનું પણ રક્ષણ થાય એવી શુભકામના હેતુંથી,નિસ્વાર્થ...નિરપેક્ષિત એક સૂત્ર બાંધવામાં આવે છે એને રક્ષા-બંધન કહે છે.
આ ઉદેશ્યથી બંધાતા રક્ષાસૂત્ર માટે આવો ભાવ,
માતાપિતાનો પુત્ર માટે,
ગુરૂનો શિષ્ય માટે,
પત્નિનો પતિ માટે હોય છે.
પણ આ
રક્ષાસૂત્ર બાંધવામાં, સર્વોપરી અને યથાર્થભાવ તો,
માત્ર ને માત્ર બહેનનો, ભાઇ માટે જ હોય છે.
એટલે કાળક્રમે રક્ષા-બંધન એ બહેન-ભાઇના સ્નેહ અને
Take care ની ઉમદા અને નિસ્વાર્થ ભાવનાની ઉજવણીનું પર્વ બની ગયું. વૈદિક કાળમાં આવા રક્ષા-સૂત્ર પ્રતિકાત્મક બાંધવા માં આવતાં.
ॐ यदाबध्नन्दाक्षायणा हिरण्यं,
शतानीकाय सुमनस्यमाना:।
तन्मऽआबध्नामि शतशारदाय,
आयुष्मांजरदृष्टिर्यथासम्।। એક રેશમી વસ્ત્રના ટૂકડાં માં,
दुर्वा એટલે કે લીલી ધરો,
अक्षत એટલે કે આખા ચોખા ના દાણા,
कुङ्कुम એટલે કે કેસર, કેસરના અભાવમાં હળદર,
सर्षप એટલે કે પીળાં સરસવ ના દાણા,
चन्दन એટલે કે સુખડ તથા
સગવડ હોય તો સુર્વણ એટલે કે સોનાની વરખ મુકવામાં આવતી, પછી વૈદીક રક્ષા-સુક્તપાઠથી અભિમંત્રીત કરીને
આ કપડાંની પોટલી બનાવી સુતરના દોરા વડે વ્યક્તિના જમણાં હાથે ઉપરના મંત્ર ઉચ્ચારણ સાથે બાંધવામાં આવતી.
ઉપરોકત સંસ્કૃત શ્લોકનો અર્થ સ્વયં સ્પષ્ટ જ છે, આરોગ્યની સુખાકારી હેતું આ રક્ષા-સૂત્ર બાંધવામાં આવતું.
રક્ષા-બંધન શ્રાવણની પુનમે જ શા માટે...?
શ્રાવણ પુનમ પછી ભાદરવામાં શરદૠતુ શરૂ થાય છે અને શરદ ૠતુમાં આહાર-વિહારનું ધ્યાન ના રખાય અને વિવેક ના જળવાય તો ઘણાં રોગો થાય છે. શરદને તો રોગોની માતા કહેવાઇ છે, આશીર્વાદમાં પણ " સો શરદૠતુ સારી રીતે જોવાય અને જીવાય " એવી વેદકાલીન સમયથી શુભકામના કરાય છે.
ગુજરાત ને 1600 કિ.મી.નો દરીયાકિનારો મળેલ છે. અને ઇતિહાસ સાક્ષી છે કે, વ્યાપાર-વાણિજ્ય દ્વારા દરીયાખેડું પ્રજાએ જ આ દેશને સમૃદ્ધ કરાયો હતો. આજે પણ રક્ષાબંધનને નારીયેળી-પુનમ તરીકે ગુજરાતના દરિયાખેડુઓ ઉજવે છે. દરિયાનું પૂજન કરી નારીયેળ પધરાવીને પોતાની વ્યવસાયીક દરિયાઇ સફરની શરૂઆત કરે છે. પરીવારની સુખાકારી અને આજીવીકા માટે દરિયા ખેડવો જરૂરી તો છે જ અને સફરમાં જોખમ કયારે આવે એ નક્કી નથી હોતું એટલે આવા દરિયાખેડુઓની સફરમાં રક્ષા થાય એ હેતુ શુભકામના સાથે રક્ષા-સૂત્ર બાંધવામાં આવે છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે, વામનાવતાર શ્રી હરિ એ ખુદ બલી રાજાને ધર્મરક્ષા હેતું સૂત્ર બાંધેલ હતું. બલીરાજા દાનવીર છે એટલે સૂત્ર બાંધનારને અકલ્પનીય અન અનુકરણીય દાન પણ આપે છે. આથી જ સ્તો બલીરાજા જેટલી દાન ક્ષમતા નથી તોય રક્ષાસૂત્ર બાંધનાર ને કંઇક તો ખુશી ખુશી અપાય જ છે, આ આપણું સાંસ્કૃતિક મુલ્ય અને ભાવના છે.
આજે પણ વ્યક્તિને રક્ષા-સૂત્ર બાંધતી વખતે,
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वां अभिबध्नामि रक्षे मा चल, मा चल।।
ઉચ્ચારીને બંધાવનારને ઉપદેશ સાથે સાવધ કરવામાં આવે છે કે, તને આ સૂત્ર બાંધવામાં આવે છે, જે સૂત્ર દાનવોના મહાબળશાળી રાજા બલીને પણ બાંધવા માં આવ્યું હતું, માટે ધર્મપાલન અને ધર્મ-રક્ષા કાજે કયારેય ચલિત ના થઇશ, ના થઇશ. જુઓ સૂત્રમાં ખાસ दान्वेन्द्र અને महाबलः વિશેષણ ખાસ ઉપેદેશાત્મક અને સાવધ કરવા જ વપરાયા છે.
રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન...
🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો