આપણે હંમેશા સાંભળતાં આવ્યા છીએ કે,
"મારો વિશ્વાસ રાખો"
તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.
જ્ઞાન - જાણકારી હોય તો, જ વિશ્વાસ પેદાંથાય છે. વિશ્વાસ ઉત્પન્ન થવો,
એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.
વ્યક્તિગત અનુભવના અંતે જ શ્રધ્ધા પ્રગટે છે.
ભાવુકતાથી અંજાઇ જવાથી કે પ્રભાવથી "શ્રધ્ધા" પેદા ના થાય, અને આવી રીતે પ્રભાવથી પરાણે ઉત્પન્ન થઇ આવે તો એનું કોઇ વિશેષ ફળદાયી મુલ્ય હંમેશા નથી રહેતુ.
અંતઃકરણથી તો એ બાબતે,
આપણને હંમેશા શંકા રહે છે;
પ્રશ્નો ઊભા થયા કરે છે.
વિશ્વાસ કે શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે,
તેની સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો