સામાન્ય રીતે
शर्करा એટલે કે, સાકરને આયુર્વેદ દ્રષ્ટિકોણ થી शित्त એટલે કે ઠંડી તાસીરની માનવામાં આવે છે.
જયારે ગોળને उष्ण એટલે કે ગરમ તાસીરનો તથા
નવોગોળ ક્લેદ કરનાર હોવાથી પુરાણ એટલે કે જુનો ગોળ ખાદ્ય કે ઔષધ તરીકે લેવાનું સુચન કરેલ છે...
કેમ ?
શેરડીના રસમાંથી જ ગોળ, ખાંડ કે સાકર નું નિર્માણ થાય તો, પછી એમનાં ગુણ અલગ-અલગ કેમ ?
આ પ્રશ્નનો જવાબ એનો સંસ્કાર છે..
આ ત્રણેય પદાર્થની બનાવવાની જે જુદી જુદી વિધીઓ છે એનાથી એમાં ગુણાન્તરધાન થાય છે એટલે કે મૂળ શેરડી ના રસ માંથી ગોળ, ખાંડ અને સાકર બને છે એમ છતાંય નિર્માણવિધી ની વિશેષતાના કારણે એમના ગુણકર્મ માં ફરક પડી જાય છે...
પ્રાચીનકાળમાં જે શેરડીના રસ ને ક્રમે ક્રમે ઉકાળી ને ઠંડો પાડી ઘટ્ટ કરી લેવાતો એને ગોળ કહેવાતો જેને સંસ્કૃત માં गुड કહેવાતો..આ गुड નો શબ્દાર્થ
"વિંટી લઇને પીંડો બનાવવો" એવો થાય છે. ગોળ નિર્માણ માં અગ્નિસંયોગ થી ઉકાળવાથી શેરડી નો રસ માં કાળાશ પડતો લાલ રંગ નું પરિવર્તન આવે છે...
ખાંડ ને આયુર્વેદ સંહિતા માં मस्त्यअंडिका કહી છે એટલે કે માછલી ના ઇંડા જેવી પીળાશ પડતી સફેદ અને દાણાદાર, શેરડીના રસ માંથી બનતો પદાર્થ...
આયુર્વેદ ના સંહિતા ગ્રંથો માં ખાંડ કે સાકર જેને सिता પણ કહેલ છે, આની સુસ્પષ્ટ નિર્માણની વિધી દર્શાવેલ નથી...
खंड એટલે કે ક્રિસ્ટલ પરથી ખાંડ શબ્દ આવે છે..
शर्करा પરથી સાકર શબ્દ આવે છે અને
सिता એ સફેદ રંગ ના પર્યાય માં વપરાતો શબ્દ છે...
ટૂંક માં, શેરડીના રસને અગ્નિસંયોગ વિના, કુદરતી વાતાવરણ માં સ્વતઃ સુકવી ને, સંભવતઃ છાયા માં ... અને વારેવારે એની ઉપર આવતાં મેલ ને દુર કરીને,
સુંદર, શ્વેત, સ્ફટીકખંડ જેવો પદાર્થ નિર્માણ કરવામાં આવતો હશે જેને ખાંડ તથા ગંઠાયેલા ટુકડાઓને સાકર એવું નામ અપાયેલ હશે...
ખડી એટલે સફેદ ગાંગડા... એ પર થી ખડીસાકર
હિન્દી માં खडी નો અર્થ આખું, साबुत = ઝીણાં ટુકડાં કર્યા વિનાનું થાય છે.
આજે...
સુગર ફેકટરી માં શેરડી ના રસ ને, મશીનોની મદદથી જ ઉકાળી લેવાય છે તથા એનાથી પરિવર્તીત થતાં રંગ - વર્ણ અને કંઇક અંશે ગંધ ને પણ દૂર કરવા સલ્ફર વાપરવામાં આવે છે અને ખાંડના ક્રિસ્ટલ બનાવવા પણ કેમીકલ તથા નિશ્ચિત પ્રોસીઝર કરાય છે એટલે કે સાઇઝ પ્રમાણે એક જેવી પ્રક્રિયા માંથી ખાંડ કે સાકર બનાવી લેવાય છે...
હવે આજે મળતી બજારૂ- સુગર ફેક્ટરીની ખાંડ કે સાકર આયુર્વેદદ્રષ્ટિકોણ થી સિદ્ધાંતીક शित्तवीर्य એટલે કે ઠંડી તાસીર ધરાવતી હોઇ શકે નહી...
કેમકે એનાં નિર્માણ માં વપરાતા જે આધુનીક કેમીકલી અને મશીનરી પ્રયોગો કરાય છે એ એક પ્રકારે અગ્નિસંયોગ જ કહેવાય છે...
સંભવતઃ શક પ્રજા એ शर्करा નો આવિષ્કાર કર્યો હશે.
વેદકાલીન મૂળ ભારતીયો મીઠાસ અને સદ્યશક્તિપ્રદ - એનર્જેટીક પદાર્થ તરીકે મધ અને ત્યાર બાદ સીધો જ શેરડી ના રસ નો ઉપયોગ કરતાં હશે...
ગોળ એ મૂળ ભારતીય પ્રજાની શોધ હોઇ શકે...ખાંડ એ ઉત્તરવર્તિ કાળ માં ચાયનાથી આવતો પદાર્થ હોવાથી હિન્દી માં એનું નામ चीनी પડી ગયું હશે... ખાંડ માટે વપરાતો મૂળ ગુજરાતી શબ્દ "મોરસ" છે... દક્ષિણઆફ્રિકા ના એક ટાપુ દેશ Mauritius અને ગુજરાત પ્રદેશ અને પ્રજા વચ્ચે તાણાંવાણા પ્રાચીનકાળથી હશે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો