બુધવાર, 25 સપ્ટેમ્બર, 2019

1/B


एषः  आयुर्वेदोपनिषद  - २

हित अहितम् सुखम् दुःखम् आयुः तस्य ।
हित अहितम् मानम् च तत् च यत्र उक्तम् आयुर्वेदः स उच्यते।।
જીવન માટે જે  હિતકર અને અહિતકર છે તથા સુખકર અને દુઃખકર છે... 
એ ( હેતુઓ ને ) માટે જ્યાં હિતકર અને અહિતકર દ્રવ્યો ને માન સહિત (કર્માભ્યાસ જન્ય ચિંતન થી તોળી - તોળીને ) કહ્યાં છે તેને આયુર્વેદ કહે છે...
शरीर इन्द्रिय सत्वम् आत्मसंयोगो  धारि जीवितम्।
नित्यगः च अनुबंधः च पर्यायैः आयुः उच्यते।।
શરીર,ઇન્દ્રિય,સત્વ,અને આત્મા ના સંયોગ ને ધારણ કરનાર, જીવિત...
नित्यग અને અનુબંધ એ આયુ ના પર્યાય  કહેવાય  છે...
तस्य *आयुषः* =જીવન ના पुण्यतमो वेदो *वेदविदां* = વેદાભ્યાસુ  मतः।
 *वक्ष्यते* =કહેવાયછેકે यत् मनुष्याणाम् लोकः उभयोः *हितम्*।।=કલ્યાણકારી
વેદો ના જાણકાર નો મત...
તે જીવનનોવેદ  સૌથી વધારે પવિત્ર = પુણ્યશાળી છે.
કહેવાય છે કે તે મનુષ્યો ઓનું બંન્ને લોકમાં કલ્યાણ કરે છે..
सर्वदा=હંમેશા सर्वभावानाम् सामान्यम् वृद्धि कारणम्।।
ह्रासहेतुः विशेषः च प्रवृतिः उभयस्य तु।।
હંમેશા સર્વભાવો ની વૃદ્ધિ થવા નુ કારણ એ બેઉની વચ્ચે રહેલ સામાનતા  તથા હ્રાસ થવાનો હેતું  વિશેષતા છે...
सामान्यम् एकत्वकरम् विशेष् अस्तु पृथ्कत्व कृत्।
तुल्य अर्थता हि सामान्यम् विशेष् अस्तु  *विपर्यय* ।।=અસમાનતા
સરખાપણુ  ભેગાંકરે છે... અનોખાપણું  જુદાં પાડે છે...
સમાનતા નો અર્થ સામાન્ય છે... અસમાનતા એ વિશેષ = અનોખાપણું  છે..
 *सत्वम्* = મન आत्मा शरीरम् च त्रयम् एतत् त्रिदंडवत्।।
 *लोकः* દુનિયામાં  *तिष्ठति*= સ્થિર ઊભાં રહેવું  संयोगात् तत्र सर्व *प्रतिष्ठित* ।। ખ્યાતિપ્રાપ્ત હોવુ
મન, આત્મા અને શરીર  એ ત્રણેય પાયા જેવા છે...આ દુનિયા નું બધું  એ ત્રણેય ના સંયોગ માં ટકી રહેલું  છે..
 स पुमानः चेतनम् तत् च तेन् *अधिकरणम्* =આશ્રય *स्मृतम्* । યાદઆવતાં
वेदस्य अस्य तत् अर्थम् हि वेदो अयम् स प्रकाशितम् ।।
તે પુરૂષ... ચેતન છે.
તેને આ વેદ અર્થ સહિત જાણવો જરૂરી છે; એવું સ્મરણ થતાં આ વેદ ને પ્રકાશીત કર્યો છે..
 *ख*=આકાશ आदीनी आत्मा मनः कालो दिशः च द्रव्यसंग्रहः।
स इन्द्रियम् चेतनम् द्रव्यम् निरिन्द्रियम् अचेतनम्।।
આકાશ વિગેરે (પંચમહાભૂત) અને આત્મા, મન, કાળ, દિશા એ દ્રવ્યસંગ્રહ  ઇન્દ્રિયો સાથે ચેતનદ્રવ્ય છે... ઇન્દ્રિયરહિત  અચેતન છે...
स अर्था गुरूः आदि बुद्धिः प्रयत्न अन्ताः पर आदिः गुणाः प्र उक्तः
 તે (ઇન્દ્રિય)ઓના અર્થ સાથે...
ગુરૂ વિગેરે...,
બુદ્ધિ થી પ્રયત્ન સુધીના...,
પર વિગેરે...
ગુણો ને કહ્યાં છે..
प्रयत्नादि कर्म चेष्टितम् उच्यते।
પ્રયત્ન થી કરવામાં આવતુ કર્મ ને ચેષ્ટા  કહે છે...
समवायो अपृथग्भावो भूमि आदिनां गुणैः मतः।
स नित्यो यत्र हि द्रव्यम् न तत्र नियतो गुणः।।
ભુમી(પૃથ્વી) આદી દ્રવ્યોના ગુણોની સાથે અપૃથ્કભાવ એટલે કે એકત્વરૂપ જે સંબંધ છે તે સમવાય ...
એ સમવાય નિત્ય છે...
જયાં દ્રવ્ય હોય છે ત્યાં  ગુણ અનિયત હોતો નથી

 *સમજૂતી*
              પૃથ્વી દ્રવ્ય છે તો ગુરૂ એનો ગુણ છે...  દ્રવ્ય અને ગુણ એકબીજા માટે સમવાય રહે છે ... જે ગુરૂ છે એ પૃથ્વી મહાભૂત ની અધિક્તા  ધરાવે છે... અને જે પૃથ્વી મહાભૂત  ની અધિક્તા ધરાવે છે એ ગુરૂ  હોય છે... એમ દરેક દ્રવ્ય પોતાના ગુણો ને છોડતું  નથી ...

यत्र आश्रिताः कर्मगुणाः कारणम् समवायि यत्।
तद् द्रव्यम् समवायी तु *निश्चेष्टः* =કર્મ ના કરનાર कारणम् गुणः।।

જેમાં કર્મ-ગુણ આશ્રિત હોય એવું સમવાયી કારણ  તે *દ્રવ્ય...*
જે સમવાયી હોય અને કર્મ ના કરતુ હોય તે *ગુણ*

संयोगे च विभागे च कारणम् द्रव्यम् आश्रितम्।
कर्तव्यस्य क्रिया कर्म कर्म न अन्यत् अपेक्षेत।।

જે
○જોડવામાં અને જુદા કરવામાં કારણરૂપ હોય...
○દ્રવ્ય ને આશ્રિત હોય...
○કર્તવ્ય ની ક્રિયારૂપ હોય...
એ કર્મ છે...
કર્મ  એ બીજા ની અપેક્ષા રાખતું  નથી...
इति उक्तं कारणम् कार्ये धातुसाम्यम् *इह* = હવે उच्यते।
धातुसाम्यक्रिया प्रोक्ता तन्त्रस्य अस्य प्रयोजनम्।।
આ પ્રમાણે કારણો  કહ્યાં...
હવે ધાતુસામ્ય કાર્ય કહેવાશે...
ધાતુસામ્યક્રિયા કહેવી  એ આ
તંત્રનું પ્રયોજન છે...
काल बुद्धि इन्द्रियार्थनाम् योगो मिथ्या न च अति च।
द्वय आश्रयाणाम् व्याधिनाम् त्रिविधो हेतु संग्रह।।
સમયકાળ, બુદ્ધિ  અને ઈન્દ્રિયોનાવિષયો  નો *મિથ્યાયોગ* અથવા  *અયોગ* અથવા  *અતિયોગ* ... બે ( શરીર અને મન ) નો આશ્રયકરતાં  રોગો નો ત્રણ પ્રકાર  ના આ...(હિન મિથ્યા અને અતિયોગ) ... કારણોનોસંગ્રહ છે...
शरीरम् सत्वसज्ञम् च व्याधीनाम् आश्रयो मतः।
तथा सुखानाम् योगः तु सुखानाम् कारणम्  समः।।
શરીર અને સત્વસંજ્ઞ=મન વ્યાધિઓ તથા સુખ નું આશ્રય છે એવો મત છે...
( સમયકાળ, બુદ્ધિ  અને ઈન્દ્રિયોનાવિષયો  નો) યોગ સમ=ઉચિત થાય તો બધા સુખનું કારણ બને છે...
निर्विकार *परस्त्व* બધાથીપર/ અતિસુક્ષ્મ  आत्मा सत्व भूत गुणे इन्द्रियैः चैतन्ये कारणम् नित्यो द्रष्टा पश्यति हि क्रियाः ।।
બધા થી પર નિર્વિકાર આત્મા...
સત્વ, મહાભૂત,  ગુ

સત્વ, મહાભૂત, ગુણો, ઇન્દ્રિયો સાથે સંબંધ પામી ચેતન્ય બને છે...
તે નિત્ય=અવિનાશી...
સાક્ષી બની ને ક્રિયાઓને  જોયા જ કરે છે...

एषः आयुर्वेदोपनिषद - 3

वायुः पितम् कफः च उक्तः शारीरो दोषसंग्रह।
વાયુ પિત્ત અને કફ એ શરીર સબંધી દોષસંગ્રહ કહેવાય છે ..
मानसः पुनः उदिष्ट = કહેવું रजः च तम एव च।
અને ફરી  માનસ ;  રજસ્  અને તમસ્  કહ્યાં છે...

प्रशाम्यति औषधैः पूर्वौ दैव युक्ति व्यापाश्रयैः।
પહેલાં  કહ્યાં  એ.. (શારીરિક દોષો) ઔષધ, દૈવ(નસીબજોગે કાળક્રમે ), અને યુક્તિ ના આશ્રય થી પ્રશમન  થાય છે...

मानसो ज्ञान विज्ञान धैर्य स्मृति  समाधिभि:
માનસીક...આત્મજ્ઞાન , પ્રયોગાત્મકનિષ્કર્ષ થી આવેલ જાણકારી થી, ધીરજ થી, સ્મૃતિ અને સમાધિ ( મોહ રહિત થઇ ને  પોતાના માં જ સ્થિર થવા)થી... તદ્દન શાંત થાય છે...

रूक्षः शीतो लघुः सूक्ष्मः चलः अथ= આ  विशदः खरः।
विपरीत गुणैः द्रव्यैः मारूत सम्=સારીરીતે  प्रशाम्यति (પ્ર=વિશેષતા દર્શાવવા વપરાતો શબ્દ)

રૂક્ષ, શીત, લઘુ(હલકું), સુક્ષ્મ, ચલ, વિશદ(ચિકાશવિનાનું), ખર (કઠોર) આ ગુણ થી વિપરીત ગુણવાળા દ્રવ્યો મારુત= વાયુ નું સમ્ = સારીરીતે સંપૂર્ણ  શમન કરે છે..

सस्नेहम् उष्णम् तीक्ष्णम् च द्रवम् अम्लम् सरम् कटु विपरीतगुणैः पित्तम् द्रव्यैः आशु प्रशाम्यति।।

સસ્નેહ, ઉષ્ણ, તીક્ષ્ણ, દ્રવ, ખાટું,  સર  (લચકાપડેતેવું સરકી જનાર), તીખું, ગુણો થી વિપરીત  નું દ્રવ્ય પિત્ત નું જલદી થી સારીરીતે શમન  કરે છે....

गुरू शीत मृदु स्निग्ध मधुर स्थिर पिच्छिलाः श्लेष्मणः प्रशमम् यान्ति विपरीतगुणैः  गुणाः।।

ગુરૂ, શિત, મૃદુ, સ્નિગ્ધ, મધુર સ્થિર ,પિચ્છિલ(તાંતણા થાય એવું ચિકાશયુક્ત) ગુણો થી વિપરીત દ્રવ્ય શ્લેષ્મ (કફ) નું સારીરીતે શમન કરે છે ...

विपरीतगुणैः देश मात्रा काल उपपादितैः = જોઇવિચારીનેયોજવા
भैषजम् विनिवर्तन्ते=મટે જ છે विकाराः साध्यम् असमता=ગણાયેલાં साधनम् न तुः असाध्यानां  व्याधिनाम् उपदिश्यते = નિર્દેશેલ

• વિપરીત ગુણોનો
• દેશ
• માત્રા
• કાલ
ને જોઇ વિચાર કરીને યોજાયેલ ઔષધ થી સાધ્ય કહેવાયેલ વિકારો મટે જ છે...
અસાધ્ય વ્યાધિઓના સાધન= ઉપાય  બતાવેલાં નથી.

रसाना=જીહ્વા  अर्थो = વિષય  रसः तस्य द्रव्यम् आपः=જળ क्षितिः= પૃથ્વી तथा निवृतौ = ઉત્પત્તિમાં च विशेषे = ભેદપ્રકાર  च प्रत्ययाः=નિમિત્ત खः आदि त्रयः ।।

•જીભ નો વિષય રસ છે...
•તે (રસ)નું આધારભૂત દ્રવ્ય જળ તથા પૃથ્વી મહાભૂત  છે...
•અને તે રસ  ના પ્રકાર - ભેદ થવા માં આકાશ વિગેરે ત્રણ મહાભૂત નિમિત્ત  હોય છે..

स्वादुः अम्लः अथ लवणः कटुकः तिक्त एव च कषाय च इति षटकोः  अयम्= આમને रसनाम् संग्रहः स्मृतः।
સ્વાદુ(સ્વાદિષ્ટમધુર); ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો આ છયે  રસ નો સંગ્રહ છે એને યાદ રાખવું...
स्वादुअम्ललवणा वायुम्   कटुकः कषायस्वादुतिक्तकाः जयन्ति पित्तम् श्लेषमाणम्  कषायकटुतिक्तकाः
સ્વાદુ=ગળ્યો,ખાટો,ખારો વાયુને
તૂરો,ગળ્યો,કડવો  પિત્તને
તુરો,તીખો,કડવો કફને જીતે છે..

कटु अम्ल लवणा पित्तम्  स्वादु  अम्ल लवणाः कफम्  कटु तिक्त कषायाः च कोपयन्ति समीरणम्।।

તીખો,ખાટો,ખારો પિત્તને,
ગળ્યો,ખાટો,ખારો કફને,
અને તીખો,કડવો,તુરો સમીર = વાયુ ને કોપાવે છે...

भूयः च आतो यथा द्रव्यम् गुण कर्म प्रः अवक्ष्महे
આનાથી પણ વધારે દ્રવ્યો ના ગુણ કર્મો  અમારા થી કહેવાશે...
किंचित् दोषप्रशमनम् किंचित् धातुप्रदुषणम्  स्वस्थवृतः उतमम् किंचित् त्रिविधं द्रव्यम् उच्यते।।

કેટલાક દોષો નું શમન કરે છે.
કેટલાક સ્વસ્થવૃત માટે ઉત્તમ છે.
કેટલાક ધાતુઓ ને પ્રદુષિત કરે છે
એમ ત્રણ પ્રકાર ના દ્રવ્યો કહેવાય છે...
तत् पुनः त्रिविधम् प्रोक्तम् जङ्गम् उद्भिद् पार्थिवम्।
તેના ફરીથી ત્રણ જુદાં પ્રકાર  કહ્યાં છે.. જંગમ, ઉદ્ભિદ ,પાર્થિવ..  .

मधूनि=મધ गौरसाः पित्तम् वसा मज्जाः असृक् = લોહી आमिषम्=માંસ विट्=મળ मूत्र चर्म रेतः=વીર્ય अस्थि स्नायुः शृङ्ग =શિંગડા नखाः खुराः जङ्गमेभ्यः  प्रयुज्यन्ते केशा लोमानि रोचनाः ગોરોચન...

જંગમ(પ્રાણીજ)દ્રવ્યો મધ થી ગોરોચન સુધી ના પ્રયોજવામાં આવે છે..
सुवर्णम् स मलाः મંડુર  पंच लोहाः स सिकताः= રેતી  सुधा= ચુનો मनःशिल आले=હરતાલ मणयो= રત્નો - કિંમતી પથ્થરો  लवणम् गैरीक अंजने भौमम् औषधम् उदिष्टम् =દર્શાવેલ છે..

પંચ લોહ = ચાંદી, તાંબુ, કલાઇ, સીસું અને લોહ...

उद्भिदम् (જમીન ફાડી ને બહાર આવનાર) तु चतुः विधम् वनस्पतिः तथा वीरूध वानस्पत्यः तथा औषधिः ।।
ઉદ્ભિદ તો ચાર પ્રકાર ના છે...
•વનસ્પતિ
•વિરુધઃ
• વાનસ્પતય
• ઔષધી
फलैः वनस्पतिः पुष्पैः वानस्पत्यः फलैः अपि औषध्यः फलपाकान्ताः प्रतानैः =તાંતણા વડે ફેલાતી र्वीरूधः स्मृताः।।

•સીધા ફળ આવે એ વનસ્પતિ (વડ પિપળો ઉદુમ્બર પીપર વિગેરે )
•પુષ્પ આવે અને ફળ પણ આવે એ વાનસ્પતય...
•ફળપાકતાં જેનો અંત આવે એ ઔષધી...
•તાંતણા  થી વિંટાળાઇને વિસ્તાર પામે એ ર્વીરુધ = વેલા
એમ યાદ રાખવું...
मूल त्वक सार निर्यास =ગુંદર नालः रस पल्लवाः=(તાજા કૂણાં પાંદડા) क्षाराः क्षीरः फलम् पुष्पम् भस्म तैलानि कण्टकाः पत्राणि शुङ्गा = કૂંપળો कंदाः च प्ररोहाः( થડ પરથી ફૂટતાં અંકુરો) च उद्भिदो गणः।।

Dr ModhBhavesh:
एषः आयुर्वेदोपनिषद - 4

मूलिन्यः षोडश = 16 ऐकोनाः फलिन्योः विंशतिः स्मृताः
ઉત્તમ મૂળ વાળી ઔષધી 16 છે વીસ માં એક ઓછી ફળવાળી છે.( 19 ફલીની ) એમ યાદ રાખવું...
महास्नेहाः च चत्वारः पंच एव लवणानि च
મહાસ્નેહ ચાર પ્રકાર ના અને લવણ  પાંચ જ છે...
अष्टौ मूत्राणि संखायातानि=ગણાવેલ अष्ट एव पयांसि च
આઠ મૂત્ર  અને આઠ દૂધ ગણાવેલ છે...
शोधन अर्थः च षड्वृक्षाः पुनर्वसु निदर्शिताः य एतान् वेति=જાણે संयोक्तुम् =સમજી ને યોજે  विकारेषु स वेद वित्=જાણકાર

શોધન માટે છ વૃક્ષ...
પુનર્વસુ એ બતાવેલ છે...
જે આ બધુ  જાણે અને સમજી ને વિકારો માં પ્રયોજે  એ આ વેદ નો જાણકાર...

મૂળ જ વપરાતા હોય એવી 16 વનસ્પતિઓ
हस्तिदंति(=મોટોનેપાળો)
हैमवती (સફેદ વજ)
श्यामा(કાળુ નસોતર)
त्रिवृत ( નસોતર)
अधोगुडा (વરધારો સમુદ્રશોષ )
सप्तला (શિકાકાઇ)
श्वेतनामा (શ્વેત અપરાજીતા)
प्रत्येक श्रेणी ( દંતી- નેપાળો)
गवाक्षी (ઇંદ્રવારુણી ધોળી)
ज्योतिष्मती ( માલકાંગણી)
बिम्बी (ઘિલોડી જંગલી)
शणपुष्पी( ઘૂઘરા)
विषाणिका (ચમારદુધેલી અથવા મેઢાંશીંગી)
अजगन्धा ( અજમોદ અથવા અશ્વગંધા)
द्रवन्ति ( રતનજોત)
क्षीरिणी (દૂધેલી  અથવા  હીરવી)

शणपुष्पी च बिम्बी च छर्दने हेमवती अपि
શણપુષ્પી  અને બિમ્બી હેમવતી પણ  ઉલટી કરાવવા માં ...
श्वेता ज्योतिष्मती च एव योज्या शिर्षविरेचने।
સફેદ અપરાજીતા  અને જયોતિષમતિ  શિરોવિરેચન (નસ્ય) માં...
एकादश अवशिष्टा याः प्रयोज्यास्ताः विरेचने  इति उक्ता नाम कर्मेभ्याम्  मूलिन्यः  फलिनीः श्रृणु। ।
બાકી વધેલી અગીયાર  વિરેચન માં ...
આમ મૂલીની ના નામ અને કર્મો કહ્યાં...
ફલીની  ના સાંભળો...
शंखिनी = આંખફુટામણી  विङ्गानि= વાવડીંગ  त्रपुषं = કડવી કાકડી मदनानि= મીંઢળ  च आनूपं = જળ માં स्थलजं જમીન પર  च एव क्लीतक= જેઠીમધ  द्विविधं स्मृतम् ।।

धर्मागवम्  अथ इक्ष्वाकु जीमूतं कृतवेधनम् प्रकीर्या च उदकीर्या च प्रत्येकपुष्पी तथा अभया अन्तःकोटरपुष्पी च हस्तिपर्णा च शारदम् कंम्पिलक आरग्वधयोः फलं यत् कुटजस्य च ।

ધર્માગવ - ગલકું,
ઇક્ષ્વાકુ-તુંબડી
જીમુત- દેવદાલી/ કુકડવેલાં,
કૃતવેધન- તુરીયુ
પ્રકીર્યા- કરંજ
ઉદકીર્યા- વાંકેરી
પ્રત્યેકપુષ્પી- અપામાર્ગ-અધેડો
અભયા- હરડે
અંતઃકોટરપુષ્પી = વરધારો
હસ્તિપર્ણી = Ipomoea petaloidea
શારદામ = મોરવેલ નું  શરદ નું ફળ
કંપીલો, આરગ્વધ અને કુટી આના ફળ લેવાં...

धमार्गवम् अथ इक्ष्वाकु जीमूतं  कृतवेधनम्  मदनम् कुटजं च एव त्रपुषम् हस्तिपर्णिनी  एतानी  वमने च एव योज्यानि आस्थापनेषु = નિરૂહ બસ્તિ च ।

नस्तः प्रच्छर्दने = શિરોવેરેચનમાં च एव प्रत्येकपुष्पी  विधीयते।=વપરાય છે..

दश यानिः अवशिष्टानि तानी युक्तानि  विरेचने।
नामकर्माभिः उक्तानि फलानि एकोनविंशति।

જે બાકી રહી તે દશ વિરેચન માં પ્રયોજાય છે આમ વીશ માં એક ઓછી ફલીનીઓ ના નામકર્મો  કહ્યાં..

एषः आयुर्वेदोपनिषद-5

सर्पिः तैलं वसा मज्जा स्नेह दिष्टः चतुःविधः
पान अभ्यंगम् बस्ति अर्थे नस्य अर्थे च एव योगतः

ઘી તેલ વસા મજ્જા એ ચાર પ્રકાર ના સ્નેહ ...
યોગો માં પીવા, અભ્યંગ,બસ્તિ  અને નસ્ય અર્થે કહેલ છે.
स्नेहाना जीवना बल्या वर्ण उपचय वर्धनाः स्नेहा ह्येते च विहिता वातपित्ताकफ अपहा।
સ્નેહન, જીવન,બળ,વર્ણ નો ઉપચય વધારનારા સ્નેહો હોય છે અને વાતપિત્તકફ ને હણનારા કહ્યાં છે..
सौवर्चलम् सैंधवम् च विडम् उद्भिदम् एव च समुद्रेण सहेतानि पंच स्युः लवणानि च ।
સંચળ સૈંધવ બિડ ઉદ્ભીદ અને સમુદ્ર સહિત ના પાંચ લવણ છે...
स्निग्धानि उष्णानि तिक्ष्णानि दीपनीयतमानि च ।
आलेपनार्थम् युज्यन्ते स्नेहस्वेदविधौ तथा अधोभाग उध्वः भागेषु निरुहेः अनुवासने अभ्यंगे भोजनार्थे शिरसः च विरेचने शस्त्रकर्मणि वर्ति अर्थम् अंजन उत्सादनेषु च

अजीर्ण अनाहयोः वाते गुल्मे शूले तथा उदरे ।
उक्तानि  लवणानि।
उधर्वम् मूत्राणि अष्टौ निबोध मे।।

અર્જીણ,  આફરો,  વાયુનાવિકાર, ગુલ્મ, શૂળ, તથા પેટના રોગ માં લવણો  વપરાય છે...
હવે પછી આઠ મૂત્ર વિશે મારી  પાસે થી જાણો.

मुखयानि  यानि दिष्टानि  सर्वाणि आत्रेयशासने ।
अविमूत्रम् अजामूत्रम् गोमूत्रं माहिषं च यत् ।।

જે સર્વે  મુખ્યરૂપે આત્રેયશાસન ( અગ્નિવેશ આદી  જે ગુરૂ પાસે ભણે છે એમની અધ્યાપન પદ્ધતિ) માં કહ્યા  છે એમાં.. ઘેટીનું મૂત્ર , બકરી નું મૂત્ર, ગોમૂત્ર  તથા ભેંસ નું મૂત્ર  ( આ ચાર પ્રાણી ની માદા નું મૂત્ર  લીધેલ છે )

हस्तिमूत्रम् अथ उष्ट्रमूत्रम् हयस्य च खरस्य च।
उष्णं तीक्ष्णम् अथो अरूक्षम् कटुकं लवणान्वितम्।।

હાથીનું મૂત્ર, ઊંટનુંમૂત્ર,  ઘોડાનુંમૂત્ર અને ગધેડાનુંમૂત્ર ( આ ચાર નરપશુ ના મૂત્ર લીધેલ છે...)

આ આઠેય મૂત્ર  સામાન્ય રીતે તાસીર માં ગરમ , તીક્ષ્ણ એટલે ઝડપી ક્રિયા કરનાર તથા અરૂક્ષ  એટલે કે સ્નિગ્ધ છે, તીખો સ્વાદ ધરાવે છે પણ પછી થી ખારાં લાગે છે ...

मूत्रम् उत्सादने युक्तं आलेपनेषु च।
युक्तं आस्थापने मूत्रं युक्तं च अपि  विरेचने।।
स्वेदेषु अपि च तत् युक्तं आनाहेषु अगदेषु च।
उदरेषु अथ च अर्शःसु गुल्मि कुष्ठि किलासिषु ।।
तत् युक्तं उपनाहेषु  परिषेके तथैव  च ।
दीपनीयं विषघ्नं च क्रिमीघ्न च  उपदिश्यते।।

આ શ્લોક માં મૂત્ર નો કેવી રીતે અને કયાં વિકારો માં ઉપયોગ થાય છે એ દર્શાવેલ છે...
पाण्डुरोग उपसृष्टानाम् उत्तमम्  शर्म च उच्यते।
श्लेष्माणम् शमयेत् पीतं मारूतं च अनुलोमयेत्।।
कर्षेत् पित्तम् अधोभागम् इति अस्मिन् गुणसंग्रहः।
सामान्येन मया उक्तः अस्तु पृथ्कत्वेन प्रवक्ष्यते।।

પાંડુરોગ થી ઘેરાયેલા માટે ઉત્તમ સુખકર કહેવાય છે.
ઓષધીયોગ માં મૂત્ર પીવાથી કફ નું શમન કરે છે વાયુ નું અનુલોમન કરે છે તથા પિત્ત ને અધોભાગ માં ખેંચી જાય છે.
આ મૂત્ર નો સામાન્ય  ગુણસંગ્રહ મારા દ્વારા કહેવાયો હવે દરેક ના અલગ અલગ ગુણો કહેવાશે.
अविम् मूत्र सतिक्तम् स्यात् स्निगधम् पित्त अवरोधि च
 ઘેટી નું મૂત્ર થોડુંક કડવું  અને થોડુંક સ્નિગ્ધ હોવાથી પિત્ત નું વિરોધી હોતુ નથી.. (પિત્તકર છે)
आजम्  कषाय मधुरम् पथ्यम् दोषानिः हन्ति च
બકરી નું, તુરૂ મધુર  પથ્ય અને દોષો ને હણે છે...
गव्यं समधुरं किचित् दोषध्नं
क्रिमिकृष्ठनुत् ।
कण्डूं च शमयेत् पीतं सम्यक् दोष उदरे हितम् ।।

ગોમૂત્ર  થોડુંક મધુર હોય છે, દોષઘ્ન ખાસ કરીને કૃમિ તથા કૃષ્ઠ ને દૂર કરનાર છે. પીવા થી ખંજવાળ નું સારી રીતે શમન કરે છે. પેટ ના વિકારો માં હિતકર છે.
अर्श शोफ उदरघ्न तु सक्षारं माहिषम् सरम्।
 અર્શ સોજા ઉદરરોગ નો નાશ કરનાર ભેંસ નું... થોડુક ક્ષાર વાળુ  અને સર છે...
हास्तिकं  लवणं मूत्र हितं तु क्रिमि कुष्ठिनाम्
હાથી નું તો ખારૂ હોવાથી કૃમિ  અને કૃષ્ઠી માટે હિતકર છે.
प्रशस्तम् बद्धविण्मूत्र विष
श्लेशम् आमय अर्शसाम् सतिक्तम्  श्वासकासघ्नम्  अर्शोघ्नम् च उष्ट्रम् उच्यते।।
પ્રશસ્ત છે... મળબંધ મૂત્રબંધ  વિષ કફનારોગ અને અર્શમાં...
થોડુંક કડવું હોઇ શ્વાસકાસ અને અર્શઘ્ન  ઊંટનુ  કહેવાય છે...
खरमूत्रम् अपस्मार उन्माद ग्रह विनाशनम्।
ગધેડાનું મૂત્ર અપસ્માર ઉન્માદ ગ્રહ નો વિનાશ કરે છે...
इतिः उक्तानि  मूत्राणि  यथा सामर्थ्य  योगतः
આમ આ રીતે મૂત્રો કહેવાયા છે... સામર્થ્ય પ્રમાણે  યોગ માં પ્રયોજવા...
अथ क्षीराणि वक्ष्यन्ते कर्म च एषाम् गुणाः च ये।
अवीक्षीरम् अजाक्षीरम् गोक्षीरं माहिष च यत् उष्ट्राणाम्  अथ नागीनाम्- હાથણી वडवायाः ઘોડી स्त्रियाः तथा

હવે દૂધ ના ગુણ અને કર્મ કહીશું...
ઘેટીનુંદૂધ બકરીનુંદૂધ ગાયનુદૂધ ભેંસનું  ઊંટડીનું હાથણીનું ઘોડીનું અને સ્ત્રીનું  હોય છે...

प्रायशो मधुरम् स्निगधम् शीतम् स्तन्यम् पयः उतमम्।
સામાન્ય રીતે મધુર સ્નિગ્ધ  શીત અને સ્તન્ય તરીકે  ઉત્તમ પયઃ દૂધ હોય છે..
प्रीणनं  बृहणं वृष्यं मेध्यं  मनस्करम् जीवनीयं श्रमहरं श्वासकासनिवर्हणम् सर्वप्राणभृताम् બધા પ્રાણીઓ માટે सात्म्यं शमनं शोधनं तथा तृष्णाघ्नम् दीपनीयं च श्रेष्ठ क्षीणक्षतेषु च पाडुरोगेः अम्लपिते च

शोषे गुल्मे तथा उदरे अतीसारे, ज्वरे, दाहे ,श्वयथौ च विधियते
योनिशुक्रप्रदोषेषु 
मूत्रेषु-अप्रचुरेषु મુત્રણ ની અલ્પતામાં  पुरीष-ग्रंथिते पथ्यं वातपित्तविकारिणाम्
नस्य लेप अवागहेषु वमन आस्थापनेषु च विरेचने स्नेहने च पयः सर्वत्र युज्यते।।

यथा क्रमम् क्षीर गुणान् एक एकस्य पृथक् पृथक्  अन्नपान आदिकेः अध्याये भूयो वक्ष्याम्यशेषत्।।

ક્રમ માં દૂધ ના ગુણો ને એક એક કરી ને જુદાં જુદાં અન્નપાનાદિ  અધ્યાય માં  પછી થી કહેવાશે ...

अथ अपरे त्रयो वृक्षाः पृथ्गये फलमूलिभिः स्नुही अर्क अश्मन्तकः तेषाम् इदं कर्म पृथक् पृथक्।
वमने अश्मन्तकं विधात ઉપયોગી स्नुहीक्षीरं विरेचने  क्षीरम् अर्कस्य विज्ञेयं वमने स विरेचने।।

અશ્મન્તક - વમન માં
સ્નુહી નું દૂધ - વિરેચન માં
આકડા નું દૂધ- વમન અને વિરેચન માં

इमां अस्त्रीन् अपरान् वृक्षानाहुयेः एषां हिताः त्वचः  पुतीकः कृष्णगंधा च तिल्वकः च तथा तरूः विरेचने प्रयोक्तव्यः पूतिक तिल्वकः तथा कृष्णगंधा परीसर्पे शोथेः अर्शेःसु च उच्यते  दद्रु विद्रधि गंडेषु कृष्ठेः अपि  अलजीषु च षड् वृक्षान् शोधानान एतान् अपि विधात् विचक्षणः।

બીજા ત્રણ વૃક્ષો  કે જેની છાલ હિતકારી છે...
પૂતીક- વિરેચન માં
તિલ્વક= લોધ્ર  પણ વિરેચન માં
કૃષ્ણગંધા = પરીસર્પ થી અલજી સુધી ના ત્વચા વિકારો માં..

કૃષ્ણગન્ધા  થી સરગવો લેવા માં  આવે છે... પીપર નો એક પ્રયાર્ય  કૃષ્ણા  છે... એટલે એના જેવી વાસ ધરાવતી છાલ ... માટે સરગવો લીધો હશે... સરગવો ઉષ્ણવીર્ય  છે એટલે ત્વચા વિકાર માં એનો લેપ શોધનાર્થે  છે એમ જાણવું...
इति उक्ताः फलमूलिनिः स्नेहाः च लवणानि  च मूत्रं क्षिराणि वृक्षाः च षड् ये दिष्टाः पयः त्वचः।।

👉 સમગ્ર પ્રયાસ ઑરીજીનલ  સંસ્કૃત માં લખાયેલ સંહિતા ને સરળતા થી સમજવા નો છે... એટલે અનુવાદ પણ મૂળ સૂત્ર માં વપરાયેલ શબ્દો જેટલા જ શબ્દ નો કરાય છે... જે સરળતા થી સંસ્કૃત માં પણ સમજી જવાય છે એનું ગુજરાતી કરવામાં આવતું નથી...

एषः आयुर्वेदोपनिषद - 6

औषधी नाम- रूपाभ्यां ઔષધિ ના નામ અને રૂપ जानते हि જાણવા જ જોઇએ  अजपा બકરાં પાળનાર वने अविपा ઘેટાં પાળનાર च एव गोपा: ગાય પાળનાર च ये च अन्य् वनवासिनः વન માં નિવાસ કરતાં 
(पा એટલે પાલક...)
न नामज्ञानमात्रेण रूपज्ञानेन वा पुनः औषधिनाम् पराम् સમ્યક રીતે प्राप्तिम् પ્રયોગ માં લેવી  कश्चित् वेदितुम જાણવાને अर्हति શક્તિમાન ..
માત્ર ઔષધિ ના નામજ્ઞાન કે રૂપજ્ઞાન થી તેનો સમ્યક રીતે ઔષધમાં પ્રયોગ જાણવાને શક્તિમાન થવાતું નથી...
योगवित् न नामरूपज्ञः तासांम् તેઓના तत्वविद् उच्यते किं पुनः यो विजानीयात् औषधिः सर्वथा भिषक्।
તે(ઔષધિ)ઓના યોગો જાણતો હોય પણ નામ કે રૂપ ના જાણતો હોય તો પણ તે ભિષક્  ને સર્વથા  તત્વવિદ્ કહેવાય છે એમાં ફરી ને શું કહેવાનું હોય ?
योगम् आसाम् तु  यो विधात्=જાણે
देश-काल उपादितम् અનુસાર पुरूषं पुरूषं वीक्ष्य તપાસી स ज्ञेयो भिषक्  उत्तम।।
પ્રત્યેક પુરુષ ને તપાસી ને
દેશ કાળ અનુસાર
જે ભિષક્
આ ઔષધિઓની યોજના કરે છે
તેને ઉત્તમ જાણવો ...
यथा विषं यथा शस्त्रं यथा अग्निः अशनिः વ્રજ यथा ।
तथा औषधम् अविज्ञातं विज्ञातम् अमृतम् यथा।।
જેમ ઝેર, શસ્ત્ર , અગ્નિ  કે વ્રજ (મારક) છે એમ નહિ જાણેલું ઔષધ છે... પણ અનુભૂત (ઔષધ) તો અમૃત હોય છે ..
औषधं हि કારણ કે  अनअभिज्ञातं નહિજાણેલું  नामरूपगुणैः त्रि भिः विज्ञातम् अपि दुर्युक्तम् ખોટીરીતે अनर्थाय उपपधते થાય છે
ઔષધ...  નામ, રૂપ અને ગુણ થી અનભૂત ના હોય તો અનર્થકારક છે
 ... એ ત્રણેય ને જાણેલું હોવા છતાં ખોટીરીતે પ્રયોજેલ હોય તો પણ અનર્થકારક થાય છે...
योगात् अपि विषं तीक्ष्णम् उत्तमम् भेषजं भवेत्।
તીક્ષ્ણ વિષ પણ સમ્યકયોગ થી ઉત્તમ ઔષધ થાય છે...
भेषजं च अपि दुर्युक्तं तीक्ष्णं संपधते विषम्।
પણ ઔષધ જો ખોટી રીતે વાપર્યું હોય તો તીક્ષ્ણ વિષ બને છે...
तस्मान्न भिषजा युक्तं युक्तिबाह्येन યુક્તિપ્રયોગ ના કરી જાણતાં/મુર્ખ  भेषजम् धीमता किश्चित् आदेयं લેવું जीवित જીવન आरोग्य आकांक्षिणा
તેથી, જીવન અને આરોગ્ય ના આકાંક્ષી બુદ્ધિમાને ઔષધ નો
યુક્તિપ્રયોગ ના કરી જાણતાં/મુર્ખ   પાસે થી ઔષધ કયારેય ના લેવું
कुर्यान्  निपतितो मूर्धिन् सशेषं वासः अशनिः सशेषम् कुर्यान् न आतुरं तः अज्ञमत्  औषधम्।
રોગી ને માથે  જો વ્રજ પડે તો જીવતો રહે પણ તે અજ્ઞ એ  આપેલ ઔષધ એને જીવતો ના રાખે...
दुःखिताय शयानाय श्रद्दधानाय रोगिणे यो भेषज् अविज्ञाय प्राज्ञमानी प्रयच्छति त्यक्तधर्मस्य पापस्य मृत्युभूतस्य दुर्मतैः नरो नरकपाती स्यात् तस्य संभाषणात् अपि।।
દુઃખી થઇ ને પથારીવશ પડેલો શ્રદ્ધાવાન  રોગી ને...
પ્રાજ્ઞમાનિ- પોતાને વિદ્વાન માનનાર... પોતાને અનુભવ ના હોય એવું ઓષધ આપીને પ્રાણીનું મૃત્યુ લાવે છે...
એવા એ ધર્મછોડનાર,  દુષ્ટબુદ્ધિ ની સાથે જે નર વાત કરે છે એ પણ નરકમાં પડનાર થાય છે...
वरम अशि विषविषं कथितं ताम्रम् एव वा पीतम् अति अग्निसंतप्ता भक्षिता वा अपि अययोगुडाः  न तु श्रुतवतां वेशं बिभ्रता शरण आगतात् गृहितम् अन्नं पानं वा वितं वा रोगपीडितात् ।।
સર્પ નું ઝેર અથવા ધગધગતું તાબું  અથવા અગ્નિ માં તપાવેલા લોહગોળા  ખાઇ જવા...ઉત્તમ ગણાય ..
પણ  શ્રુતવેતા-શાસ્ત્રોનોજાણકારનો વેશ ધારણ કરવાથી પોતાને શરણે આવતા  રોગ થી પીડિતો પાસે થી અન્નપાન  કે વિત્ત  લેવું  નહી જોઇએ...
भिषक् अब्रुभूषुः मति मानतः स्वगुण संपदि परं प्रयत्नम् अतिष्ठेत् प्राणादः स्यात् तथा नृणाम्
ભિષક થવા ઇચ્છતા બુદ્ધિમાન પુરૂષે  મતિ થી સ્વગુણો ની સંપદા મેળવવા અતિશય પ્રયત્ન કરવો રહ્યો... ત્યારે એ પ્રાણ આપનાર થઇ શકે છે...
तत् एव युक्तं भैषज्यं यत् आरोग्याय कल्पते स च एव भिषजां श्रेष्टो रोगेभ्यो यः प्रमोचयेत् સારી રીતે છોડાવેછે

જયારે યુક્તિ થી ઔષધ અપાય ત્યારે આરોગ્ય આપાવે છે
અને તે  ઔષધ રોગો ને સારીરીતે દૂર કરનાર શ્રેષ્ઠ કહેવાય  છે..
सम्यक् प्रयोगं सर्वेषां सिद्धिराखयाति कर्मणाम्।
सिद्धिराखयाति सर्वेः च गुणैः युक्तं भिषक् तमम्।।

હરકોઇ કર્મ ની સિદ્ધિ કે ખ્યાતિ એના સમ્યકપ્રયોગ થયા નું જણાવે છે...
આ જ સિદ્ધિ  કે ખ્યાતિ,
ભિષક...
સર્વગુણો થી યુક્ત છે
એવી ઓળખાણ કરાવી દે છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...