સંસ્કૃત એ બોલવાની અને સાંભળવાની ભાષા છે...
આયુર્વેદની આદ્ય સંહિતા સંસ્કૃતમાં લખાયેલ છે...
પણ એનું વાંચન, સંધીથી જોડાયેલા શબ્દોમાં હોવાથી સરળ બનતુ નથી એટલે આરંભે શૂરાં જેવો ઘાટ થાય છે.
અહિંયા સંહિતોક્ત આયુર્વેદના સૂત્રોને સંધી છુટી પાડીને દર્શાવવામાં આવેલ છે તથા એની બાજુમાં એ શબ્દો ના ગુજરાતી અર્થ પણ દર્શાવેલ છે.
સૂત્રોને સંધિવિગ્રહમાં સંસ્કૃતમાં જ સરળતાથી વંચાશે તો એનો અર્થ સ્પષ્ટ થશે અને અર્થ સમજાતા સંસ્કૃત ઉચ્ચારણ સહિત સ્મૃતિમાં સંગૃહિત થશે જેથી બોલાશે અને અંતે સંસ્કૃત બોલવાથી અને સાંભળવાથી આયુર્વેદ ને यथावत् જાણી શકાશે.
दीर्घम् जीवितम् अन्विच्छम् = શોધતાં भरद्वाज उपागमत्।
इन्द्रम् उग्रतपा बुदध्वा=જાણીને शरणयम् अमरेश्वरम्।।
દિર્ઘ જીવનના જ્ઞાનને શોધતાં ઉગ્રતપ કરનારા ભારદ્વાજ દેવોના ઇશ્વર ઇન્દ્રના શરણમાં ઉપસ્થિત થયા.
ब्रह्मणा हि यथा प्रोक्तम् आयुर्वेदम्
प्रजापति जग्राह=ગ્રહણકર્યો
निखिलेन् अद अश्विनौ तु पुनः ततः ।।
अश्विभ्याम् भगवान शक्रः प्रतिपेदे हि केवलम्।
ऋषिप्रोक्तो भरद्वाजः तस्मात् शक्रम् उपागमत्=ઉપસ્થિત થયાં
બ્રહ્માએ, જે પ્રમાણે આયુર્વેદને, પ્રજાપતિને ઉપદેશેલ એ પ્રમાણે એમની પાસેથી, સંપૂર્ણ આયુર્વેદ ને અશ્વિનીકુમારૌએ પુનઃ પ્રાપ્ત કર્યો, અશ્વિનીઓ પાસેથી ભગવાન ઇન્દ્રે પણ સંપુર્ણપણે પ્રાપ્ત જ કરેલ, આથી, ૠષિઓના કહેવાથી ભારદ્વાજ પણ એ જ આયુર્વેદ ને તે જ રીતે પામવા ઇન્દ્ર પાસે ઉપસ્થિત થાય છે.
विघ्न भूता यदा रोगाः प्रादर्भूताः शरीरिणाम्।
तपः उपवास अध्ययन ब्रह्मचर्य व्रत आयुषाम्।।
જ્યારે શરીરધારીઓમાં રોગ ઉદ્ભવે ત્યારે
એમના તપ,ઉપવાસ ,અધ્યયન, બ્રહ્મચર્યવ્રત અને જીવનમાં વિઘ્નો ઉત્પન્ન થાય છે..
तदा भूतेषु अनुक्रोशं=દયા पुरस्कृत्य महर्षयः
समेताः पुण्यकर्माणः पाश्वेः हिमवतः शुभे ।।
ત્યારે પ્રાણીમાત્ર પર દયા કરીને પુણ્યશાળી મહર્ષિઓ હિમાલયની બાજુના પવિત્ર પ્રદેશમાં એકત્ર થયા.
अङ्गिरा जमदग्नि वसिष्ठ कश्यप भृगु आत्रेय गौतम साङ्खयः पुलस्तय नारद असित अगस्तय वामदेव मार्कण्डेय अश्वालायन पारिक्षि भिक्षुआत्रेय भरद्वाज कपिलञ्च विश्वामित्र आश्मरथ्य भार्गव च्यवन अभिजित् गागर्य शाण्डिल्य कौण्डिन्यौ वार्क्षि देवल गालव साड्कृत्यो वैजवापि कुशिक बादरायण बडिश शरलोमा उभौकाप्य कात्यायन काङ्कायन कैकशः धौम्य मारीचकाश्यप शर्कराक्ष हिरण्याक्ष लोकाक्ष पैङ्गि शौनाक शाकुनेय मैत्रेय मैमतायनि वैखानस वालखिल्याः ।।
ब्रह्मज्ञानस्य निधयः यमस्य नियमस्य च ।
तपसः तेजसा दीप्ता हूयमाना=હોમવખતે इव अग्नयः।।
सुख उपविष्टाः= બેઠાં अस्तु तत्र पुण्यां चक्रुः= ચર્ચા कथाम् इमाम्।
.... ઉપનિષદકાળના ૠષિઓ બ્રહ્મજ્ઞાનના ભંડાર તથા યમ અને નિયમના તપના તેજથી હોમાગ્નિ માફક દેદીપ્યમાન તેઓ ત્યાં સુખપુર્વક બેસી આ વિષયે ચર્ચા કરવા લાગ્યા...
धर्म अर्थ काम मोक्षणाम् आरोग्यम् मूलम् उत्तमम्।
ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ આરોગ્ય પ્રધાન છે.
रोगाःतस्या अपहर्तारः = નાશ કરનાર श्रेयसो जीवितस्य च ।
રોગો તેમના શ્રેય અને જીવન નો નાશ કરનારા છે...
पादुर्भूतो मनुष्याणाम् अन्तरायो महान अयम्।।
कः स्यात् तेषां शमोपाय इति उक्तवा ध्यानम् आस्थिताः।।મનુષ્યો માટે જે આ મહાન અંતરાય ઉભુ થયુ છે,
એના શમનનો શો ઉપાય હોઇ શકે ? એ જાણવા તેઓ ધ્યાનસ્થ થયા.
अथ ते शरणं शक्रं दद्दशुं = જોયાં ध्यानचक्षुषा।
स वक्ष्यति शमोपायं यथावत् अमर-प्रभु।।
પછી તેઓએ ધ્યાનચક્ષુઓથી ઇન્દ્રનું શરણું જોયું.
આના શમનનો ઉપાય એ અમર-પ્રભુ કહેશે.
कः सहस्त्राक्षभवनम् गच्छेत् प्रष्टु=પૂછવાં शचीपतीम् ।
સહસ્ત્રાક્ષના ભવનમાં, શચીપતિને પુછવા કોણ જશે ?
अहम् अर्थे नियुज्येयम् = નિયુક્ત अत्र इति प्रथमं वचः।
भरद्वाज अब्रवीत तस्मात् ऋषिभि स नियोजितः।
આ માટે મને નિયુક્ત કરો એમ ભારદ્વાજ સૌ પ્રથમ બોલ્યા... ભારદ્વાજ બોલ્યા તેથી તેમની નિયુક્તિ તે ૠષિઓએ કરી...
स शक्रभवनम् गत्वा सुर ऋषिगणम् अध्यगम् = વચ્ચે બેઠેલ
ददर्श बल हन्तारं दीप्यमानम् इव अनलम् ।।
તેઓ ઇન્દ્રના ભવને ગયા, દેવો અને ૠષિઓના મધ્યમાં બેઠેલા, ગમે તેવાઓનું બળ હણી લેનારા, અગ્નિ જેવા દેદીપ્યમાન ઇન્દ્ર ને જોયાં.
स अभिगम्य = સંમુખઆવીને जयाशीर्भिः = જયઘોષકરીને अभिनन्ध सुरेश्वरम्।
प्र उवाच विनयात् धीमान् ऋषीणां वाक्यम् उत्तमम्।।
તેઓ સુરેશ્વરની સંમુખ થઇને જય હો ! એવા અભિનંદન આપી ૠષિઓએ કહેલા પ્રધાન વાકયો વિનયથી અને બુદ્ધિથી ઇન્દ્રને કહ્યાં,
व्याधयो हि समुत्पन्ना सर्वप्राणि भयंकराः
तद् ब्रुहि मे शमोपायं यथावत् अमरप्रभो।।
હે અમર-પ્રભુ, બધા પ્રાણીઓને ભયભીત કરનાર વ્યાધિઓ ઉત્પન્ન થયેલ છે, હવે આપ એના શમનનો સારી રીતે ઉપાય કહો. तस्मै प्र उवाच भगवान आयुर्वेदम् शतक्रतुः ।
पदैः अल्पैः तीव्रम् मतिम् बुदध्वा विपुलां परम ऋषये।।
ભગવાન શતક્રતુએ પરમ ૠષિને અતિશય તીવ્રબુદ્ધિ વાળા જાણીને ટૂંકા પદમાં આયુર્વેદ કહ્યો.
हेतु लिगम् औषधज्ञानं स्वस्थ आतुर परायणम्।
त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यम् पितामह।।
હેતુ, લિંગ અને ઔષધજ્ઞાન વાળો, સ્વસ્થ અને આતુરના ઉત્તમ આશ્રયરૂપ, ત્રિસૂત્રી, શાશ્વત્ અને પવિત્ર આયુર્વેદને
પિતામહ-બ્રહ્માએ જાણ્યો હતો.
स अन्तपारं त्रिस्कन्धम् आयुर्वेदम् महामतिः।
यथावत् अचिरात्= સત્વરે सर्वम् बुबुधे तन्मना मुनिः।।
તે મહામતીએ તન્મય થઇને ત્રિસ્કન્ધ, અનંતપાર સંપૂર્ણ આયુર્વેદને યથાર્થ રીતે સત્વરે જાણી લીધો.
तेनः आयुः अमितम्=અમાપ लभे =પ્રાપ્યથયું भरद्वाज सुख आन्वितम् = ભરપુર ऋषिभ्योः अन् अधिकम् तत् च शशंस = ઉપદેશ अन् अवशेषयन्।।
તેનાથી ભારદ્વાજને સુખથી ભરપુર અમિત = દિર્ઘ આયુ પ્રાપ્ત થઇ અને તે આયુર્વેદને ૠષિઓને જરાપણ વધારા કે ઘટાડા વિના કહ્યો.
ऋषयः च भरद्वाजात् जगृहुः तम् प्रजाहितम्।
दीर्घम् आयुः चिकिर्षन्तो = અભિલાષા वेदं वर्धनम् आयुषः।
ૠષિઓ એ, પ્રજાહિત માટે અને દિર્ઘ આયુ પ્રાપ્ત કરવાની અભિલાષા થી , આયુષ્યનું વર્ધન કરવા વાળા વેદને ભારદ્વાજ થી ગ્રહણ કર્યો.
महर्षयः ते दद्दर्शु यथावत् ज्ञानचक्षुषा। सामान्यं च विशेषं च गुणान् द्रव्याणि कर्म च। समवायं च तत् ज्ञात्वा तन्त्र उक्तम् विधिम् आस्थिताः । लेभिरे परमं शर्म=સુખ जीवितं च अपि अनित्वरम्=લાંબુ . તે મહર્ષિઓએ દ્રવ્યોના સામાન્ય, વિશેષ અને સમવાય ગુણ-કર્મોને જ્ઞાનચક્ષુઓથી યથાર્થ રીતે જાણી લીધા અને તંત્રમાં રહેલ વિધિઓનો આશ્રય કરીને પરમસુખ તથા દીર્ઘ આયુષને પણ પ્રાપ્ત કર્યુ...
अथ मैत्री परः पुण्यं आयुर्वेदम् पुनर्वसुः।
शिष्येभ्यो दत्तवान षड्भ्यः सर्वभूतान अनुकंपया।।
પછી શ્રેષ્ઠ મિત્ર એવા પુનર્વસુએ સર્વ પ્રાણીઓ પર અનુકંપા કરીને છ શિષ્યોને પુણ્યશાળી આયુર્વેદ આપ્યો.
अग्निवेश च भेलः जतुकर्णः पराशरः हारितः क्षारपाणिः च जगृहुः तत् मुनिः वच ।। અગ્નિવેશ, ભેલ, જતુકર્ણ, પરાશર, હારિત અને ક્ષારપાણીએ તે મુનિ એ કહેલ વચનોને ગ્રહણ કર્યા. बुद्धिः विशेषः तत्र आसित् न उपदेश अन्तरम् मुने।
तन्त्रस्य कर्ता प्रथमम् अग्निवेशो यतः अभवत् । મુનીએ ઉપદેશમાં અતંર નહોતુ રાખ્યું , પણ અગ્નિવેશ બુદ્ધિમાં વિશેષ હોવાથી સૌ પ્રથમ તંત્રનો કર્તા બન્યા. अथ भेल आदि यः चक्रु स्वं स्वं तन्त्रं कृतानि च । श्रावयमासुः आत्रेयम् स ऋषिसंघः सुमेघसः પછી ભેલાદિએ પણ પોત પોતાના તંત્રો રચ્યા અને તે રચાયેલા તંત્રોને એ ઉત્તમ મેઘાવાળાઓ એ આત્રેય અને ૠષિસંઘો ને સંભાળાવ્યા. श्रुत्वा सूत्रणम् अर्थानाम् ऋषयः पुण्यकर्माणम्। यथावत् सुत्रितम् = ગ્રંથબદ્ધ इति प्रहृष्टाः ते अनुमेनिरे।। તે પુણ્યકર્મકરવાવાળાના એ સૂત્રો અને એના અર્થ સાંભળીને ૠષિઓએ પ્રસન્ન થઇ ને, " આપે તેને યથાવત્ સુત્રિત્ ( ગ્રંથબદ્ધ) કરેલ છે " એમ કહીને તેનો સ્વિકાર કરવાની અનુમતિ આપી. सर्व एव अस्तुवन् = સ્તુતિકરી तान् च सर्वभूतहितैषिणः। साधु भूतेष्व अनुक्रोश इति उचैः ब्रुवन् समम्।। સર્વેપ્રાણીઓના હિતેષી એવા બધાયે તેમની પ્રશંસા કરી, " આપે સારી રીતે પ્રાણીઓ પર દયા કરી છે " એવું બધા એકસાથે ઉચ્ચ સ્વરે બોલ્યા. तं पुण्यं शुश्रुवुः शब्दं दिवि=આકાશ देवर्षय स्थिताः । स अमराः=દેવો परम ऋर्षीणाम् श्रृत्वा मुमुदिरे=આનંદનેપામ્યાં परम्।। આકાશમાં રહેલ દેવો સહિત દેવર્ષિઓએ તે પરમઋષિઓનો પુણ્યશબ્દ સાંભળ્યો અને અતી આનંદને પામ્યા, अहो साधु ! इति निर्घोष लोकानः त्रीन् अन्ववादयत् =ગાજી ઉઠ્યું नभसि स्निग्ध गंभीरो हर्षाद् भूतेः उदीरित्=ઉચ્ચારાયેલાં
આકાશમાં રહેલ ભૂતોના સ્નિગ્ધ, ગંભીર અને હર્ષથી કરાયેલા अहो साधु (અરે વાહ ! ) એવા ઉચ્ચારણોથી ત્રણેય લોક ગાજી ઉઠયાં.
शिवो=કલ્યાણકારી वायुः ववौ=વહેવાં લાગ્યો सर्वा भामिः=તેજ उन्मीलता= પ્રકાશિત दिशः निपेतुः=ઉપરથી પડવું सजलाः च एव दिव्याः कुसुम वृष्टय।। કલ્યાણકારી પવન વહેવા લાગ્યો સર્વ દિશાઓ તેજ થી પ્રકાશીત થઇ જલ સહિત દિવ્ય પુષ્પો ની વૃષ્ટિ થવા લાગી.
अथ अग्निवेश प्रमुखान् विविशुः=પ્રવેશથયો ज्ञानदेवताः ।
बुद्धिः सिद्धिः स्मृतिः मेघा घृति कीर्तिः क्षमा दया।।
પછી પ્રમુખ અગ્નિવેશ માં જ્ઞાનદેવતાએ પ્રવેશ કર્યો,
જેથી એમને બુદ્ધિ, સિદ્ધિ, સ્મૃતિ, મેદ્યા, ધૃતિ, કિર્તિ, ક્ષમા અને દયા મળી.
तानि च अनुमतानि येषां तंत्राणि परम ऋषिभिः।
भवाय भूतसंघानाम् प्रतिष्ठां लेभिरे।।
ત્યાર બાદ આ તંત્રોને પરમ ૠષિઓની અનુમતિ પ્રાપ્ત થતાં તેને પૃથ્વી પર રહેતા લોકસમુહમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ.
આયુર્વેદ નું અવતરણ
આધુનિક પરીપેક્ષ્ય માં ...
મૂળ અગ્નિવેશતંત્ર માં આયુર્વેદ ના અવતરણ ની હક્કિત ઉપર જણાવ્યા પ્રમાણે, બ્રહ્મા પાસેથી પ્રજાપતીને આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રને ઉપદેશાય છે, બ્રહ્મ એટલે દરેક વ્યક્તિની સ્વસ્ફુરીત ચેતના, સંકટકાલમાં જે પ્રતિષેધનો ઉપાય સ્વયં સ્ફુરીત થાય એ બ્રહ્મા... बृंहति वर्द्धते यः ब्रह्मा ।
બ્રહ્મા એ પ્રાણીમાત્રની મૂળ ચેતના (creative energy) નું રૂપક છે.
બ્રહ્માએ પણ આયુર્વેદને રચ્યો નથી, પણ स्मृत्वा એટલે પહેલા થી સ્મૃતીમાં સંગૃહિત હોવાથી તેને સ્મરણ કરીને પ્રજાપતિને કહ્યો છે.
પ્રજાપતિ એટલે એવી વ્યક્તિ કે જે હંમેશા પ્રજા ના હિત્ત માં એની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે.
અશ્વિની કુમારૌ જીજ્ઞાસુ અને કર્માભ્યાસુ છે. અશ્વ ની જેમ કાર્ય કરવા માટે ત્વરીત અને બળવાન રહે છે. A True Medical practitioners or clinicians એમને પ્રજાપતી પાસેથી આયુર્વેદને જાણ્યો અને પ્રેકટીકલી એપ્લાય કરીને આયુર્વેદને માણ્યો છે. ઇન્દ્ર આજના યુગ પ્રમાણે શાસક સરકાર કહી શકાય, રાજા પોતે પ્રજાના કલ્યાણ માટે જુદાંજુદાં વિષયોને જાણે સમજે અને એ એટલા માટે શીખવા પડે કેમ કે, પ્રત્યક્ષ અનુભવ મેેળવેલ હોય તો પછી નીચેના અમલ કરવા વાળા અધિકારીઓએ વિષયોને પ્રજાની સુખાકારી માટે કેવી રીતે કાર્ય પરીપૂર્ણ કરે છે એની રૂપરેખા અને યથાર્થ અમલવારી કરાવી શકે છેે. રાજા, એ પ્રજા ના કોઇ યોગ્ય અને વિચક્ષણ પ્રતિનીધીને આવું જ્ઞાન આપે છે.
કેમકે સમગ્ર પ્રજા સુધી રાજા સ્વયં એકલો પહોંચી શકતો નથી.
ભારદ્વાજ ઇન્દ્ર પાસે જાય છે...
ચરકસંહિતા પહેલા રચાયેલ અગ્નિવેશતંત્ર ઉપનિષદકાલીન છે, એટલે એમાં વેદોના દેવતા પ્રમુખ પણે આવે છે, બ્રહ્મા, પ્રજાપતી, ઇન્દ્ર આદી, અગ્નિવેશતંત્રનો કે ચરકસંહિતાનો પ્રથમ અધ્યાય દીર્ઘ જીવન નો છે, જે પ્રમાણે જ અધ્યાયની વિષયવસ્તુ આપવામાં આવેલ છે,
મૂળ જીજ્ઞાસા અને આવશ્યકતા, લાંબુ પણ સુખમય જીવન મેળવવા ની છે...
સુશ્રુત સંહિતામાં આયુર્વેદનું અવતરણ બ્રહ્માથી ઇન્દ્ર સુધી સરખું છે પણ અહિંયા ભારદ્વાજને બદલે ધન્વંતરી ઇન્દ્ર પાસેથી આયુર્વેદ લઇ આવે છે.
આ સંહિતા નિર્માણ વખતના એ કાલખંડના મનુષ્યો એ જે શ્રુતિ વચનો અન્ય વિચક્ષણ ગણમાન્ય ૠષિ મુનિઓ પાસેથી સાંભળેલ હોય એનો પ્રભાવ છે.
અગ્નિવેશતંત્ર ઉપનિષદ કાલીન છે જયારે સુશ્રુતસંહિતા પુરાણો ના સર્જન પછી ની છે. સુશ્રુતએ વિશ્વામિત્રના પુત્ર અને ધન્વંતરીના શિષ્ય છે. સુશ્રુતનો સમયકાળ શરુઆતના પૌરાણીક યુગનો છે. અહિંયા પૌરાણીક યુગની માન્યતા અને દેવો જણાવા મળે છે.સુશ્રુતનો પહેલો અધ્યાય वेदोत्पति છે. ચરક સૂત્ર ના 30 માં અધ્યાયમાં આવતુ અષ્ટાંગ આયુર્વેદનું વર્ણન અહિં પહેલા અધ્યાયમાં સમાવિષ્ટ છે. જેમ પુનર્વસુ આત્રેયના છ શિષ્યો છે એમ ધન્વંતરીના પણ સુશ્રુત ઉપરાંત છ શિષ્યો છે. પુનર્વસુ શિષ્ય પરંપરામાં
અગ્નિવેશ પ્રમુખ છે અને શિષ્યોની યાદી માં પ્રથમ નામ છે.
ધન્વંતરીના શિષ્યોમાં સુશ્રુત મુખ્ય છે, પણ શિષ્યોની યાદી માં અંતીમ નામ છે.
કશ્યપ કે કાશ્યપ પરથી ચંદ્રવંશી રાજાઓના काशि કહેવામાં આવે છે. આ કાશિવંશના રાજાઓનો શાસકપ્રદેશ આર્યાવ્રત માંથી પસાર થતા કર્કવૃતની ઉપર તથા નીચે આશરે 200 માઇલ વિસ્તાર માં ફેલાયેલ હતો. કાશ્યપ ૠષિ પણ સીધા જ ઇન્દ્ર પાસે આયુર્વેદ ભણ્યા હતાં અને એમને કૌમારભૃત્યુને પ્રાધાન્ય આપીને સંહિતા રચેલ હતી. કયાંક ને કયાંક સુશ્રુત સંહિતા પણ કાશ્યપસંહિતાના સીધા પ્રભાવ હેઠળ આવે છે અને કાશ્યપ સંહિતામાં પણ ચરકસંહિતા ની જેમ જ અને ક્રમ માં આઠ સ્થાનો આપેલ છે. પણ આ ક્રમ સુશ્રુતમાં જળવાતો નથી.
એવું પણ બન્યું હોય કે... ભારદ્વાજ પ્રથમ ઇન્દ્ર પાસે ભણવા ગયા હોય અને પછીથી કાશ્યપ અને છેલ્લે કાશિરાજ દિવોદાસ પણ ગયા હોય. જેથી ત્રણ શાખાઓમાં પૃથ્વીવાસીઓને આયુર્વેદની કાય, કૌમારભૃત્યુ અને શલ્યની શાખાઓના પ્રવર્તક મળ્યા હોય ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો