મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2019

ચરકસંહિતા નિદાનસ્થાન -1 निदानपंचकम्

સ્વયં બ્રહ્માએ પણ, સ્મરણ કરીને જયારે 
            આયુર્વેદશાસ્ત્રને ઉપદેશેલ ત્યારે,    
            त्रिसूत्रीय आयुर्वेदः  કહેવાયેલ છે.
ત્રિસૂત્રીય એટલે हेतु - लिंग અને औषध.
हेतु એટલે વ્યાધિ વિકાર થવાના કારણો.
      અગ્નિવેશતંત્ર,  જે આજે ચરકસંહિતાના નામે આ લોકમાં વિખ્યાત છે. એના આઠ સ્થાન પૈકી निदानस्थान, विमानस्थान  અને शारीर स्थान, એ ત્રણ त्रिसूत्रीय आयुर्वेदः પૈકી हेतुम् નું પ્રતિનિધિત્વ મુખ્યત્વે કરે છે.
लिंगम्  એટલે વ્યાધિ-વિકારના પ્રગટ લક્ષણો
          ઉપરાંત વ્યાધિની ચિકિત્સા કરતાં સમયે અપચાર
થવાથી થતાં ઉપદ્રવ અને મૃત્યુુસુચક અરીષ્ટનો પણ સમાવેશ કરતાં વિશાળ અર્થમાં છે. ચરકસંહિતાના इन्द्रियस्थान અને चिकित्सास्थान, એ  त्रिसूत्रीय आयुर्वेद માં लिंग નું પ્રતિનિધિત્વ કરે છે.
औषधम्  નો સમાવેશ ચિકિત્સાસ્થાનમાં તો થાય જ છે પણ દ્દઢબલકૃત कल्पस्थान અને सिद्धिस्थान પણ એનું  પ્રતિનિધિત્વ કરે છે.
       દરેક સંહિતાનું सूत्रस्थान એ ઘણું મહત્વનું અને સમગ્ર સંહિતાની Key Notes જેવાં મહત્વના મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

इह खलु हेतुः निमित् आयतनम् कर्ता करणम्  प्रत्ययः समुत्थानम् ; निदानम् इति अन-अर्थ-अन्तरम् ।
निदानम् શબ્દને જુદાં જુદાં વિદ્યાશાસ્ત્રોમાં  हेतु, निमित, आयतन, कर्ता, करण, प्रत्यय, समुत्थान જેવાં અર્થો અને શબ્દોના પર્યાય તરીકે પ્રયોજવામાં આવેલ છે. પણ ખરેખર તો, આ બધા શબ્દો અને "નિદાન" શબ્દ વચ્ચે  મૂળ-અર્થનું અંતર છે જ નહી.
निश्चयं दीयते अनेन् इति निदानम् ।
જે નિર્ણય આપે છે એ નિદાન કહેવાય છે.
સ્થૂલ અર્થમાં, निदान એટલે જેનાથી, કંઇક ઉત્પન્ન થાય છે એને નિદાન - કારણ કહે છે.
तत् त्रिविधम् अ-सात्म्य-इन्द्रिय-अर्थ-संयोग: प्रज्ञा-अपराध
परिणामः च इति ।
તે, એટલે કે રોગ ઉત્પન્ન કરનારાં નિદાન,
1...ઇન્દ્રિયોનો,  પોતપોતાના વિષય સાથે નો સંયોગનું અસમ્યક થવું...
2...પ્રજ્ઞાપરાધ... આમ થશે એવું જાણ હોવા  છતાંય કાર્ય કરવાની  કુટેવ.
3...પરીણામ... કોઈક કાર્ય અથવા ક્રિયાનું ફળ
એમ  ત્રણપ્રકારે હોઈ શકે છે,
શાસ્ત્રોમાં ઇન્દ્રિયો બે પ્રકારે કહેવાઇ છે.
1. ज्ञानेन्द्रिय જેમાં श्रोत, त्वचा, चक्षु, जिह्वा અને घ्राण  નો સમાવેશ  થાય છે.  આ કાન, ત્વચા, આંખ, નાક અને જીભ દ્વારા દરેક સજીવને  અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નું જ્ઞાન કે બોધ થાય છે.
2. कर्मेन्द्रिय જેમાં वाक्, हस्त, पाद, पायु(गुदा), અને उपस्थ (जननेन्द्रिय) નો સમાવેશ  થાય છે...
આ બે પ્રકાર માં સમાવિષ્ટ દશ ઇન્દ્રિયો અને,  એને સબંધિત કાર્યો એટલે  કે વિષયોનો असम्यकयोग જે हिन, मिथ्या અને अतियोग  એમ  ત્રણ પ્રકારે થાય છે.
मनः એ આ બધી ઇન્દ્રિયોનો સ્વામી કહેવાય છે.પણ મન,  બુદ્ધિ, અહંકાર અને ચિત્ત  આ ચારેયનો પરસ્પરનો
અસમ્યકયોગ થાય તો प्रज्ञापराध નામે निदान બને છે.परिणाम નામે નિદાન એ काल-अवधि ફેકટર્સ સાથે સંકળાયેલ છે.
कालो हि सर्वम् परिणमयत इति अतः परिणाम इति उच्यते ।
સ્થૂલ અર્થમાં પરિણામ એ  નિયતી અથવા પ્રારબ્ધ સાથે પણ સબંધિત  કહેવાયું છે.

अतः त्रिविध विकल्पा व्याधयः प्रादुर्भवन्ती आग्नेय सौम्य वायव्याः द्विविधाः च अपरे राजसाः तामसाः च ।।
આ ત્રણ પ્રકારના નિદાનોથી, વ્યાધિના ત્રણ વિકલ્પ, આગ્નેય - पित्तज, સૌમ્ય- कफज અને વાયવીય - वातज  બને છે.
આ ઉપરાંત બીજા બે વિકલ્પ, રાજસ અને તામસ છે. 
આ સૂત્ર માં સમજાવવા માંગે છે કે, ત્રિદોષથી થતી શારીરિક વ્યાધિઓ અથવા રાજસ અને તામસ દોષ થી થતી માનસિક વ્યાધિ ના મૂળમાં, નિદાન તરીકે અસાત્મ્યઇન્દ્રિયઅર્થસંયોગ, પ્રજ્ઞાપરાધ અને પરીણામ એ ત્રણ જ હોય છે.
तत्र व्याधिः आमयो गद् आतङ्को यक्ष्मा ज्वरो 
विकारो रोग इति अन-अर्थ-अन्तरम्  ।।
વ્યાધિ, માટે જે જુદાં જુદાં શબ્દો; આમય, ગદ, આંતક, યક્ષ્મા, જવર, વિકાર, રોગ, વપરાય છે એ બધાના મૂળ અર્થ-ભાવમાં કોઇ મોટું અંતર કે જુદાંપણું હોતું નથી.
तस्य उपलब्धिः निदान पूर्वरूप लिङ्ग उपशय संप्राप्तितः ।
તેના, એટલે કે વ્યાધિ ની ઉપલબ્ધિ (ઉત્પન્ન થયેલ બિમારીને જાણવાં સમજવાં ) માટે નિદાન, પૂર્વરૂપ, લિંગ, ઉપશય અને સંપ્રાપ્તિ  જાણવી જરૂરી બને છે.
तत्र निदानं कारणम् इति उक्तम् अग्रे ।
જેમાં નિદાન - કારણને આગળ કહેવાયું છે.
पूर्वरूपं प्राक् उत्पत्ति लक्षणं व्याधेः ।
પૂર્વરૂપ એ વ્યાધિની શરૂઆતમાં ઉત્પન્ન થતું લક્ષણ છે.
प्रादुर्भूत लक्षणं पुनः लिङ्गम् , तत्र लिङ्गम् आकृतिः लक्षणम् चिह्नं संस्थानं व्यञ्जनं रूपम् 
इति अन-अर्थ-अन्तरम् अस्मिन् अर्थे ।।
પ્રગટ થયેલ વ્યાધિના જે જે લક્ષણો સ્પષ્ટ જણાય એ બધાંને લિંગ છે, તે લિંગ ના  અન્ય પર્યાય માં, આકૃતિ, લક્ષણ, ચિહ્ન, સંસ્થાન, વ્યંજન, રૂપ  આવે છે, આ બધા શબ્દોનો મૂળ ભાવાર્થ જુદો નથી હોતો.
उपशयः पुनः हेतु-व्याधिविपरीतानाम्  विपरीत-अर्थ कारिणाम् च औषध-आहार-विहाराणाम् उपयोगः सुख-अनुबंध ।।
થયેલ બિમારીનાં કારણોથી વિરૂદ્ધ, અને એનાં अर्थ એટલે  મૂળ નિદાનોના ગુણકર્મો  થી પણ વિરૂદ્ધ , જે ઔષધ, આહાર  અને વિહારથી એ બિમારીમાં સુખ મળતું હોય તો, એ વિપરીત
ઔષધ, આહાર અને વિહાર ને સંયુક્ત કે સર્વનામની રીતે ઉપશય કહેવાય છે...
આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રનો આ "ઉપશય" શબ્દ એ Allopathy Treatment નો મૂળ સિદ્ધાંત બતાવે છે.
संप्राप्तिः जातिः आगतिः इति अन-अर्थ-अन्तरम् व्याधेः सा संखया प्राधान्य विधि विकल्प बल काल विशेषैः अभिद्यते ।
સંપ્રાપ્તિના પર્યાય, જાતિ અને આગતિ એ પણ મૂળ ભાવાર્થની દ્રષ્ટિએ પરસ્પર જુદાંપણું દર્શાવતાં નથી, સંપ્રાપ્તિના;  સંખ્યા, પ્રધાનતા, ચિકિત્સાની વિધિ તથા વિકલ્પ, વ્યાધિ તથા રોગીનું બલ અને અવસ્થાની વિશેષતા વગેરેથી જુદાં જુદાં પ્રકાર થાય છે.
संखया तावत् यथा अष्टौ ज्वराः 
पञ्च गुल्माः सप्तकुष्ठानि एवं आदि । 
સંખ્યા સંપ્રાપ્તિનાં ભેદ, જેમ કે, આઠ પ્રકારના તાવ, પાંચ પ્રકારના ગુલ્મ સાત પ્રકારે કૃષ્ઠ વિગેરે દર્શાવાય છે.
प्राधान्यं पुनः दोषाणाम् तर-तमाभ्यां योगेन 
उपलभ्यते तत्र द्वयोः तर, त्रिषु तम इति ।।
વ્યાધિની સંપ્રાપ્તિમાં એકથી વધારે દોષોનો યોગ થયો હોય,
ત્યારે એ  યોગ થયેલ  દોષનું  પ્રાધાન્ય,  તર અને તમ;  શબ્દ - પ્રત્યય થી દર્શાવાય છે. બે દોષો એકત્ર થયેલ હોય તો तर અને ત્રણ દોષો ભેગાં થયેલ હોય તો तम કહેવાય છે. આ તર - તમ  વિષયે, વિશેષ જાણકારી ચરકસંહિતા સૂત્રસ્થાનના 17માં અધ્યાયમાં આપેલ છે.
આધુનિક  દ્રષ્ટિકોણથી વ્યાધિની બાબતે तर એટલે Moderate અને तम થી Severe વ્યાધીનો ભેદ આપી શકાય.
विधिः नाम द्वि-विधा व्याध्यो, निज आगन्तु भेदेन् 
त्रि-विधाः त्रिदोष भेदेन्  चतुःविधाः साध्य असाध्य मृदु दारुण भेदेन् ।।
સંપ્રાપ્તિમાં विधि થી ક્રિયાવિધિ અથવા ક્રમ સમજી શકાય છે.
વિધિ-સંપ્રાપ્તિના બે પ્રકાર માં નિજ અને આગંતુક વ્યાધિઓનો સમાવેશ થાય છે. વિધિ-સંપ્રાપ્તિમાં  ત્રણ પ્રકાર એ ત્રણ દોષોને અનુલક્ષી ને છે, તથા ચાર પ્રકાર એ વ્યાધિની સાધ્યતા, અસાધ્યતા, મૃદુતા અને દારૂણતા આધારીત  છે.
समवेतानाम् पुनः दोषाणाम् अशांश बल विकल्पो  विकल्पो अस्मिन् अर्थे । આ સૂત્ર માં વિકલ્પ-સંપ્રાપ્તિ વિશે જણાવેલ છે, સમવેત એટલે કે એકથી વધારે ભેગાં થયેલ દોષો. આ દોષોમાં દરેક દોષનું અલગ અલગ રીતે બળ કેટલું રહેલ છે એ જણાવતી સંપ્રાપ્તિને વિકલ્પ સંપ્રાપ્તિ કહે છે.
बल काल विशेषः पुनः व्याधीनाम् ऋतु अहो-रातः 
आहारकाल विधि विनियतो भवति ।।
બલ-કાલ-વિશેષ  સંપ્રાપ્તિ માં,  રોગ અને રોગીનું બલ ;
ૠતુ, દિવસ, રાત, ભોજનના સમય ; દરમિયાન કેવુંક રહે છે ?
એ પ્રમાણે જે ચિકિત્સા કે ક્રિયાવિધિને સુચવવાની હોય છે એનું વિવેચન કરાય છે.
तस्मात् व्याधीन् भिषक् अनुपहत सत्व बुद्धिः 
हेतुः आदिभिः भावैः अथ अवदनुबुध्येत ।।
જે ચિકિત્સકનાં સત્વ(મન) અને બુદ્ધિ  નાશના પામ્યાં હોય તેણે, તે બિમારીના હેતુ(નિદાન) વિગેરે ભાવોને બહુવિધ આયામથી જાણવાં જોઇએ.
इति अर्थ संग्रहो निदानस्थानस्य उद्दिष्टो भवति तं विस्तरेण उपदिशन्तो वयं भूयः तरतमतो अनुव्याख्यास्यामः ।।
ઉપર ના સૂત્રોમાં વર્ણવેલ  આખોય વિષય निदानपंचक તરીકે આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર માં પ્રસિદ્ધ છે... નિદાનપંચક થી વ્યાધિ ની ઉત્પત્તિ તથા એની ચિકિત્સા કેવી રીતે કરવી એનો બોધ થાય છે. ચિકિત્સા માટે સંપ્રાપ્તિ ની સમજ  જરૂરી છે,
આથી અંતે લખેલ છે કે,આ નિદાનસ્થાનમાં ઉપર પ્રમાણે નિદાનપંચકનું પ્રાસંગીક વિવેચન કરેલ છે, હજુ  तरतम भेद થી વ્યાધિઓનું વર્ણન આગળ કરાતું રહેશે.




ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...