માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો, કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ?..
૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે.
જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું.
દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.
એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.
પરંતુ હું તો અને ઉજવણી નો દિવસ કહીશ.
આપણે આપણી ભાષા માટે આજે ગૌરવ લેશું.
ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી,
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.
જે ભાષાએ આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ,
ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે.
માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે?
જે ભાષામાં વિચારવાનું,
લાગણીઓ અનુભવવાનું,
તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું,
મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.
આ ભાવ આંખ અને દિલ જે અનુભવે છે ત્યારે તેની અસર ચિરકાળ રહે છે.
કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષા નું જ્ઞાન હોય
પણ તેને વિચારો કે સપના તો તેને પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે.
ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજુ કરે
ફાધર વાલેસ ઘણા વર્ષોથી કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.
માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું,
માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.
મા,માતૃભાષા અને માતૃભૂમિનો
અન્ય કોઇ વિકલ્પ નથી!
ટુંકમાં,
માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ.
અંગ્રેજીને ભાંડવાથી આપણી માતૃ ભાષા જીવી નહીં જાય
ગુજરાતી ઘેલાં છે પણ એટલા જ બુદ્ધિશાળી ને વ્યહવારૂ છે...
ઇઝરાયેલ જેવું રાષ્ટ્ર પોતાની રાષ્ટ્રભાષા હિબ્રુ માં અંગ્રેજી ના જ્ઞાનગ્રંથો ને સાત વર્ષ સુધી અનુવાદ કરી ને માતૃભાષા નું જતન પ્રસાર કરી શકે તો આપણે કેમ નહી ? ચીને પણ ચાઇનીઝ ભાષામાં ગ્રંથો અનુવાદીત કર્યા છે.. જર્મની માં અંગ્રેજી કરતાં સંસ્કૃત ને વધારે પ્રાધાન્ય છે અને મોટાભાગનો વ્યવહાર જર્મન ભાષામાં થાય છે ... આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે પણ વ્યવહાર માં તો સુપ્રિમ કોર્ટ ના વડા પણ અંગ્રેજી માં દલીલ અને વક્તવ્ય નો આગ્રહ રાખે છે !!
રાજનૈતિકક્ષેત્ર નો એનો પોતાના સ્વાર્થજન્ય સમસ્યાઓ છે...
મૂળ ગુજરાતી અને સંસ્કૃત ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ માં ભણાવવા ફરજ પાડવા ની ઘેલેચ્છા ને માતૃભાષા પ્રેમીઓ જ સમજણ આપી સુધારી શકે...
લાગણીઓ પછી ક્રોધાવસ્થા માં કે પ્રેમાવસ્થા માં નીકળેલા શબ્દો માતૃભાષાના જ હોય છે.. માતૃભાષા હૃદય થી પ્રગટે છે... મગજ થી વ્યક્ત થતી ભાષા સ્વાર્થ સિદ્ધ કરનારી તર્ક પ્રધાન હોય છે .
છતે માઁ એ,પારકી માઁ સારી લાગે ખરી ?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો