ब्रह्मा શબ્દ વિશે ઊંડુ ચિંતન થાય તો...
ઘણુ બધું સરળતાથી સમજાય જાય...
હેમચંદ્રાચાર્ય એ विरञ्च અને विरञ्चि શબ્દને બ્રહ્મા એવો અર્થ આપેલ છે. દસમા ગણની મૂળધાતુ વિરચયત્ પરથી આ શબ્દ આવે છે, જે ગોઠવવું, રચવું, ઉત્પન્ન કરવાના અર્થ માં છે અને આ કાર્ય કર્યા પછી કર્તા મોહરહિત થઇ જાય છતાંય એ નિરંતર એનાં સાનિધ્યમાં રહેતો હોય એવાં કર્તા માટે विरञ्चि શબ્દ વપરાય છે ...
પોષણ પામીને પૃષ્ટ કે વિસ્તૃત થવાના અર્થ માં વપરાતી
बृः ધાતુમાંથી બ્રહ્મ કે બ્રહ્મા શબ્દ આવે છે
बृ + अहम् = ब्रह्मा સમજી શકાય છે...
સાધકનો અનુભવ હોય છે કે, જયારે એ યોગના ઊંડા અભ્યાસ માં જાય ત્યારે વિચાર શુન્ય થાય છે
સાથે સાથે એનાં શરીરનું અસ્તિત્વ ફેલાઇ ગયું હોય એવું લાગે છે એ સૃષ્ટિ સાથે એકાકાર થઇ જાય એટલો વિસ્તાર ને પામ્યો હોય એવી એને અનુભૂતી થાય છે...
ઉત્તમ નૃતક ને આવી સમાધિ સહજ હોય છે.
યોગ સમાધીનો અનુભવ શબ્દોમાં એકઝેટલી વર્ણવી શકતો નથી, આથી આ અનુભવને અણીમા, લાઘ્વીમા જેવી અષ્ટસિદ્ધિ કે ખેચરી જેવી સ્થિતીમાં વર્ણવાની કોશીષ કરી છે. બાકી તો गूंगे का गुड ...
બ્રહ્માના મૂર્તિવિધાન શિલ્પશાસ્ત્રમાં ચારમુખ વર્ણવેલ છે અથવા ચારવેદો ચારમુખેથી ઉત્પન્ન થયેલ છે
એમ દર્શાવે છે ...
પછી થી પુરાણોમાં એક મસ્તકને નષ્ટ કરી દેવાય છે...
આ પણ સમજવા જેવું છે બ્રહ્મા એટલે જાણતા રહેવું સમજતાં રહેવું અને નિષ્કર્ષ રજૂ કરતાં રહેવું...
પણ માત્ર બાહ્ય જગતને જાણવું પુરતું નથી
આધ્યાત્મિક યાત્રા કે આભ્યંતર જગતને જાણવું પણ જરૂરી છે
આથી બ્રહ્માનું એક મુખ અંદરના રહસ્યો જાણવા માટે અંદરની તરફ કરી દેવાય છે જેને કેટલાંક "પાડી દીધું " એમ કહે છે.
વિશ્વ ની એક માત્ર સંસ્કૃતિ અને ધર્મસંપ્રદાય, આપણો જ એક એવો છે કે જ્યાં દેવોનું પણ સર્જન થાય છે તથા વિસર્જન પણ કરાય છે...
બ્રહ્માના મંદિરો કે પૂજન બહુ થતાં નથી...
કેમ કે,
સાગરને ગાગરમાં સમાવવોનો કોઇ ઉપાય નથી...
વળી જેને જાણ્યું એ એનો પોતાનો અનુભવ છે એટલે એની પૂજા કરીને અન્યને કશું પ્રાપ્ત ના થાય
પ્રાપ્ત કરવું હોય તો એ રસ્તે પ્રયત્ન જાતે જ કરવો પડે.
બ્રહ્મા સાથે મન ના સત્વગુણ તથા શારીર નો પિત્ત દોષ સંકાળાયેલ છે પણ અભિવ્યક્તિ શ્વેતરંગથી દર્શાવેલ છે.. બ્રહ્મ-કમળ સોનેરી ઝાંય લેતુ સફેદ અને વિસ્તૃત બતાવેલ છે..
તીવ્ર જીજ્ઞાસા અને મહેનત એ પિત્તની ઉષ્ણતા છે
પણ જયારે અંતિમ સાર હાથ લાગે એ રાખ જેવો હલકો અને શુભ્ર તથા કોઇપણ અશુદ્ધિ વિનાનો પરમ સૂક્ષ્મ અને શિઘ્ર કલ્યાણકારી હોય છે જેમ ભસ્મ હોય છે એમ...
આધુનિક સંશોધન માં પણ બ્રહ્મ ને કૉસ્મીક એનર્જી કે સુપર સબ કોન્સીયસ માઇન્ડ સાથે સમન્વય કરાય છે..
જગત માં કશુ કયારેય નાશ પામતું નથી.
E = mc2 .... આ પણ બ્રહ્મવાકય છે...
આયુર્વેદ ના અવતરણ માં લખેલ છે ब्रह्मास्मृत्वा
બ્રહ્મા એ પણ સ્મરણ કરીને દક્ષપ્રજાપતિ ને આયુર્વેદ કહ્યો...
એટલે કે આયુર્વેદ ને બ્રહ્મા ને પણ સ્મરણ કરવાથી જ પ્રાપ્ત થયેલ છે અર્થાત્ બ્રહ્મા એ કહ્યો એ પહેલાં પણ આયુર્વેદ નું અસ્તિત્વ હતું જ...
ભારદ્વાજ ને આયુર્વેદ ના પ્રવર્તક માનવામાં આવે છે.
પ્રવર્તક માં પ્ર પૂર્વગ છે...
પ્રવર્તક શબ્દ મનુષ્ય માટે જ વપરાય છે..
આથી મે લખ્યું ભારદ્વાજ...
આ અતિ વેદકાલીન છે...
માત્ર કલ્પના નથી... શ્રી ક.મા. મુનસીએ...
ભારદ્વાજ અને દુષ્યંત ને સમકાલીન બતાવેલ છે.
બ્રહ્મ એટલે પોતાનો જ વિસ્તાર કરવો...
આ મોક્ષ મેળવવાની એક રાહ છે...
अहं ब्रह्मास्मि ની જયારે અનુભૂતિ થાય
ત્યારે
મહાવીર થી અહિંસાનો આગ્રહ થઇ જાય.
મહંમદને નિરાકારી અલ્લાહનો ખ્યાલ આવી જાય.
સમગ્ર સૃષ્ટિ પોતે જ છે એવું લાગે તો, કોઇ સૂફી
अनहलक કહે કે યોગી ને અનાહત્ નાદ ગુંજે.
ઉપનિષદનો ऋषि "તત્વમસિ" કહે તો,
સિદ્ધ तु ही तु કહે.
બ્રહ્મ = બૃ + અહમ્
પોતે જ પોતાનો વિસ્તાર કરવાનો છે
તો, બ્રહ્મચર્ય કે બ્રહ્મચિંતન કે બ્રહ્મવિદ્યા કે બ્રાહ્મણનો અર્થ યથાર્થ સમજાશે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો