વાંચનાર ને વિચારતાં કરી મુકે એવો જીજ્ઞાસાસભર પ્રશ્ન છે કે નહી ?
લગભગ 2010 થી સ્માર્ટફોન ફે.બુ. અને વૉ.એ. ના રવાડે આપણે ચઢી ગયા છીએ જીવન નો અને દિવસ રાત નો મોટાભાગ નો સમય આપણે એમાં વ્યતીત કરી રહ્યાં છીએ...
પાઇની પેદાશ નહી ને, ઘડીની નવરાશ નહી....
દરેક નવિન ટેકનોલોજી આપણી સુખાકારી માટે જ શોધાયેલ હોય છે અને આ અનુભવ જન્ય સ્વિકારાયેલ તથ્ય છે એને નકારી શકાય એમ નથી.
સાથે સાથે એક અન્ય શાશ્વત સત્ય એ પણ છે કે કોઇપણ ક્ષેત્રે કોઇપણ પદાર્થ કે પ્રવૃતિ નો અતિરેક હાનિકર્તા જ હોય છે. એના અનિચ્છનીય દુષ્પરિણામ અવશ્ય સહન કરવા જ પડે છે.
આજે વ્યક્તિગત રીતે બધાજ અંતરમનથી સ્વિકાર્ય કરે જ છે કે, સ્માર્ટફોન, ફે.બુ. અને વૉ.એ. નો અતિરેક થવાથી, રોજીંદી જીવનચર્યા માં નિયમિતપણે રોજે રોજ ઓછાવત્તા અંશે અનિચ્છનીય દુષ્પરિણામ સહન કરવા પડે છે.
જાહેર માં अहं ના કારણે આ તથ્ય સ્વિકાર્ય ના થાય એ જુદી બાબત છે.
2010 પહેલાં સ્માર્ટફોન ફે.બુ. અને વૉ.એ. નું ચલણ આટલું નહોતું ત્યારે આપણે આપણા ફાજલ સમય નો ઉપયોગ કેવી કેવી પ્રવૃતિઓમાં કરતાં હતાં ?
કેટલાક મિત્રોએ જણાવ્યું કે ઓટલા-પરિષદ કરીને ચોવટ ચર્ચાઓ કરતાં..
જો કે એ આ સ્માર્ટફોન કરતાં વધુ સારી હતી, એમાં આત્મીયતા અને પરસ્પરનો નજીકનો સંબંધ અને લાગણીઓ રહેતી. આજે લાગણી વ્યક્ત કરીએ તો ફોર્માલીટી જેવું જ સામેવાળાને લાગે છે...
કેટલાંક જુદી જુદી રમતો પણ રમતાં જેથી એલર્ટનેસ અને દાવપેચની કોઠાસુઝ વિકસતી હતી.
જે કંઇ મનોરંજન માટે થતુ અથવા કરાતું એ દિલથી અને નિખાલસતાથી થતું ભલે પ્રમાણ માં નાનું હતુ પણ ઊડે સુધી એની છાપ છોડી જતું.
બાળકો જે શેરી- રમતો, સામુહીક રમતાં એમાં એમનું શરીરસોષ્ઠવ એમની જાણ બહાર જ જળવાઇ જતું અને સમુહમાં જે એકબીજા પ્રત્યે જે જે સારી કે કહેવાતી ખરાબ લાગણીઓ કે પ્રવૃતિ થતી એ સીધી મન સુધી છાપ છોડી જતી અને જીવન ના પાઠ શીખવતી...
આજે બાળકો સ્માર્ટફોન ફે.બુ. અને વૉ.એ. ના રવાડે ચઢી એકાકી બન્યા છે એને સ્વકેન્દ્રી થયા છે એવું તો ના કહી શકાય પણ બહુમુખી પણ થતાં નથી. સંકોચાઇ ગયા છે. આ સ્થિતિ એમનાં મન અને મગજ ની તર્ક અને કલ્પનાશક્તિ ને અસ્થિર બનાવી ને વિવેકબુદ્ધિ ને કુંઠીત કરી શકે છે...
સ્માર્ટફોન, ફે.બુ. અને વૉ.એ. પૂર્વે કહ્યું એમ માનવની સુખાકારી માટે જ શોધાયેલ કે નિર્માણ થયેલ વિજ્ઞાન આધારીત ટેકનોલોજી છે.
એનો સદંતર ત્યાગ કે નાશ હવે શક્ય નથી અને એવી કલ્પના કરવી પણ મહા મૂર્ખામી સિદ્ધ થાય છે...
સ્માર્ટફોન, ફે.બુ. અને વૉ.એ. દ્વારા આપણે જે પણ આજીવીકા ના ક્ષેત્ર માં હોઇએ અથવા બાળકો પોતાના અભ્યાસ અર્થે તથા ગૃહિણીઓ પોતાના વિશિષ્ઠ શોખ કે જેમાં નવિન વાનગીઓ બનાવવી, વિવિધ ક્રિએટીવ પ્રવૃતિઓ કરવી....
વિગેરે વિશેની પુરક માહિતી મેળવી શકે છે અને જીજ્ઞાસાઓ સંતોષી શકે છે સાથે સાથે પોતાની પ્રવૃતીઓની સફળતાનું શેરીંગ કરીને શ્રી સાથે ધન પણ મેળવી શકે છે...
જો કે હાલ તો સ્માર્ટફોન પર થતી
શેરીંગ પ્રવૃતી માં વિવેકવિહીન, હાસ્યાસ્પદ અનુકરણ જ ચાલે છે એમાં ઉપયોગી થાય એવો ટ્રેન્ડ આવવો જોઇએ.
ફે.બુ અને વૉ.એ. માં આપણ ને જે ક્લોઝ જાણતા હોય એવાં મિત્રો ને જ ઉમેરીએ તથા આપણી પ્રવૃતિઓમાં સહાય રૂપ થાય તથા આપણને શ્રી સાથે ધન નો પણ લાભ કરાવે.... માત્ર વાહ વાહ કરે એવાં નહી ... એવી વ્યક્તિઓને જ ઉમેરવા...
ફ્રેન્ડલીસ્ટ 5000 નું ફે.બુ માં હોય અને વૉ.એ પર 256 ના 10 ગ્રુપ હોય પણ સાંજ પડે, ના એકેય પ્રકાર ની ઉપયોગી થાય એવી નવિન જાણકારી મળે કે ના શ્રી કે ધન નો એક આનીનો પણ લાભ થાય તો એ શું કામ નું ?
ઘણીવાર તો લાઇક👍 પણ મળતાં નથી હોતાં...
સ્માર્ટફોન માં ઇન્ટરનેટ સર્ફિંગ નો ઉપયોગ મનોરંજન ઉપરાંત આપણા વ્યવસાયને લાગુ પડતી માહિતીઓ મેળવવા કરવો જોઇએ..
ગેમ્સ રમવાથી વ્યસનોની જેમ લાંબાગાળે દુષ્પરિણામ જ સહન કરવાના રહે છે...
મોબાઇલ માં ઇન્ટરનેટ સર્ફિંગ કે ફે.બુ. તથા વૉ.એ. માં ડોકિયાં કરવાનો... વપરાશ નો સમયગાળો નિશ્ચિત કરી રાખવો માનસિક ઉપરાંત શારીરિક સ્વાસ્થય જાળવણી હેતું જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો