બુધવાર, 19 જૂન, 2019

શિતલતા દેવી

પ્રસ્તૃત ઇમેજ એ..
ખેડબ્રહ્મા માં તાલુકા માં આવેલ શીલવાડ ગામ ના પ્રાચિન જાળી મંદિર ની છે.  આ ઇમેજ માં શિતલામાતા ની ચારભુજા વાળી પૌરાણીક કાળ ની મુર્તિ દ્રશ્યમાન થાય છે.
રાજવૈધ રસીકલાલ જે પરીખ ની સાબરકાંઠા ની વનસ્પતિ  પુસ્તક ના કવર પેજ પર છાપેલી છે...

ખેડબ્રહ્મા થી પૂર્વ તરફ  વિજયનગર કે પોળાજંગલ તરફ જતાં રાજય ધોરીમાર્ગ 147 પર આવેલ આ ગામ માત્ર 76 મકાનો ની વસ્તી ધરાવે છે અને વિજય નગર થી ખેડબ્રહ્મા તરફ આવતી હરણાવ નદી ના દક્ષિણ કાંઠે આવેલ છે સામા કાંઠે  દેરોલ નામે ગામ આવેલ છે બંન્ને કાંઠે પ્રાચીન  મંદિરો જોવા મળે છે સંભવતઃ જૈનમંદિર હોવા નું અનુમાન છે.. ખેડબ્રહ્મા થી શીલવાડ આશરે 10 કિ.મી ના અંતરે આવેલ છે ( ગૂગલ  મેપ માં Silvad નામે સર્ચ કરવું )
खरवाहन दिग्म्बरी सूपडु तारे माथ ।

निमकलश हाथ धर्यो मार्जरी चोथे हाथ ।।

પ્રાકૃત ગુર્જર ભાષા માં લખાયેલ આ ઉક્તિ શિતલામાતા નું વર્ણન કરે છે... અને આ ઉક્તિ એ શિતલા ના રોગી ના ઉપચાર નું પણ નિર્દશન કરે છે.

વિસ્તૃત વિવેચન ની પોસ્ટ ફરી કયારેક...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...