સુવર્ણપ્રાશન વિષયક બે પ્રશ્નો ...
જે ખરેખર વિચારણીય છે. અન્ય મિત્રો પણ પોતાના મંતવ્ય રજૂ કરે તો જ્ઞાનવૃદ્ધિ થશે. ..
🤔 કશ્યપ સંહિતા માં સુવર્ણપ્રાશન "પુષ્ય નક્ષત્ર " માં કરવું એવુ ઉલ્લેખ નથી તો સાંપ્રત સમય માં આ ટ્રેન્ડ કયાં થી અને શા માટે આવ્યો ?
🤔 સુવર્ણ, બ્લડ, બ્રેઇન બેરીઅર (BBB) ક્રોસ નથી કરતું તો બાળક મેઘાવી કેવી રીતે થાય ?
સુવર્ણપ્રાશન એ કશ્યપસંહિતાના સૂત્રસ્થાનમાં લેહાધ્યાય એટલે કે,
બાળક ચાટી શકે એવા લેહ્ય ખાદ્ય પદાર્થોની યાદી અને વિધિમાં વર્ણીત છે. ..
द्रव्याणां लेहनीयानां विधिश्चैवोपदेत्यते ।
विघृष्य धौते दषदि प्राડ્मुखी लघुनाડम्बुना आमथ्य मधुसर्पिभ्यां लेहयेत् कनकं शिशुम् ।।
सुवर्णप्राशनं ह्येतन्मेधाग्निबलवर्धनम् आयुष्यं मगंलम् पुण्यं वृष्यं वर्णयं ग्रहापहम् ।
मासात् परम मेघावी व्याधिभिर्न च धृष्यते षड्भिर्मासैः श्रुतधरः सुवर्णप्राशनाद्भवेत ।।
જરીક પાણી સાથે પથ્થર પર સોનું ઘસી અસમાન માત્રામાં ઘી તથા મધ સાથે શીશુંને ચટાડવુ. ..
એક માસમાં મેઘાવી અને છ માસ માં શ્રુતધર (સાંભળેલી વાત ધારણ કરનાર) થાય છે.
લેહ્ય બાળક ને સામાન્ય રીતે જન્મ ના છ માસ પછી અન્નપ્રાશન સંસ્કાર પછી અપાય છે.
ચરક, સુશ્રુત તથા વાગ્ભટ્ટે જાતકર્મ સંસ્કાર અંતર્ગત સુવર્ણપ્રાશનનો ઉલ્લેખ કર્યો નથી . ચરકે જાતકર્મ માં માત્ર મધુ સર્પિ એટલે કે ઘી અને મધ અસમાનમાત્રામાં ચટાડવા કહ્યું છે. જયારે વાગભટ્ટ અને સુશ્રુત માં જાતકર્મ માં સ્પષ્ટ મધ, ઘી અને अनन्ता સાથે બ્રાહ્મી રસમાં સદ્યોજાત ને આપવા કહ્યુ છે. સુશ્રુત ના ટીકાકાર ડલ્હણે अनन्ता નો અર્થ સુવર્ણ કરેલ છે જો કે વાગભટ્ટ ના ટીકાકાર ઇન્દુએ अनन्ता નો અર્થ दुर्वा કર્યો છે. અનન્તા થી દૂર્વા એટલે કે ધ્રો લેવી જ પ્રશસ્ત છે. સુશ્રુત કે વાગભટ્ટે આખી સંહિતા માં સુવર્ણ નો પર્યાય अनन्ता દર્શાવ્યો હોય એવું જણાતું નથી સંસ્કૃત સાહિત્ય ના શબ્દકોશ માં પણ સુવર્ણ નો પર્યાય अनन्ता જોવા માં આવતો નથી. ચરક ના ટીકાકાર યોગેન્દ્રનાથ સેન પણ ડલ્હણ પર થી જાતકર્મ માં સુવર્ણચુર્ણ ઉમેરવાનું લખે છે.
વાગ્ભટ્ટની વિશેષ વાત એ છે કે એમણે સુવર્ણપત્ર થી આપવા માત્ર નું કહ્યુ છે નહી કે , અંદર સુવર્ણચુર્ણ મીક્ષ કરવાનુ .
કશ્યપસંહિતામાં જાતકર્મ વિધિ જોવા મળી નથી કદાચ ખંડિત હોવાથી કેટલાક પ્રકરણ નાશ પામતા જાતકર્મમાં સુવર્ણપ્રાશન છે કે કેમ એ નિશ્ચિત થતુ નથી.
આમ સુવર્ણપ્રાશન એ ચરક સુશ્રુત વાગભટ્ટ અને કશ્યપ સંહિતા માં માત્ર લેહ્યયોગ છે એનો ઉપયોગ જન્મ ના છ માસ પછી જ્યારે બાળક લેહ્ય પદાર્થ હજમ કરી શકવાની સ્થિતી માં આવે ત્યારે અપાય છે વૃધ્ધત્રયીમાં જાતકર્મ સંસ્કાર અંતર્ગત સુવર્ણ નું પ્રાશન જોવા મળતું નથી ટીકાકારો દ્વારા પ્રક્ષેપીત છે .
હવે પુષ્ય નક્ષત્ર. ...
27 નક્ષત્ર પૈકી આઠમું અને નરી આંખે જોઈ શકાય એવુ નક્ષત્ર પુષ્ય છે. ૠગ્વેદ માં જેને तिष्य એટલે કે શુભ તથા अमरेज्य એટલે કે જે દેવતાઓ દ્વારા પૂજનીય છે કેમ કે, એ પોષણ કરવાવાળુ છે .જેને પ્રતિકાત્મક રીતે ગાયના આંચળ સાથે સરખાવેલ છે . આ નક્ષત્ર મનુષ્યને ગાયના આંચળમાં રહેલ દૂધ સમાન પોષે છે તથા સર્વપ્રકારે કલ્યાણકારી છે. ૠગ્વેદની મોટાભાગની ૠચાઓમાં મનુષ્યને આર્થિક ઉન્નતિ (એ સમયે કૃષિ = ખેતી ) માં સહાયક તમામ પ્રાકૃતિક તત્વો ની સ્તુતિ કરાયેલ છે. ..
વૈદિકકાળમાં નક્ષત્ર છે. મેષ કર્ક આદિ રાશીઓ એ પશ્ચિમી જગતની પેદાશ છે.
મધ્યકાલીન યુગ માં પૂર્વ - પશ્ચિમના જ્ઞાનનો સમન્વય જોવા મળે છે. .
એટલે ...
પુષ્ય નક્ષત્ર 3 ડિગ્રી 20 મિનીટ થી 16 ડીગ્રી 40 મિનીટ સુધી અન્ય નક્ષત્રની સાપેક્ષે સ્થિર અને સ્પષ્ટ હોય છે. આ દરમિયાન કર્ક રાશી હોય છે.
રાશી અને નક્ષત્ર એ વિશિષ્ઠ પ્રકારના તારા સમુહ પરથી નક્કી કરાયેલ હોય છે.
ચંદ્ર એ ધન નો દેવતા છે તથા કર્ક રાશીનો સ્વામી છે.
પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ ગ્રહ છે જે મંદ ગતિ વાળો છે જેથી એક સ્થાન પર લાંબા સમય સુધી સ્થિર રહે છે. આ નક્ષત્રનો અધિષ્ઠાતા ગ્રહ ગુરૂ છે જે અન્ય ગ્રહ કરતાં શુભ ગુણ કર્મ માં શ્રેષ્ઠ છે. તથા ગુરૂ એ ભારે હોઈ વધુ સ્થિર ગતિ ધરાવે છે.
પોષ મહિનાની પુર્ણિમાના દિવસે ચંદ્ર, પુષ્ય નક્ષત્રમાં હોય છેેે તથા નક્ષત્રના પ્રત્યેક ચરણમાં એ કર્કરાશીમાં સ્થિત રહે છેેે. .
આમ આ નક્ષત્રના ઉદય થી અસ્તકાળ સુધી શનિ, ગુરૂ અને ચંદ્ર ગ્રહની મેગ્નેટીક ઉર્જા અસર કરાતી કોઇ પણ ક્રિયા-વિધિ માં સ્થિરતા અને સમૃદ્ધિનો ગુણાંતરધાન થાય છે.
આથી બધા નક્ષત્રમાં પુષ્ય ને નક્ષત્ર નો રાજા ગણાય છે.
જો કે અહિં પણ અપવાદ છે કે, શુક્રવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ હાનિકારક અથવા અશુભ છે તેમજ પુષ્ય નક્ષત્રમાં તમામ માંગલિક કાર્યો કરી શકાય પણ વિવાહ - લગ્ન થતાં નથી.
નક્ષત્ર સંબંધિત વૃક્ષ ની ઉત્પત્તિ, સ્થિતિ વિચારણામાં પુષ્ય નક્ષત્ર સાથે પીપળો अश्वत्थ જોડાયેલ છે. તથા પુષા એ સુર્ય ના એક નામ પૈકી છે એટલે પુષ્ય નક્ષત્ર સીધો સંબંધ સૂર્ય સાથે પણ ધરાવે છે.
ઉપરોક્ત વિવેચનને અંતે સુવર્ણપ્રાશનની કશ્યપસંહિતા વર્ણીત લેહ્ય યોગ છે જેનો લાભ, સ્થિર તથા સમૃધ્ધ કરવા પુષ્ય નક્ષત્ર સાથે જોડી દેવાયું હોય એવુ લાગે છે.
અષ્ટાંગ સંગ્રહ માં ઉત્તરતંત્રના અધ્યાય 2 ના સૂત્ર 70 માં જે સારસ્વતઘૃત નો યોગ બતાવેલ છે એમાં पुष्ययोग એવું લખેલ છે જયારે સુવર્ણ ના ટૂકડાને અન્ય ઔષધિકલ્ક સાથે ગાયના દૂધ માં श्रुत એટલે કે ઉકાળવા કહેલ છે.
આ ઉપરાંત સંહિતાકાળમાં બહુમૂલ્ય અસર કરવા વાળા ઔષધયોગ આપતી વખતે કરણ, યોગ, નક્ષત્ર આદિ નો વિચાર ઠેક ઠેકાણે ઉલ્લેખનીય રીતે જોવા મળે છે.
ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ત્રણેય મહર્ષિઓ એ સુવર્ણભસ્મનો પ્રયોગ સુવર્ણ મિશ્રિત યોગ માં નથી કર્યો. સુશ્રુત સંહિતા ના ચિકિત્સા ના 28 માં અધ્યાય ના તમામ સુવર્ણ યુક્ત યોગો કે વાગભટ્ટ ના યોગ પણ ચેક કરી શકાય છે.
આજે માર્કેટ માં જે સુવર્ણપ્રાશન ના નામે પ્રોડક્ટસ વેચાણ થાય છે એમાં ભસ્મ આવે છે.
આ પોસ્ટમાં સુવર્ણપ્રાશન વિષયક જે પૂર્વે પોસ્ટ કરેલ એનું અનુસંધાન એટલે કે ભાગ - 2 રજૂ કરેલ છે...
પહેલાંની પોસ્ટ માં જોયું વાંચ્યું એમ સુવર્ણ નું પ્રાશન શિશું ને જાતકર્મ માં કરાવાયું નથી પણ લેહ્યયોગ એટલે કે બાળક જયારે ચાટી શકે એવાં પદાર્થો લેતું થાય ત્યારે એની मेधा ઉત્કૃષ્ટ થાય એ માટે કરાવાય છે.
ચરકસંહિતા ના શારીર સ્થાન અધ્યાય 8 માં નાભિનાલકર્તન બાદ तत् यथा मधुसर्पिषी मन्त्रोपमन्त्रिते यथा स्न्नायं प्रथमं प्राशितुमस्मै दधात् ।।
અહિં ચરકે સુવર્ણ નો ઉલ્લેખ કરેલ નથી...
સુશ્રુતસંહિતા માં કાશ્યપસંહિતા વર્ણિત મોટાભાગ ના વિષયોનું સંશોધન અને અનુસંધાન જોવા મળે છે... અને આજનો જે જાતકર્મ સિવાય બાળક ની 16 વર્ષ ઉંમર સુધી જે સુવર્ણપ્રાશન નો ટ્રેન્ડ સ્થાપિત થયો છે એ મૂળ તો કાશ્યપસંહિતા આધારીત જ છે...
પ્રશ્ન એ છે કે સુવર્ણ બ્લડ બ્રેઇન બેરીયર BBB ક્રોસ કરે છે કે કેમ ?
2017 માં થયેલા ઉંદરડા પર ના બે સાઇન્ટીફીક સ્ટડીઝ નો નિષ્કર્ષ જણાવે છે કે,
• સુવર્ણ ના નેનોપાર્ટીકલ્સ જે 12nm થી 50 nm સુધી ના હોય એજ BBB ને ક્રોસ કરી શકે છે
• એક સ્ટડીઝ માં ઇન્સ્યુલીન કોટેડ સુવર્ણના નેનોપાર્ટીકલ્સ જો બોડી માં ઇંજેકટ કરાય તો જ એ BBB ને ક્રોસ કરે છે.
• BBB ને ક્રોસ કરવા માટે આલ્કોહોલ કંન્ટેઇન, ફેટ સોલ્યુબલ કંન્ટેઇન અને દ્રવ્યો ના નેનોપાર્ટીકલ્સ જરૂરી છે.
સુવર્ણપ્રાશન માં શુદ્ધ સુવર્ણચુર્ણ ને બદલે સુવર્ણભસ્મ મેળવવામાં આવે છે. સંભવતઃ ભસ્મ માં સુવર્ણ ના નેનોપાર્ટીકલ્સ હોય તો એ BBB ને ક્રોસ કરી જાય પણ જો 50nm થી મોટાં હોય તો ક્રોસ કરવા માટે સંદિગ્ધતા ઉત્પન્ન થાય છે... આયુર્વેદીય રસશાસ્ત્રીય મૂળ સિદ્ધાંત પ્રમાણે જો ભસ્મ પરીક્ષા માં अपुनर्भव, निश्चंद्रिकात्व, वारितर વિગેરે પર ભસ્મ ખરી ઉતરવી જોઇએ હવે જો ભસ્મ માં નેનોપાર્ટીકલ્સ ની હાજરી હોય તો એ ભસ્મ ભસ્મ પરીક્ષા માં ખરી ઉતરે કે કેમ એ પ્રશ્નાર્થ છે અને જો ભસ્મ માં નેનોપાર્ટીકલ્સ ના હોય તો એનું આધુનિકતબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ ઇચ્છીત ચિકિત્સકીય લાભ મળતો નથી.
अ. सं. उ. अ 2 ના સૂત્ર 70 માં सारस्वतघृत ના પાઠ માં हेम/ સુવર્ણ સાથે અન્ય વનૌષધિ ના કલ્ક ને ગાયના દૂધ માં મેળવી એક પ્રસ્થ 64 તોલા ઘી પકવ કરવા લખેલ છે
અને સૂત્ર 71 માં लीढं वा सघृतक्षौद्रं वचा हेमरजोः अल्पशः संवत्सरं परं मेध्यं रक्षोघ्नं वा अग्निवर्धनम् ।।
એટલે સ્વયં સ્પષ્ટ છે કે સંહિતા માં સુવર્ણ સીધું જ વપરાયેલ છે સુવર્ણ ભસ્મ નહી...
સુવર્ણપ્રાશનની પ્રોડક્ટમાં સુવર્ણ કેવી રીતે મીક્ષ કરી શકાય ?
સુવર્ણને શરીર માં ખાદ્ય તરીકે જ પ્રવેશ કરાવવો હિતાવહ છે.
અરબ દેશોમાં સોનાની વરખ સીધી જ ખવાય છે, આપણે ત્યાં જેમ ચાંદી ની વરખ વપરાય છે. એમ....
સોનું 24 કેરેટ હોવુ જરૂરી છે.
બીજો એક તર્ક એવો છેકે. .. એનેમીક દરદીને Haematinics તરીકે લોહ - iron સોલ્ટ કે ક્ષાર સ્વરૂપે અપાય છે જેમકે, ferrous furmarate કે sulfate અથવા ferric ammonium citrate અથવા carbonil iron અથવા iron III hydroxide polymaltose અથવા sodium ferric gluconate અપાય છે
એવી રીતે સુવર્ણ - ગોલ્ડ ના પણ સોલ્ટ બનાવી ને વાપરી શકાય પણ .
સુવર્ણ ભસ્મને ગોલ્ડસોલ્ટ ના માની શકાય કેમકે એમાંથી ગોલ્ડના આણવીક તથા તાત્વીક ગુણો વૈજ્ઞાનિક પૃથ્થકરણમાં સાબિત થતાં નથી.
અને જો સાબિત થાય તો આયુર્વેદ રસશાસ્ત્રની ભસ્મપરીક્ષા માં એ ભસ્મ ખરી ઉતરી એમ ના કહેવાય.
મોર્ડન મેડિસિન માં Auranofin તરીકે ગોલ્ડ = સુવર્ણ ની preparations સંધીવા arthritis અને ગાઉટ માટે વપરાય છે.
સુવર્ણની રાસાયણિક સંજ્ઞા Au છે એ પરથી Auranofin અને એ પણ કશ્યપ સંહિતાના રેફરન્સની જેમ it appears to reduce imune responsiveness.
It inhibits the migration of mononuclear cells in area of information.
It may also stabilise lysosomal membrane hence damage to cartilage is presented. ..
મજા ની વાત એ છે કે , Auranofin ની Duration of action માં વર્ણવેલ છે કે, Terminal plasma half life at state is 26 days
એટલે દર 26 દિવસે ડૉઝ રીપીટ કરી શકાય અને દર મહિને પુષ્ય નક્ષત્ર આવે 💡
આ તર્ક અને હકીકતથી દર પુષ્ય નક્ષત્ર માં સુવર્ણ પ્રાશન કરવાનુ સમજી શકાય. ..
કશ્યપ તથા સુશ્રુત
સુવર્ણ ( જો કે અનુવાદકારે સુશ્રુત સંહિતા ના ચિકિત્સા ના 28 માં અધ્યાય માં સુવર્ણ ભસ્મ લખેલ છે જે શાસ્ત્રીય નથી. ) ને સીધુ જ પાણી સાથે ઘસી ને આપવા કહે છે. .
યાદ રાખવુ કે સોના ને લાગે કયાંથી કાટ ? અર્થાત્ સુવર્ણ નું ઓક્સીડેશન થવા વિશે પ્રશ્નાર્થ છે.
સુવર્ણનો પરમાણું ક્રમાંક 79 છે એની દરેક કક્ષામાં ઇલેકટ્રોન ની ગોઠવણી અનુક્રમે અંદર થી બહાર ની તરફ 2, 8, 18, 32, 18, 1 છે જયારે Oxidation states , −3,−2, −1, +1,+2, +3+5 (an amphoteric-oxide) રહે છે.
સુવર્ણપ્રાશન માં સુવર્ણભસ્મ સુશ્રુત અને કાશ્યપ સંહિતાની દ્રષ્ટિકોણ થી ગતકડું સિદ્ધ થાય અને ચરકસંહિતા સહિત સંહિતાકાળમાં ધાતુઓને ખુબ તપાવી પાણી આદી દ્રવ માં છમકારી ( બુઝાવી ) ને આપવા નો ઉલ્લેખ છે ...
જે સુવર્ણ માટે પણ લાગુ પાડી શકાય. .
ભસ્મ એટલે કે ધાતુનું મારણ એ
રસશાસ્ત્ર માં 11 મી સદી નું છે .. અને એક હકીકત એ પણ છે કે રસશાસ્ત્ર માં પ્રયોજાતા મુખ્ય ઘટકો પારદ - ગંધક આદિ એ સમયે ભારતવર્ષમાં કુદરતી રીતે પ્રાપ્ત નહોતો એક માત્ર અભ્રક ને બાદ કરતાં ..
એટલે માની શકાય કે રસશાસ્ત્ર એ પશ્ચિમી જગત માંથી પ્રક્ષેપીત થયુ હોઇ શકે. .
વિકાસ અહિંયા થયો હશે ..
મૂળમાં તો વનૌષધિની ઓળખ અને પ્રયોગ ના અજ્ઞાન તથા અછત ના કારણે ઉદ્ભવેલ શાસ્ત્ર છે.
માટે ઔષધિ પ્રયોગના મૂળ સ્ત્રોત માં જે પ્રયોગ કહ્યા છે એજ કરવા. .
સુવર્ણ ભસ્મ ને બદલે સુવર્ણ વરખ , ઘસારો કે છમકારી ને વાપરવુ જ યોગ્ય છે.
સુવર્ણ યુક્ત યોગો ની ચર્ચા સુશ્રુતસંહિતા ના ચિકિત્સાસ્થાન ના 28 માં અધ્યાય "મેધ્ય આયુષ્ય કામીય રસાયન" માં કરવામાં આવેલ છે એટલે કે સુવર્ણ ના પ્રયોગો અને યોગો मेधा ને વધારે છે.
મિત્રો એ જે ટિપ્પણી કરી કે સુવર્ણ પ્રભાવ થી કામ કરે છે તથા હૃદય એ मेधा નું સ્થાન છે માટે સુવર્ણ BBB ને ક્રોસ કરે કે નહી એ સુવર્ણ ના મેધ્ય કાર્ય માટે ચિંતન કરવું અસ્થાને છે...
मेधा શું છે એ સમજીએ...
મસ્તિષ્ક હંમેશા બુદ્ધિ / धी / જ્ઞાન સાથે સંબંધિત હોય છે જયારે હૃદય એ ભાવ પ્રધાન છે.
કોઇ સમસ્યા આવી પડે તો મસ્તિષ્ક એટલે કે બુદ્ધિપ્રધાન વ્યક્તિ એક કરતાં વધારે તર્કો રજુ કરશે વિચારે જ જશે કેમકે એની પાસે જ્ઞાન છે અને પરીણામે સમસ્યા ત્વરીત ઉકેલાતી નથી ઘણી વાર વધુ ઉલઝી જાય છે... હવે હૃદયથી જીવવાવાળી વ્યક્તિ ભાવપ્રધાન હોય છે એ સમસ્યા આવતાં શરણે થઇ જાય છે દિન સાથે શ્રદ્ધાવાન બની જાયછે અને વ્યહવાર માં જોવા મળે છે કે સમસ્યા ટળી જાય છે જેમ કે મીરાં અને નરસૈયો મુસીબતો ને ટાળી દે છે...
હવે જે મેધાવી છે એ તર્ક બુદ્ધિ તથા શ્રદ્ધાભાવ બંન્ને નો ઉપયોગ કરશે કુનેહ પૂર્વક ટૂંક સમય માં સમસ્યાનું સચોટ સમાધાન મેળવી લે છે...
अमरकोश માં મેધા ને धारणावती बुद्धिः કહી છે. વેદકાળ માં મેધ એ યજ્ઞ નો પર્યાય છે. મેધા એ યજ્ઞ ની પ્રજવલીત અને ઊંચી ઉઠી રહેલ જવાળા છે.
मेधा એ સાંભળેલા - વાંચેલા જ્ઞાન પર શ્રદ્ધાભાવથી પ્રત્યક્ષ કર્માભ્યાસ કરવાથી ઉત્પન્ન થાય છે... વેદકાળ થી પુરાણકાળ સુધી
मेधाकरं औषधं यथा :- शङ्खपुष्पी वचा सोमा ब्राह्मी ब्रह्मसुवर्च्चला । છે.
मेधा શરીર માં કયાં હોય અથવા ઉત્પન્ન થાય એ વિષય પર ચિંતન કરીએ તો हृदय વિશે ચિંતન કરવું પડે... ચરક અને સુશ્રુત સંહિતાઓ માં હૃદય ને ચેતનાસ્થાન બતાવેલ છે અને મન નું સ્થાન પણ એ જ છે જયારે આધુનિક તબીબી વિજ્ઞાન માં ચેતનાનું સ્થાન મસ્તિષ્ક છે.
ભેલસંહિતા માં ઉન્માદચિકિત્સા ના સંદર્ભે જણાવેલ છે કે મનનું સ્થાન મસ્તિષ્ક છે જયારે ચિત્ત એ હૃદય છે.
પ્રત્યક્ષીકરણ કરીએ તો આજે આપણે જેને HEART તરીકે ઓળખીએ છીએ એ શું સંહિતા વર્ણિત ચેતના નું સ્થાન હૃદય જ હોઇ શકે ?
હાર્ટ નું ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે પણ મસ્તિષ્ક નું હજુ સુધી શકય બન્યું નથી બીજી બાજુ બ્રેઇનડેડ વ્યક્તિ મશીન ના સહારે જીવિત કહી શકાય એવી સ્થિતી માં કેટલોક સમય રહી શકે પણ હાર્ટ ડેડ થાય તો, તુરંતજ શરીર મૃત્યું પામેલ જાહેર કરાય છે.
ચરક અને સુશ્રુત બંન્ને એ પ્રાકૃતપિત્ત ના કાર્યો માં मेधा એટલે કે intelligence બતાવેલ છે. પ્રાકૃતપિત્ત નું આ કાર્ય હાર્ટ તરીકે ઓળખાતા હૃદય માં થાય છે કે પછી ચરક સહિત સુશ્રુતે પણ માનેલ સર્વપ્રાણ તથા ઇન્દ્રિયોના આશ્રય એવાં મસ્તિષ્ક માં...
આનો ઉત્તર યોગવશિષ્ટ રામાયણ ના સર્ગ 78 ના શ્લોક નું 32 થી 37 માં મળે છે.
આ સૂત્રો માં બે પ્રકાર ના હૃદય દર્શાવે છે જે પૈકી એક ને हेयम् કહેલ છે જે આજે ઓળખાતા હાર્ટ સમાન છે અને બીજું उपादेयम् થી संवित् हृदयम् વર્ણવેલ છે જે ચેતનાસ્થાન સમાન છે.
એટલે મેધા ના ઉદેશ્ય થી ચિકિત્સા યોગો અપાય અને એમાં જો સુવર્ણ નો ઉપયોગ થાય તો એ યોગ માં રહેલ સુવર્ણ ને BBB ક્રોસ કરવું આવશ્યક છે... તો જ મેધા વધે...
ઉપર જણાવ્યા પ્રમાણે શુદ્ધ સુવર્ણના નેનોપાર્ટીકલ્સ તથા ફેટ સોલ્યુબલ કરી શકાય તો એ BBB ને ક્રોસ કરી જ શકે છે, સંહિતાઓમાં જે પણ સુવર્ણના મેધ્ય યોગ બતાવેલ છે એમાં આ તથ્ય ને સારી રીતે ધ્યાને લેવાયું છે.
Auranofin નો ડૉઝ એડલ્ટ માટે (50 KG. BODY WEIGHT ) 3 mg થી શરૂ કરી વધુ માં વધુ 9 mg આપી શકાય એ રીતે 60 માઇક્રોગ્રામ પ્રતિકિલોનો હિસાબ બેસે ...
જો કે આ વિષયે હજુ સંશોધન અને અભ્યાસ જરૂરી છે. ..
મોર્ડન મેડિસિન માં ઉંદરડા પર પ્રયોગ કરી ઔષધ ની સારી ખરાબ અસરો નક્કી કરાય છે. . પણ
એક મકાન બાંધવા એક મજુર ને 10 દિવસ લાગે તો પાંચ મજુરો બે દિવસ માં કદાચ બાંધી શકે પણ એક વાહન ને 100 કી.મી. કાપવા માં 2 કલાક લાગે તો પાંચ વાહન ને 100 કી.મી અંતર કાપવા માં 2 કલાક જ લાગે ...
આ ઉદાહરણ .. તર્ક ની
પોકળતા તથા તર્ક દ્વારા માનસીક સંતોષ થાય છે એ દર્શાવે છે. .
હવે એજ પ્રમાણે 150 - 200 ગ્રામ ના ઉંદર ના શરીર પર થી 50 + કિલોગ્રામ ના માનવ શરીર પર નુ ઔષધ માત્રા નુ કેલ્કયુલેશન કેટલુ વ્યહવારીક રીતે સાચુ પુરવાર થાય એ વિચારણીય છે. ..
આયુર્વેદની મૂળ સંહિતા માં ઔષધ ની માત્રા / ડૉઝ મોર્ડન મેડિસિન ની જેમ નથી... વજન પ્રમાણે...પણ વય, અગ્નિ , બળ (દર્દી અને દર્દ બંન્ને નુ ) પર આધારિત છે અને એમાંય સ્પષ્ટ નથી...
દરેક વ્યાધિ માં વૈદ્યે પોતાના અનુભવ અને પોતાના દર્દીના નિરીક્ષણથી ઔષધ માત્રા નક્કી કરવાની રહે છે. .
પાણી અથવા દૂધ માં છમકારીને સુવર્ણ આપવુ મારા અનુભવ માં શ્રેષ્ઠ મેધ્યકર રહ્યુ છે.
સુશ્રુત સંહિતા માં તો જાતકર્મ વખતે પણ શિશું ને સ્નાન માટે ના પાણી માં પણ સુવર્ણ છમકારવાના પ્રયોગ દર્શાવેલા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો