.... ડોશીમાં ડોશી માં કયાં ચાલ્યાં ?
છાંણા વીણવાં.....
છાંણા વિણતાં શું મલ્યું...?
રૂપિયો...
રુપિયા નું શું લીધું ?
ગાંઠીયાં ....
બળીયાં તમારા ટાંટીયા...
કહી ને કહેનાર ભાગતો અને ડોશી બનનાર પાછળદોડતો..
લગભગ આપણાંમાંથી દરેક આ ગેમ માણી અને જાણી પણ હશે..
ગુજરાતી ના મન મસ્તિષ્ક માં, અહિંયાથી ગાંઠીયાનો પ્રવેશ પરીચય થાય છે પછી આજે ચારપૈડાં ની ગાડીને વીથ ફેમીલી કે ફ્રેન્ડ્ઝ " ગાંઠીયારથ" પાસે થોભાવી પડે છે
આવો જાણીએ
" ગુજરાતનું ગાંઠીયા મહાત્મય "
કચ્છ, કાઠીયાવાડ કે ગુજરાત,
પ્રસંગ નાનો હોય કે મોટો,
ઊજવણી હોય કે શોકનું વાતાવરણ
હાજરી આપનારનું પ્રથમ સ્વાગત તો ગાંઠીયાથી જ થાય છે..
શુભ પ્રસંગે ગાંઠીયા ને જલેબી,
અશુભ કે દુઃખદ પ્રસંગે ગાંઠીયા ને ચાય તો હોય જ.
એવો એક વર ઘોડે નહી ચડયો હોય કે,
જેના વરઘોડા પહેલા વેવાઇએ,
જલેબી ગાંઠીયાં સાથે મરચાં નહી મુકયાં હોય...
........... પેપર ડીશમાં......
ગાંઠીયા બેસન ના ઝીણાં ભાવનગરી પ્રખ્યાત છે. આખાય સૌરાષ્ટ્ર માં આઠેય પહોર વણેલા ગાંઠીયાની રમઝટ હોય છે..
લસણીયા ઑરીજીનલ તો કચ્છી છે જે લાકડીયા નામથી ઓળખાય છે તીખાં, દમદાર,અને સુસવાટા બોલાવનાર...
ગુજરાતી નાઇલોન ગાંઠીયા આધુનીક ગુજરાત ની ઓળખ પ્રમાણે સોફિસ્ટીકેટેડ રૂપ ધારણ કરે છે તો ગાંઠીયા ની મોટી અને દિલસોઇ બહેન ઉત્તર ગુજરાત માં પાપડી નામે પ્રખ્યાત છે...
રાજકોટ - પોરબંદર માં ગાંઠીયાના દાદા, ફાફડા સવારે મળે પણ રાતે તો અંગુઠીયા વણેલા ગાંઠીયાં નો જ દબદબો છે....
રાજકોટની દેન ગાંઠીયારથ છે...
શેરબજાર માં ગાંઠીયારથ ના શેર પડે તો ઊંચોબજાર ભાવ આ શેરનો મળે કે નહી !?
કે.જી. હોય કે કૉલેજ...
નેતાની સભા હોય કે મંદિર ના પાટોત્સવ માં,
શ્રીમંતાઇ કે ગરીબાઇ સવાર ની નાસ્તા ની પ્લેટ માં
ગાંઠીયા હાજર જ હોય...
નાતનો જમણવાર હોય કે
હોય પછી પારંપરીક લગ્ન ...
ગાંઠીયામેનુ માં હોય જ...
ગાંઠીયા સાથે
તાજા લીલાં તળેલા મીઠું ભભરાવેલા મરચાં...
......ની જોડી નવપરણીત યુગલ જેવી ભાસે છે.
ગાંઠીયા સાથે ડુંગળી , પપૈયાનો સંભારો કે ખાસ બનાવેલ કઢી હોય
પણ મરચાં વિના ગાંઠીયાની મહેફીલ અધુરી લાગે... ગાંઠીયા ડીસ માં ખીલી ઊઠે જો સાથે લીલાં મરચા પીરસાયેલા હોય તો...
ગાંઠીયા પર સોડા મિશ્રણના આક્ષેપો - આરોપો થતાં રહ્યાં છે.... આંતરડા માં ચોંટી ને પાચન બગાડે એવાય કલંક કયાં નથી લાગ્યાં ...
પણ ચુંટણી ટાણે કદાવર નેતા જેમ ક્લિનચીટ પામી ને પાછો રાજકરણ માં સક્રિય થઇ પ્રજા નું આકર્ષણ બને એમ ગાંઠીયાની ભૂમિકા આજ સુધી અંકબંધ રહી છે...
ગાંઠીયાની શોધ કયારે થઇ એ ડિસ્કવરીચેનલ કે અન્ય કિચનસાયંસ ચેનલવાળા પણ નથી શોધી શક્યા...
પણ જયાં સુધી ગુજરાતી પ્રજા પ્રવાસી ( રખડેલ ) રહેશે ત્યાં સુધી ગાંઠીયા નું અસ્તિત્વ સનાતન રહેશે...
સાલું બ્રિટનનું લેસ્ટર હોય કે, અમેરીકાનું વૉશિંગ્ટન યુએઇ હોય કે કેન્યા કેનેડા બધે થી ગાંઠીયા તો ખરીદી જ શકાય...
લારી હોય કે મૉલ ગાંઠીયા બધે ઉપલબ્ધ મળે...
આ છે દુનિયામાં ગાંઠીયાનું સાર્વભૌમત્વ...
ગાંઠીયાની ન્યુટ્રીશનલ વેલ્યુ પણ સારી છે.
બેલન્સડ પ્રોટીન ચણાદાળ ના કારણે,
લૉ ફેટ તળેલા હોવાથી,
200 ગ્રામ એકલાં ખવાય તો પણ સુગર નહીવત્ પ્રોડ્યુસ કરે છે
ઉપરથી દિપનીય પણ ખરાં
આહ ! એની ખુશ્બુ...
મોઢાં માં પાણી લાવી દે...
વળી હિંગ અને અજમા જેવા ઔષધીય તત્વો તો એના મૂળભૂત બંધારણ માં છે
સોડા બાય કાર્બ તો એસીડીટી રેગ્યુલેટર તરીકે તો હોય જ ને...
જીવન ની ગાંઠો ઉકેલી નાંખે એવાં ગાંઠીયા...
નાઇલોન, ભાવનગરી, અંગુઠીયા, વણેલાં, લસણીયાં કે લાકડિયાં
ચા હોય કે મરચાં સાથે ભાઇબંધોની સાથે મોજ કરાવે છે... એ ગાંઠીયા અનાદી તો નથી પણ શાશ્વત જરૂર રહેશે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો