મંગળવાર, 16 એપ્રિલ, 2019

Books ખરીદવી કે પછી ડાઉનલોડ કરવી ?







માનવીને જીજ્ઞાસાવૃત્તિમાંથી વાંચન પ્રવૃત્તિનો શોખ જાગે છે,
અને એ પૂર્ણ  કરવા પુસ્તકો નુ સર્જન  થયુ હશે...

વિદેશમાં તો  પુસ્તક સંગ્રહ  અને વાંચનનો શોખ પ્રતિભાશાળી  અને સંપન્ન ( ધનવાન ) હોવાની નિશાની  માનવામાં આવે છે.
એ પ્રજામાં જીજ્ઞાસા પ્રચુર પ્રમાણ માં વારસાગત આવે છે.

પુસ્તક સંગ્રહના શોખીનો  માટે દર વર્ષે નેશનલ બુક લીગ કલેકશન  નામની લંડનની સંસ્થા  બુક કલેક્ટર્સ ફેર  નું આયોજન  કરે છે . જેમાં પ્રદર્શનમાં મુકાતી બુકસનો વિમો  પણ લેવાય છે... વિચારોએ પુસ્તકો કેટલાં બહુમૂલ્ય અને લોકો ના હૃદયમાં વસેલા હશે.

જૂના પુસ્તકોની ખરીદીમાં તમારી સમજ  હોય તો,
મૂળ ખરીદીના સો એક ગણી વધુ  કિંમત  પણ મેળવી  શકો. જો કે આ તથ્ય ફકત વિદેશીભાષાના પુસ્તકો અને વિદેશી લોકો માં સાર્થક રહે છે.

દરેક  પુસ્તકની પ્રથમ  આવૃત્તિની  50 થી 1000  નકલની સંખ્યામાં છપાય  છે.  પ્રથમઆવૃત્તિના પ્રકાશનમાં જ લેખકની પોતાની બુધ્ધિ તથા અનુભવજન્ય જ્ઞાનના ચમકારા  જોવા મળે છે. અતિજીજ્ઞાસાવૃતિ જન્ય ઉત્સાહ અને જાતઅનુભવના નિષ્કર્ષ થી એ પુસ્તકો લખાય છે એટલે વિદેશમાં પ્રસિદ્ધ  લેખકના પુસ્તકની પ્રથમઆવૃત્તિના મોંઢે માગ્યા દામ જડે છે. . આ પણ... રાબેતા મુજબ વિદેશી પ્રજાને જ લાગુ પડે છે...

આધુનિક સમયમાં પ્રાચીનકાળની સાપેક્ષે  પુસ્તક  નિર્માણ કરવુ  સરળ  છે,  મહદઅંશે  અર્વાચીન  લેખકો ;  વિષય ને સંબંધિત  ઘણુ  Copy  - Pest  કરી ને, જ્યાં ત્યાં થી મેળવી  લે છે. એમાં મૂળ  કૃત્તીના કોપીરાઇટથી બચવા  મૂળભૂત  તથ્યો સાથે મનગમતો  ફેરફાર  કરે છે, આથી  વિકૃત વાચનસામગ્રી  વાચક ને મળે... જે  ખરીદયા  પછી વાંચતા  ભરપેટ પસ્તાવો,  ગ્લાની થાય  અને મારા જેવાઓ રોષે  પણ ભરાય ...

મુદ્રણ દોષ ,  વિષયનો સુસંગત ધારાપ્રવાહ  તથા સંદર્ભનો અભાવ કે અપુરતી અને જાતઅનુભવ વિના ની માહિતીઓ...  આજે છપાતા પુસ્તકોમાં સામાન્ય રીતે જોવા મળે જ છે  એટલે સાવધાનીથી પુસ્તક  ખરીદ કરવુ. .

પુસ્તકની ખરીદકિંમત સામે વાંચન સામગ્રીનું મહત્વ  મુલવવુ. .

સાંપ્રતકાળમાં કોઈપણ  પુસ્તકમાં જેટલા પાના એટલા રૂપિયા  પ્રમાણે  ભાવ લગાડાય છે. સામે સચિત્ર તથા  રંગીન  ઉપયોગી  વાંચન સામગ્રી  હોતી નથી અથવા નહિવત  હોય છેેે. એટલે ઘણીવાર  પુસ્તક  ખરીદવા કરતાં એ પુસ્તકની Xerox copies કરાવી લેવી સસ્તી  પડે  છે..
         પુસ્તક ખરીદતા પહેલા  એની પ્રસ્તાવના  વાંચવી  પછી અનુક્રમણીકા અને એમાંથી જે વિષયથી આપ સહેજ  પરીચીત  હોવ તે પ્રકરણ  વાંચી જવુ એટલે આપને પુસ્તક  ખરીદી ધન - સમયનો વ્યય કરવો કે કેમ ?
એનો  ખ્યાલ  આવી જશે.
મોટાભાગે સામાન્ય રીતે પુસ્તક  વિશેના અભિપ્રાયો તો
એ પુસ્તકના લેખક ના અતી આગ્રહને લઈને  શરમમાં અને પરાણે ખોટેખોટાં વખાણ કરતાં લખાયેલા હોય છે.
એટલે એનાથી અંજાવુ કે ભાવુક થવું નહી.
અન્ય વાંચક વ્યક્તિઓના કોઇ પુસ્તક વિશેના વખાણ  સાંભળીને  તુરતજ  ખરીદ ના કરતાં ;  આપને ખરેખર જો એ વખાણેલ પુસ્તકની આવશ્યકતા  અને ઉપયોગીતા હોય તથા આપ શ્રધ્ધાથી વાંચવા ના જ હોવ તો જ એ પુસ્તક  ખરીદો. ફકત વાંચ્યા  વગર ના પડયા  રહે એવો પુસ્તક સંગ્રહ  બધી રીતે નકામો અને અનિચ્છનીય  છે. આ આપણો દેશ અને આપણી પ્રજા છે કોઇ વિદેશી પુસ્તકપ્રેમી જવલ્લેજ આપના એ પુસ્તકસંગ્રહ ને જોવા આવી શકે છે.

વર્તમાનમાં વસુંધરાની વનશ્રી નો નાશ થતો અટકાવવા તથા વનસ્પતિના ભોગે બનતા કાગળોનો ખોટો વ્યય  રોકવા ના ઉમદા હેતુથી pdf  પુસ્તક  કે ઇ - બુકસ  ઉત્તમ  રસ્તો  છે.

એનાથી આપનુ ધન, સમય અને ઘર માં પુસ્તકોના સંગ્રહ માટે ની જગ્યા  તો  બચે જ છે.  પરંતુ   સાથે-સાથે  પુસ્તકો, ભેજ, ધૂળ, જીવાત તથા અન્ય જે લોકો  વાંચવા લઇ જાય પણ પરત કરવાનુ ભુલી જાય ; એ દોષ ઉપરાંત એમના દ્વારા ચાય ના કપ કે નાસ્તા ના ડાઘા.... એમનાં બાળકો એ પુસ્તકના વળેલા ફાટેલા પાના પૂંઠા ...જેવી હૃદયદ્રાવક અને અસહનીય ઉપાધી ઓથી બહુમુલ્ય પુસ્તક  ખરાબ  થતું  બચી જાય અને પેઢીઓ  સુધી સલામત  રહે છે.
   આપણાથી વનસ્પતિઓનુ વાવેતર  કે જતન નથી થતુ તો,  કાગળો, પ્રિન્ટીંગ શાહીનો ખોટો વ્યય  થતો આ રીતે અટકાવીને વસંધરાની  વનશ્રી ની શોભા જાળવવા માં નિશ્ચિત મદદરૂપ  બની શકીએ.



           
                                 
                         



ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...