બુધવાર, 17 એપ્રિલ, 2019

શિક્ષણ અને અનુભવ, માતૃભાષામાં કે અંગ્રેજીમાં...?

ભાષણ ... વક્તવ્ય... બોલવા માટે જે વપરાય છે એને ભાષા કહે છે. વ્યક્તિ ને રોજીંદો વ્યહવાર ચલાવવા અને આજીવિકા મેળવવા ભાષાઓ સમજવી અને બોલવી પડે છે.

વ્યક્તિ જન્મથી જ જે ભાષા રોજેરોજ સાંભળતો આવે છે, એ ભાષા ને તે સહજ રીતે સમજી શકે છે અને સરળ રીતે બોલી શકે છે આવી ભાષાને એની માતૃભાષા કહે છે.

ભાષા એ અભિવ્યક્તિ નું માધ્યમ છે...

વ્યક્તિ જે અનુભવે છે તથા એને જે જાણ્યું હોય એ અભિવ્યક્ત કરવા ભાષા જરૂરી છે.

વિશ્વ ની બધી જ ભાષાઓમાં, વ્યક્તિને પોતાની માતૃભાષાએ એની જીજ્ઞાસાઓ, અનુભવો અને ઊર્મીઓને બાહ્ય જગત માં  પ્રભાવી રીતે અભિવ્યક્ત કરવાનું ઉત્તમ સાધન સિદ્ધ થાય છે.

માતૃભાષા હૃદય થી પ્રગટે છે અને નાભિનાદ ધરાવે છે
એ સામેવાળી વ્યક્તિ પર ધાર્યો પ્રભાવ પાડી શકે છે,
જો ઉચ્ચારણ શુદ્ધ હોય તો,
દરેક ભાષા ની વાકયરચનાઓમાં રહેલ શબ્દોનું ઉચ્ચારણ સુસ્પષ્ટ હોય તો અભિવ્યક્તિ સચોટ થાય છે
અને ઉચ્ચારણ સુસ્પષ્ટ કરવા એ ભાષાનું વ્યાકરણ,
શુદ્ધ રીતે બરાબર સમજાયેલું હોવું જરૂરી છે.

संस्कृत भाषा બધી ભાષાઓની જનની છે,
એનું વ્યાકરણ  સર્વકાલખંડમાં જરા પણ સુધારા-વધારા કર્યા વિના સમાન રીતે સચોટ રીતે લાગુ પડે છે.
માત્ર સંસ્કૃત ભાષા  પૂર્ણ રીતે જાણી લેવાય તો દુનિયાની કોઇપણ ભાષાના સામાન્ય વ્યહવારના કામચલાઉ શબ્દોના અર્થને સમજી શકાય છે. આથી જ તો સંસ્કૃત એ બધી ભાષાઓની માતા કહેવાણી છે.

સંસ્કૃત શબ્દો, અર્થ માટે એક નિશ્ચિત વ્યુત્પતિ ધરાવે છે આથી શબ્દોનો એક સમુહ બને છે જે ગણીતના દાખલાઓ જેવો હોય છે, અપરીવર્તનીય અને સચોટ...

અંગ્રેજી ભાષાના શબ્દોનું બંધારણ, એનાં અર્થ અને વ્યાકરણમાં નિશ્ચિત નિયમો જળવાતાં નથી.
આથી બોલનાર અને સાંભળનાર માટે તથા સમજવામાં અસમંજસ થયા કરે છે.

આજે ગુજરાતની પ્રજામાં બાળકને અંગ્રેજી શીખવવા તથા અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ની ઘેલેચ્છા ચરમસીમાએ છે.

અંગ્રેજી માધ્યમમાં ભણતર પુરૂ કરીને 90% વ્યક્તિઓ આજીવન પોતાની માતૃભૂમિમાં તથા માતૃભાષા દ્વારા જ આજીવિકા રળતાં હોય છે.
તો પછી...
અંગ્રેજીભાષામાં જ  ભણવાનો અતિ આગ્રહનું પ્રયોજન શું ?

આજે ઇન્ટરનેટના માધ્યમથી જીજ્ઞાસાઓ સંતોષવા, મોટાભાગની જાણકારીઓ અંગ્રેજીભાષામાં જ મોટાભાગે ઉપલબ્ધ છે, આથી અંગ્રેજી વાંચતાં અને સમજતાં આવડવું જોઈએ...
પણ  જેમ જર્મન, ચાઇનીઝ, જાપાનીઝ અને યહુદી પ્રજાએ, દુનિયાના તમામ ઉપયોગી સાહિત્યને પોત પોતાની માતૃભાષા માં અનુવાદીત કરીને ડિઝીટલ સ્વરૂપે ઇન્ટરનેટના માધ્યમથી પ્રચાર પ્રસાર માં મુકેલ જ છે,  તો શું આપણે પણ આપણી માતૃભાષામાં એવો પ્રયત્ન ના કરી શકીએ...?

આપનું સંતાન જન્મથી મોટાભાગનો સમય અને જીવન માતૃભૂમિમાં અને માતૃભાષા વચ્ચે જ વ્યતીત કરે છે આથી એ જેટલી સારી રીતે માતૃભાષા સહજતાથી સાંભળીને જાણી, સમજીને બોલી શકે છે એટલુ અન્ય કોઇ ભાષા પર પ્રભુત્વ મેળવવું એના માટે મુશ્કેલ છે.

પરમકૃપાળુ પરમાત્માએ એ જીવને, જે ભૂમિ અને ભાષા પ્રદેશ માં જન્મ આપ્યો છે  એજ ભૂમિ અને એજ ભાષામાં એની કારકિર્દી ઝળહળી ઊઠશે એવી પ્રભુની મરજી હશે,
આપણે પણ માલીક ના એ કાર્યનું સન્માન કરીને સહાયક થઇએ...


ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...