આસો વદ બારસ એટલે કે "વાઘબારસ" બારસ સાથે વાઘ શબ્દ જોડવાનું પ્રયોજન શું ?
એ જીજ્ઞાસાના કારણે થોડું સંશોધન અને કેટલુંક ચિંતન કર્યા બાદ જાણ માં આવ્યું કે,
"વાઘ" એ મૂળભૂત ગુજરાતી શબ્દ છે અને રાનપશુઓ માટે વપરાતા સંસ્કૃત શબ્દ व्याघ्र પરથી આવે છે.
વાઘનો સ્થુળ અર્થ, શિકારને ઢસડીને લાવનાર પ્રાણી છે. વાઘના શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે એટલે કે નિયમીત બે જુદાં જુદાં રંગના ઊભા પટ્ટાની ચિતરામણ હોય છે. જે આ પ્રાણીને અન્ય રાનપ્રાણીઓ કરતાં વિશિષ્ટ આકર્ષક બનાવે છે.
ભગવદ્ગોમંડળમાં "વાઘ" નો એક અર્થ,
"અઘરણીમાં શણગારેલી ધેણ" બતાવેલ છે;
અહિંયા "અઘરણી" નો અર્થ સીમંત થાય છે તથા ધેણ નો અર્થ સાતમા માસનો ગર્ભધારણ કરેલ સ્ત્રી થાય છે.
એટલે કે પ્રાચીન ગુજરાતી લોકબોલીમાં "વાઘ" નો લોકીક અર્થ "સીમંત પ્રસંગે શણગારેલી વહુ" એવો થાય છે.
નવા, કિંમતી અને મનમોહક જરીકામ તથા મીનાકારી વાળા; રાજા કે દેવમૂર્તિના વસ્ત્રોને "વાઘા" કહે છે...
ફે.બુ. સંસ્કૃતિમાં કેટલાક વિદ્વાનોએ વાઘબારશને वाक् નું અપભ્રંશ વાઘ ગણાવીને વાણીની દેવી સરસ્વતીનું પૂજન અર્ચન નો દિવસ વાઘબારશ બતાવેલ છે. જો કે, પરંપરાગત આવું કોઇ પૂજન આ દિવસે કરવામાં આવતું નથી, આપણે ત્યાં દિવાળીના દિવસે જ શારદાપૂજન નિમેત્તે સરસ્વતી વંદના કરાય છે.
કેટલાક લોકસંસ્કૃતીનું વર્ણન કરતાં પુસ્તકો માં વાઘબારસે ઘર ના આંગણે તથા દરવાજા ની બાજુમાં "વાઘ કાઢવા" ની પરંપરા નો ઉલ્લેખ કરાયેલ છે.
સમગ્ર રીતે જોતાં વાઘબારસ માટે વાઘનો અર્થ "શણગારવું" થાય છે વાઘબારસે, ઘરને સીમંત પ્રસંગે જેમ ગર્ભિણી સ્ત્રીને વસ્ત્ર-અલંકારથી, અદમ્ય ઉત્સાહથી શણગારવાનો જે ભાવ રહે છે એજ રીતે ઘરને દિપાવલીના પર્વનાં વધામણાં માટે શણગારવાના સુચન રૂપે આસો વદ બારસ ને વાઘબારશ નામ આપેલ છે.
વાઘબારશથી જ્ઞાનપ્રકાશ અને સમૃદ્ધિની મનોકામનાનો પંચદિવસીય તહેવાર દિવાળી નું આગમન થાય છે. આથી બારસે ઘરને શણગારવું જરૂરી છે એટલે કે, વાઘ કાઢવા માટે વાઘબારશ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો