કાર્તિક સુદ અગિયારસના દિવસે શ્રીવિષ્ણુભગવાન શેષશય્યા ઉપરથી જાગે છે, એવું પૌરાણીક કથન છે આથી આ એકાદશીને લોકો "દેવઊઠી" અગિયારશ કહે છે. આજથી चतुर्मास સમાપ્ત અને આવતીકાલે તુલસીવિવાહના પર્વની શરૂઆત કરાશે. તુલસીવિવાહના પર્વની સમાપ્તિ દેવદિવાળી થાય છે, ત્યારબાદ લગ્નના મુહૂર્ત જોવામાં આવે છે. આ એકાદશીનું વ્રત સઘળાં પાપનો નાશ કરી પુણ્યની વૃદ્ધિ કરનારૂં મનાય છે, તેથી તેનું એક નામ "પ્રબોધિની એકાદશી" પણ પડ્યું છે. એવું પૌરાણીક કથન છે. बोध શબ્દના અનેકવિધ અર્થોમાં... અનુભવ, ઉપદેશ, જાગૃતિ, જ્ઞાન, સમજ, ધીરજ, સંતોષ... વિગેરેનો સમાવેશ થાય છે.
સમજણથી જાગૃત થવાય છે જેનાં પરીણામ સ્વરૂપે સંતોષસાથેની પ્રસન્નતા આવે છે
કંઈક આવા અર્થમાં વપરાતી સંસ્કૃતની મૂળ ધાતુ बुध् ને પૂર્વગ प्र લગાડીને प्रबुद्ध શબ્દ બને છે.
રાત જેમ ઘેરાય છે એમ વ્યક્તિની શયનઅવસ્થામાં એનું ચિત્ત-મન પરમ શાંત અને સ્થિર થાય છે તથા ઘણું ઊડાઇને પામે છે, આ સ્થિતીમાં જો એ વ્યક્તિથી જાગૃત થવાય તો ઘણાં રહસ્યોને સારી રીતે જાણી-સમજીને પ્રબુદ્ધ બની શકે છે. દરેક સજીવમાં નિદ્રાં દરમ્યાનની આ સ્થિતી એક કે વધુવાર ઉત્પન્ન થાય છે, જેને મેડિકલ સાયંસની પરિભાષામાં NREM Sleep કહે છે, જેનાં પર 1968 થી 2007 સુધી ઘણાં સંશોધનો થયેલ છે અને આશ્ચર્યજનક તથ્યો જાણવા મળેલ છે. રાત્રી દરમિયાનની સ્વાભાવિક નિંદર માં NREM Sleep
નો સમયગાળો જેટલો લાંબો અને સમ્યક હોય એટલો એ વ્યક્તિ નિંદરમાંથી ઊઠ્યાં પછી પ્રફુલ્લિત અને તાજગીપૂર્ણ સ્ફૂર્તિલો જણાય છે.સ્વાભાવિક છે કે આવી વ્યક્તિ તંદુરસ્ત અને લાંબા આયુષ્યને ભોગવે છે.
સામાન્ય રીતે દિવસ-રાતના 24 કલાક પૈકી ત્રીજાભાગે એટલેકે આઠકલાકની નિંદર દરેક વ્યક્તિ માટે પુરતી છે. શ્રીહરિને, આપણે અષાઢ સુદ અગિયારસ देवशयनी एकादशी એ પોઢાડી દઇએ છીએ, ભાદરવા સુદ અગિયારસ परिवर्तनी एकादशी એ શ્રીહરિ પડખુ ફેરવે છે અને કારતક સુદ અગિયારસ देव उत्थानि एकादशी એ શ્રીહરિ નિંદર માંથી પ્રબુદ્ધ થઇને જાગૃત થાય છે, આ રૂપકમાં પણ 120 દિવસનો સમયગાળો રહે છે એટલેકે વર્ષનો ત્રીજો ભાગ... પૌરાણીક કથાનકોમાં જીવનની સુખાકારી માટે વૈજ્ઞાનિક અભિગમ સમાવિષ્ટ છે જ, માત્ર બોધ થવાની જરૂર છે.
આ એકાદશીના મહાત્મયની સાથે આરોગ્યદ્રષ્ટીકોણથી "બદામ" સંકાળાયેલ છે. યોગાનુયોગ બદામ ને પણ બુદ્ધિવર્ધક માનવામાં આવે છે એટલે કે પ્રબુદ્ધ થવામાં સહાયક બને છે.
બદામને અંગ્રેજીમાં Almond કહે છે એનું વૈજ્ઞાનિક નામ Prunus dulcis, syn. Prunus amygdalus બદામએ જરદાળુ= plums / Apricots, સફરજન, આલુબુખારા અને ગુલાબના કુદરતીવર્ગ- Family:Rosaceae માં સમાવિષ્ટ છે. આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં વર્ણવેલ आलुक કે आरुक ને કેટલાક વિદ્વાનો બદામ ગણાવે છે અહિંયા આલુબુખારા કે જરદાળુ એ મૂળ સંસ્કૃત શબ્દ आलुक પર થી આવેલા નામ જણાઇ આવે છે.
સુકાંમેવાની બદામ મુખ્યત્વે મધ્યએશીયાના દેશો સિરીયા અને તુર્કીથી ભારતમાં આવે છે.
આપણા દેશમાં એક અન્ય દેશીબદામ પણ થાય છે. જેનું વૈજ્ઞાનિકનામ Terminalia catappa છે, આ હરડે - બહેડાં કુળ- family, Combretaceae ની વનસ્પતિ છે. જેનાં પ્રચલીત સામાન્યનામ પણ દેશીબદામ પરથી જ આપેલા છે. જેમકે, country-almond, Indian-almond, Malabar-almond, sea-almond વિગેરે...
ભાવપ્રકાશ માં વર્ણવેલ वाताद નામના દ્રવ્યનો પર્યાય વિદ્વાનોએ બદામ દર્શાવેલ છે. વાતાદનો અર્થ સંસ્કૃત માં वाताय वातनिवृत्तये अद्यते इति वाताद બતાવેલ છે એના ગુણ-કર્મ બતાવતાં પંડિત ભાવમિશ્ર જણાવે છે, वाताद उष्णः सुस्निग्धो वातघ्न शुक्रकृत् गुरुः અને આગળ લખે છે કે,अस्य मज्जगुणाः । मधुरत्वम् । वृष्यत्वम् । पित्तानिलापहत्वम् । स्निग्धत्वम् । उष्णत्वम् । कफकारित्वम् । रक्तपित्तविकारिणां श्रेष्ठत्वञ्च।
અહિં ભાવપ્રકાશની वाताद એ આપણી દેશીબદામ છે, કેમકે પરદેશીબદામની ફળમજ્જા ખવાતી નથી, સખત હોય છે, ફળ ફાટતાં અંદર થી કોચલુ નિકળે છે જે ફોડતાં અંદરથી બીજ સ્વરૂપે બદામ મળે છે. જયારે દેશીબદામની ફલમજ્જા ખાવામાં સ્વાદિષ્ટ છે તથા એની ગોટલી તોડતાં અંદરનું બીજ રંગે, રૂપે અને સ્વાદે પરદેશીબદામ જેવું જ હોય છે.
અત્યારે હેમંતૠતુ ચાલી રહી છે, ફુલગુલાબી ઠંડીનો એહસાસ થાય છે. સુકાં અને ઠંડા વાતાવરણથી વાયુજન્ય દુખાવાથી શરીર પીડાય છે. ચામડી ખરસટ બનતાં હોઠ, મળમાર્ગ તથા હાથપગના તળીયા માં વાઢીયા પડે છે. આવા વિકારો માટે જવાબદાર પ્રકુપિત વાયુનું શમન મધુર અને સ્નિગ્ધ અને ઉષ્ણ તાસીર ના પદાર્થોથી થાય છે આથી શિયાળાની શરૂઆતમાં બદામનું સેવન ઉત્તમોત્તમ રહે છે
આપે સાંભળ્યુ કે જોયું હશે, બદામને આખીરાત પાણીમાં પલાળીને સવારમાં તેના છીલકાં ઉતારી ઔષધિ તરીકે આરોગાય છે ; કેમ ? એના જવાબમાં એવુ છે કે, કોઇપણ પ્રોટીનથી ભરપૂર દાણા જેમ કે, મગ, ચણા જેવા કઠોળને પણ પલાળી રાખવાથી સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે એમાંનો કષાય રસ ઓછો થઇને મધુર રસ વધે છે. સાથે-સાથે એમાં રહેલા Vita.E, Zinc, Calcium, folic acid, Magnesium,Omega 3 fatty Acids જેવા પોષકતત્વ સક્રિય થઇ પાચનતંત્રમાં વધારે સારી રીતે પચે છે. પલાળી રાખેલ બદામ પર થી જે બ્રાઉન કલર ઉતરે છે એ એમાં રહેલ ટેનીન છે. આ ટેનીન પ્રમાણમાં લેવાય તો રેચ ઉત્પન્ન કરીને ઝાડા કરાવે છે. બદામ ફોતરાંમાં રહેલ ટેનીન આગળ જણાવેલ બદામના પોષકતત્વોને શરીરમાં પચાવવામાં
આડખીલીરૂપ બને છે માટે બદામને ઉપયોગમાં લાવતાં પહેલા પલાળીને છીલકા-છોતરાં ઉતારી લેવા જરૂરી બને છે. પલાળેલી બદામ ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય રહે છે. બદામમાં રહેલ લાઇપેજ નામનું એન્જાયમ ચરબીના પાચનમાં ઉપયોગી થાય છે. બદામએ જબરદસ્ત એન્ટીઑક્સિડેન્ટ દ્રવ્ય છે, એના રોજીંદા ઉપયોગથી આલ્ફા-ટોકોફેરોલનું સ્તર લોહીમાં વધે છે. આ બધી હકીકતોને વૈજ્ઞાનિકોએ પ્રયોગો અને સંશોધનોથી સાબિત કરી છે. આપણને એનો ફાયદો એ છે કે,
રાત્રે પલાળીને રોજ સવારે ઉપરનાં છોતરાં ઉતારીને આશરે દસેક બદામ ખવાય તો, મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને હૃદયરોગથી રક્ષણ મળે. કહેવાય છે કે, બદામથી યાદશક્તિ પણ વધે છે તો, સહપરિવાર પલાળેલી બદામ ખાવી જોઇએ. કેટલાંક વિદ્વાનો બદામ ને બદલે મગફળી એટલેકે સીંગદાણાને પલાળીને ખાવાની સલાહ વિવિધ ફાયદા ગણાવી આપે છે. જો કે મગફળીમાં બદામ જેટલાં જ ગુણકર્મ હોય તો બદામ અને મગફળી વચ્ચે ના ભાવમાં અને ઉપયોગમાં મોટું અંતર ના રહ્યું હોત !!!
બદામ શબ્દ મૂળ ફારસી માં "બા-દામ" પરથી અપભ્રંશ થયેલ છે અકબરના સમયમાં 21ગ્રામ વજનનો તાંબાનો ચલણી સિક્કો એ દામ કહેવાતો અને ફારસીમાં માનવાચક પુર્વગ "બા" લાગે છે એટલે બદામ એ પ્રાચીનકાળથી મુલ્યવાન ખાદ્યદ્રવ્ય રહેલ છે અને સાપેક્ષે ઊંચીકિંમત દ્રવ્યમાં રહેલ એના શ્રેષ્ઠ ગુણકર્મની જ હોય છે.
દેશીબદામના ગુણો ભાવપ્રકાશમાં વર્ણવામાં આવેલ છે તથા વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણજી જણાવે છે કે, દેશીબદામની મીંજના તેલના ગુણો પરદેશીબદામના તેલને લગભગ મળતાં આવે છે, દેશીબદામનું તેલ જરા ઘેરાં રંગનું હોય છે અને ખરીબદામનાં તેલની પેઠે જલદીથી ચિડાઈ જતું નથી. બહોળો ઉપયોગ વ્યહવારમાં નથી થતો કેમકે દેશીબદામ ની મીંજ કાઢવી લાંબી અને જટીલપ્રક્રિયા છે.
પ્રબોધીનીએકાદશીએ, જીવનના દરેક ક્ષેત્ર અને પરિસ્થિતિઓમાં સમજ દ્વારા જાગૃત થઇએ તથા આરોગ્ય માટે સગવડ પ્રમાણે પરદેશીબદામ અને દેશીબદામ આરોગીએ એવાં શુભ સંકલ્પની શુભેચ્છાઓ સહ
ડૉ.ભાવેશ આર. મોઢ ના શ્રી હરિ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો