ગુજરાતમાં આઝાદી પૂર્વે આયુર્વેદના મહાવિદ્યાલય તથા આયુર્વેદચિકિત્સાપદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરતી માસીક પત્રીકાઓનો રસપ્રદ ઇતિહાસ છે. ગુજરાત આયુર્વેદ જગતના ઇતિહાસની શરૂઆત જામનગરની પ્રશ્નોરા-નાગર જ્ઞાતિના વ્યક્તિઓથી થાય છે, જેમાં સૌપ્રથમ પ્રભાવશાળી અને સન્માનીય વ્યક્તિત્વ શ્રી ઝંડુભટ્ટજી નું છે, જેમનું મૂળ નામ કરૂણાશંકર હતુંં. સૌ પ્રથમ આયુર્વેદ પાઠશાળા સ્થાપવાનો પ્રયાસ એમનો જામનગર ખાતેનો હતો. એમના એ સ્તુત્ય પ્રયાસના પ્રભાવ હેઠળ પાટણ, અમદાવાદ , ભાવનગર,
નડિયાદ, સુરત જેવાં નગરોના સ્થાનિક રજવાડાં તથા સહકારી સંગઠનો આધારીત આયુર્વેદ પાઠશાળાઓ શરૂ થઇ હતી.
સને 1896 માં શ્રી ઝંડુભટ્ટજીના જ કુટુંબીજન એવાં વૈદ્ય શ્રી પ્રભુરામ જીવનરામજી એ, ભુલેશ્વર-મુંબઈમાં આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી.
સને 1935 માં એમના સુપુત્ર ડૉકટર શ્રી પોપટલાલ પ્રભુુુુરામે, સ્થપાયેલ મહાવિદ્યાલય ને Ayurved University માં ફેરવેલ તથા વિદ્યાર્થીઓ માટે આયુર્વેદનો સાડાપાંચ વર્ષનો GPAC નો ગ્રેજ્યુએટ કોર્ષ તથા અનુભવી વૈદ્યો માટે LPAC નો કોર્ષ ઉપરાંત છોકરીઓ માટે મિડવાઇફ ટ્રેનિંગ કોર્ષ શરૂ કરેલ.
વિક્રમસંવત ૧૯૯૪ માં 17/10/1937 ના રોજ એમના પુત્ર વૈદ્ય શ્રી પ્રતાપકુમાર પોપટલાલે, " વૈદ્યોનું વાર્ષિક " નામે આયુર્વેદ પત્રિકા શરૂ કરેલ.
સૌ પ્રથમ વૈદ્યો માટે CME ના ઉદેશ્યથી આયુર્વેદ પત્રિકા પ્રકાશિત કરવાનો શ્રેય ઝંડુભટ્ટજીના કુટુંબ ને મળે છે.
સને 1843 માં " રસેશવિજ્ઞાન " નામે આ આયુર્વેદ પત્રિકામાં
આયુર્વેદિય રસશાસ્ત્રીય ઔષધિયોગના નિર્માણ તથા ઉપયોગ
નો પ્રત્યક્ષ કર્માભ્યાસજન્ય, અનુભૂત નિષ્કર્ષ રજુ કરવામાં આવતો હતો.
સને 1851 માં ઝંડુભટ્ટજીના પટ્ટ શિષ્ય એવા વૈદ્ય શ્રી જટાંશંકર લીલાધરજી, જે ગુજરાત આયુર્વેદ ફાર્મસી -અમદાવાદ ના CEO હતાં, એમને "વૈદ્ય કલ્પતરૂ " નામે આયુર્વેદ પત્રીકા વૈદ્યો ની સાથે આયુર્વેદ અનુરાગી પ્રજા માટે પ્રકાશન કરવાનું શરૂ કરેલ.
સને 1911 માં સિંધ ફાર્મા ના સ્થાપક શ્રી ગોપાલજી કુંવરજી ઠકકુર એ "આરોગ્ય સિંધુ" નામે આયુર્વેદ પત્રીકા નું પ્રકાશન શરૂ કરેલ.
ઝંડુભટ્ટજી ને સમર્પિત એવાં શ્રી દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રીએ
ઝંડુફાર્મસી વતી " આયુર્વેદ વિજ્ઞાન " નામની આયુર્વેદપત્રીકાનું સફળ સંપાદન વર્ષો સુધી કરેલ.
બ્રિટીશ ઇન્ડીયામાં, એ સમયે આવી વિવિધ આયુર્વેદ પત્રીકાઓએ વૈદ્યોની ચિકિત્સામાં શ્રી અને શ્રેય ની વૃદ્ધિ કરી દીધી હતી.
સને 1937 માં અંગ્રેજ સરકારે દરેક વૈદ્યનું રજીસ્ટ્રેશન તથા ભારતીય ચિકિત્સાપદ્ધતિઓને વ્યવસ્થિત ભણાવવા મહાવિદ્યાલયોની સ્થાપના અને પરીક્ષામાં ઉતિર્ણ થયા પછી જ વૈદ્યકની પ્રેકટીશ કરવા, અંગે એક કાયદો બનાવવા ખરડો પસાર કર્યો.
સને 1910 થી દરવર્ષે, નિખિલ ભારતીય આયુર્વેદ વૈદ્ય સમ્મેલન, બ્રિટીશ ઇન્ડીયાના ગણમાન્ય વૈદ્યોની ઉપસ્થિતી માં યોજાતું, એમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના ઉત્કર્ષ માટે વિચારણા તથા નિયમો રજૂ કરતાં, આયુર્વેદશાસ્ત્રને સારી રીતે ભણાવવા તથા ભણેલા વૈદ્યની ડિગ્રી આપવા અભ્યાસક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વર્ષ માટે आयुर्वेद भिषक् તથા બીજા વર્ષ માટે आयुर्वेद विशारद ની ડિગ્રી એનાયત કરાતી હતી.
અમદાવાદના ડૉક્ટરશ્રી બાલકૃષ્ણ અમરજી પાઠકે ,
ગુજરાત- કચ્છ-કાઠિયાવાડ વૈદ્યસંમેલન, ના વૈદ્યો સમક્ષ અમદાવાદમાં આયુર્વેદ મહાવિદ્યાલય ની સ્થાપના નો પ્રસ્તાવ મુકયો, 29/12/1937 ના રોજ " ગુજરાત આયુર્વેદ એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના થઇ અને વૈદ્યો એ શરૂઆત માં ₹.25000/- નો વ્યક્તિગત ફાળો નોંધાવી અમદાવાદ ખાતે, આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપનાના શ્રી ગણેશ કર્યા હતાં. આ મહાવિદ્યાલયમાં આયુર્વેદ અને એલોપથી, બન્ને ચિકિત્સા પદ્ધતિનું સમન્વય કરીને અભ્યાસક્રમ નિર્ધારિત કરવાનો પ્રસ્તાવ રજુ કરાયેલ હતો.
વિક્રમસંવત ૧૯૭૮ (સને 1923 -24) માં પાટણ માં
" શ્રી ઊજમશી પિતાંમ્બર આયુર્વેદ મહાવિદ્યાલય " ની પુનઃ સ્થાપના કરાઇ, એમાં મિશ્ર આયુર્વેદ અને એલોપથી ચિકિત્સાપદ્ધતિનું ઉત્કૃષ્ટ તથા પ્રત્યક્ષ કર્માભ્યાસવાળું શિક્ષણ અપાતુ હતું.
પાટણના આ આયુર્વેદ મહાવિદ્યાલયના સ્નાતકો, બ્રિટીશ ઇન્ડીયામાં " પટ્ટણી સ્નાતક " તરીકે બહુમાન પામતાં હતાં.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો