RO વૉટર પ્યોરીફાઇડ ના પાણી માં કેટલા TDS હોવા જોઇએ.. ?
RO નું વૉટર જ શ્રેષ્ઠ છે ???
આ પ્રશ્નો ના જવાબ માટે પહેલા તો,
TDS વિશે જાણવું જરૂરી બને છે
TDS = Total Dissolved Solids in water
અમેરીકાએ નક્કિ કર્યુ કે પીવાનું પાણીનું TDS 500 થી વધુ ના હોવું જોઇએ...
પણ ગુજરાતની રહેણી કહેણી અને હવા-પાણી-જમીન આધારીત TDS 900 સુધી હોય તો પણ ચાલે ઉત્તમ પણ રહે...
હંમેશા RO વૉટર પીનારા ને પણ મૂત્રમાર્ગ ની પથરી ઓ થાય છે... અને મોટાંભાગે શાકાહારી પ્રજા હોવાથી B-12 ની કમી થી પીડાય છે
ડિસ્ટીલ્ડવોટર નું TDS 0 હોય છે
જયારે RO નું 50 પણ રાખી શકાય છે...
જેમ TDS ઘટતાં જાય એમ પાણી સ્વાદ વિનાનું લાગે છે તરસ છીપાવવી મુશ્કેલ બનતી જણાય છે...
એટલે TDS કેટલાં હોવા જોઇએ એ પાણી ના સ્વાદ અર્થાત્ વાપરનાર વ્યક્તિ તથા એના પરીવાર ની વ્યક્તિઓના શરીર = रसेन्द्रिय= જીહ્વા નક્કી કરે તો શ્રેષ્ઠ અને શ્રેયકર રહે...
જળ એ જીવન છે...
આયુર્વેદ માં ૠતુકાળ પ્રમાણે
કયાંનું,
કયારે,
કેટલું અને
કેવું જળ પીવું એની સ્પષ્ટતા કરેલ જ છે ?
બોરવેલ કે ટ્યુબવેલ એ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી લગભગ કૂપજલ એટલે કે કૂવાનાપાણીની સમાન જ છે...
ખૂલ્લા કૂવામાં અશુદ્ધિ ભળે છે જયારે ટ્યુબવેલ ના પાણી માં વાતાવરણની કે પ્રાણીજ અશુદ્ધિ આવતી નથી વળી આર્કેમીડીઝ સ્ક્રુગતિથી પાણી બહાર આવેછે એટલે ગરમ થઇને થોડુંક વધુ સુપાચ્ય બને છે...
RO પ્યોરીફાયર ઇન્સ્ટોલ કરતાં કે કરાવતાં પહેલાં ઘરમાં જે પાણી નળ કે બોરવેલ થ્રુ આવતું હોય એનાં TDS ચેક કરાવી લેવાં જોઈએ.. પછી RO માંથી આવતું ફિલ્ટરેટ પાણીના પણ TDS ચેક કરાવી લેવાં જોઈએ તથા શરીર ને જરૂરી મિનરલ્સ નું પ્રમાણ એ પાણી માં કેટલું છે એ જોઇ લેવું જોઇએ... પણ આ બધી માથાપચ્ચી આજે કોઇ કરતું નથી ગ્રાહક કે કંપની...
બોરવેલ ના પાણીનું TDS 500 થી 900 ની વચ્ચે હોય તો સીધું જલપાન માં ઉપયોગમાં લઇ શકાય છે જે RO કરતાં ઉત્તમ છે...
કહેવત છે કે સાત ગળણે ગાળીને પાણી પીવું...
તો ગળણાં સૂતરાઉ જાડા કપડાંના અથવા હાથવણાટના લેવાં...
નેચરલ હોમ મેડ ફિલ્ટર તૈયાર થઇ જશે...
નળનું પાણી ડહોળું આવતું હોયતો..
દૈનિક જરૂરિયાતનું પાણી સમાય એવડું તામ્રપાત્ર લેવું એમાં પાણી ભરી લેવું અને
એ પાણીમાં
સરગવાની સૂકીશિંગના બીજ તથા
નિર્મળીના બીજ,
સુખડચંદનના લાકડાનો ટૂકડો નાંખી ને એક રાત પડી રાખવું
( સરળતાથી અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોય તો उशीर - ખસ- સુગંધી વાળો પણ નાંખી શકાય )
બીજા દિવસે ગળી લેવું...
જો રહેણાંક ના વિસ્તાર માં ઝાડા- ઊલટી- ટાઇફોઇડ કમળો જેવા ઇન્ફેકશન્સ જન્ય રોગચાળો ચાલતુ હોય તો એ પાણી ને પહેલાં ઊકાળી લેવું પછી
તાંબાના વાસણમાં ભરવું અને ઉપર કહેલ જલશુદ્ધિકરદ્રવ્યો ઉમેરવાં...
તામ્રપાત્રને રોજ સારી રીતે ધોઇ અને તડકે સુકવી લેવું... એમાં લીલાં રંગનો કાટ લાગવો ના જોઇએ કેમ કે એ કોપર સલ્ફેટ હોય છે... અને એક પ્રકાર નું વિષદ્રવ્ય છે.
RO લાગેલ હોય અથવા લગાવવું હોય તો પહેલાં TDS ચેક કરી લેવાં પછી નિર્ણય કરવો... RO થી પાણીમાં રહેલ મીનરલસ દૂર થાય છે જેથી શરીર ને જરૂરી મિનરલ્સ મળતાં નથી એ હવે વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધનો ને આધારે સ્વિકારાયેલ સત્ય છે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો