બુધવાર, 19 જૂન, 2019

વૈશાખ વદ અગિયારસ अपरा एकादशी

આજે વૈશાખ  વદ  અગિયારસ
જેને अपरा एकादशी તરીકે શાસ્ત્રો માં વર્ણવેલ  છે...

ભગવાન શ્રી કૃષ્ણ  કહે છે કે  આ વૈશાખ વદ અગિયારસ  થી અન્ય કોઇ શ્રેષ્ઠ(= पर) નથી માટે એને अपरा एकादशी કહેવાઇ છે...

अपरा નો સ્થુળ અર્થ :-
આ સંસાર ને જાણવાની..
અને એથી  વ્યહવારૂ થઇ ને સરળતા થી સુખપુર્વક જીવનનિર્વાહ  કરવા ની વિદ્યા...

ચાર વેદ  અને એના છ અંગો ; શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ ના અભ્યાસ ને अपरा विधा  કહે છે ...
છંદ ને વેદ ના પગ,
કલ્પને હાથ,
જ્યોતિષને આંખ,
નિરુક્તને કાન,
શિક્ષાને નાક
અને વ્યાકરણને મોઢું
ગણવામાં આવ્યાં છે...

પરંપરાગત  રીતે આ એકાદશી ને જલક્રિડા  તથા કાકડી સાથે જોડવા માં આવેલ છે...

ગ્રીષ્મ નો તાપ તીવ્ર થવા લાગ્યો છે  સમગ્ર સંસાર શીતળતા ઇચ્છે છે... અને શરીર પણ ...

આથી જલક્રિડા થી તન અને મન ને શાંતિ મળે છે...
સુખ અનુભવાય છે...

કાકડી નું મહત્વ આયુર્વેદિક દ્રષ્ટિકોણ થી  જોઇએ...

કાકડી ના સંસ્કૃત પર્યાય  कर्कटी / एर्वारु કહેવાયા છે...
एर्वारु ને  ટીકાકાર ડલ્હણ ग्रीष्म कर्कटीका = ઉનાળા માં થતી કાકડી...  તરીકે ઓળખાવે છે...
સંસ્કૃત માં શિતલતા આપનાર ગુણ પર થી एर्वारु  શબ્દાભિધાન કરેલ છે..
कर्क એટલે કરચલો... કરચલા ની ચાલ ની જેમ રેતાળ જમીન  માં કાકડી ઝડપી વૃદ્ધિ પામે છે એટલે कर्कटीका...

कर्कटी  પર થી ગુજરાતી  માં કાકડી... एर्वारु  પર થી આરીયું  શબ્દ આવેલ છે...

કાકડી નો  કુદરતી વર્ગ  Cucurbitaceae ...

કાકડી  નું વૈજ્ઞાનિક નામ Cucumis sativus

કડવી કાકડી ને સંસ્કૃત  માં त्रपुस  કહે છે જેના નિઘંટુ ઓમાં જુદાં જુદાં 14 પ્રકાર બતાવેલ  છે...

ત્રપુસ  ના ગુણ કર્મ  વામક,  મૂત્રલ  અને કફપિત્ત ને જીતનાર છે...

જો કે, આચાર્ય સુશ્રુત  અને ધન્વંતરી નિઘંટુકારે  ત્રપુસ  ને  મધુરસ્કંધ માં લીધેલ છે..
એટલે કે ત્રપુસ ને મીઠીકાકડી જ ગણેલ છે...

ચરક ચિકિત્સા ના અધ્યાય 26
एर्वारुबीजं  એટલે કે ઉનાળા માં થતી કાકડી ના બી  ને દ્રાક્ષ સાથે પીવાથી पित्तज मूत्रकृच्छ એટલે કે પેશાબ  મુશ્કેલી  થી ઉતરે એવા વિકાર માં લેવા કહ્યું  છે...

લોકબોલી માં જેને" ઊનવા " કહે
છે... અને ઉનાળા માં આ વિકાર વધુ જોવા મળે  છે...

સુશ્રુત સંહિતા ઉત્તરતંત્ર ના અધ્યાય 55 માં પણ एर्वारु बीज ને મૂત્રાવરોધ જન્ય ઉદાવર્ત એટલે કે પેશાબ ના ઉતારવા થી પેટ માં આફરો થવો...
તથા મૂત્રાઘાત એટલે કે પેશાબ જ ના બનવો  માં સૈન્ધવ સાથે કાકડી  લેવા નું કહ્યું  છે...

 दाह, तृष्णा , क्लम (=શ્રમ વિના થાક લાગવો ) અને अर्ति (= શારીરિક પીડા, માનસિક કંટાળો) આ તમામ વિકારો ઉનાળા  ના તાપ ને કારણે માનવશરીર માં ઉદ્ભવે છે...
જેનો નાશ કરનારા કાકડી ના ગુણકર્મ છે એમ આયુર્વેદ શાસ્ત્ર માં કહેલ છે...

પણ,  આ કૂણી કાકડી ના ગુણો છે...આથી  બહું પાકેલી  અને પીળી પડી ગયેલ કે સ્વાદ માં કડવી લાગે એવી કાકડી ના લેવી...

ગર્ભિણી સ્ત્રી ને પણ કાકડી નું સેવન કરાવવું શ્રેષ્ઠ  રહે છે... वैधमनोरमा  નામ ના ગ્રંથ માં ગર્ભિણી  ને જો ગ્રીષ્મ માં આકરા તાપ ને લઇ ને પેટ માં દુખે  તો... કાકડી ના તાજા મૂળ  ને દૂધ માં ઉકાળી  ને પીવરાવવા કહેલ છે...

તો... ગ્રીષ્મ માં શિતલતા  આપનાર एर्वारु - કાકડી નો ઉપભોગ કરીએ...
                              🙏श्री हरिः🙏

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...