સાટોડો અને સાટોડી બંન્ને વનસ્પતિઓ નું આયુર્વેદિક દ્રષ્ટિકોણ થી મહત્વ અને ઓળખ માટે વિભેદક પરીચય ...
સાટોડી ને Boerhavia diffusa કહેવાય છે...
બોહેવીયા ની ત્રણેક પ્રજાતી ગુજરાત માં જોવા મળે છે..
અન્ય પ્રજાતી
Boerhavia repanda
Boerhavia chinensis
Boerhavia verticillata
પણ...
पुनर्नवा તરીકે સંસ્કૃત માં ઓળખ અપાયેલ તેમજ જેના મૂળ નો ઔષધીય ઉપયોગ થાય છે એ Boerhavia diffusa જ છે... કેમ કે રેતાળ જમીન માં આના મૂળ દોઢ - બે ફુટ લાંબા અને જાડા નીકળે છે...
અન્ય પ્રજાતી ના તંતુમૂળ હોય છે અને એકાદ આંગળ લાંબા હોય છે આથી એ ઔષધી તરીકે નિકૃષ્ટતમ્ છે...
Nyctagineae ના કુદરતી વર્ગ માં આનો સમાવેશ થાય છે... વનસ્પતિ શાસ્ત્રી શ્રી જયકૃષ્ણજી ઠાકર બોહેવીયા ડિફ્યુઝા ને વાસેડો કે વાસેડી તરીકે ગુજરાતી નામે ઓળખાવેલ છે...
સંસ્કૃત પર્યાય विषखर्पर પર થી ગુજરાતી માં એનું એક નામ ખાપર પણ છે...
જેનો સ્થુળ અર્થ - શરીર માં જે પણ અનિચ્છનીય મળ સ્વરૂપ વિષ છે એનો પૂર્ણપણે ત્વરીત નાશ કરનાર... એવો થાય છે...
પુનર્નવા ના મૂળ , લીમડા ની આંતરછાલ સાથે પટોલ, દારૂહરિદ્રા, સુંઠ , ગળો અને હરડે નો સમાન ભાગે લઇ ને જે કવાથ નિર્માણ થાય છે એને पुनर्नवाष्टक कवाथ કહેવાય છે...
જે તમામ પ્રકાર ના લીવરડિસીઝ માટે વિષખર્પર ની ઉપમા ને સાર્થક કરે છે...
ગુજરાતી માં જેને સાટાડો કહે છે એ કુદરતી વર્ગ Ficoideae ની વનસ્પતિ છે જેનું લેટીન નામ Trianthema monogyna (Syn. Trianthema portulacastrum) છે...
જેને સંસ્કૃત માં વર્ણવેલ वर्षाभु તરીકે લઇ શકાય ...
આ વર્ગ ની એક ક્ષુદ્ર પ્રજાતી Trianthema Crystallina ને કેટલાક સાટોડી તરીકે ; પુનર્નવા - બોહેવીયા ડિફ્યુઝા તરીકે ઓળખાવે છે...
બંન્ને વર્ગ ની વનસ્પતિ નું ઓળખ માટે નું વિભેદક વર્ણન જોઇએ તો ..( સ્લાઇડ શો માં પણ દર્શાવેલ છે..)
પુનર્નવા / સાટોડી / બોહેવીયા ડિફ્યુઝા માં સામ સામે ના બે પાન માં એક પાન કદ માં બીજા ની સાપેક્ષે નાનું હોય છે...
પાન પાતળા હોયછે...
પત્રકોણ માંથી એક લાંબી સળી નીકળે છે અને એની પર પુષ્પો આવે છે...
પુનર્નવા અને સાટોડો બંન્ને માં ગુલાબી તથા સફેદ બંન્ને જાત ના પુષ્પો ની પ્રજાતી જોવા મળે છે
પુષ્પો ખરી જતાં વરીયાળી જેટલા કદ આકાર ના ફળ બેસે છે..
ફળ પર આવેલ મધુગ્રંથી થી એની જુદી જુદી પ્રજાતી ની ઓળખ થાય છે...
પુનર્નવા ના મૂળ જ ઔષધીય પ્રયોગ માં લેવાય છે...
એની મૂત્રલ અસર થી શોથઘ્ન ઇફેક્ટ આવે છે તથા શરીર માં રહેલ દુષ્ય સ્વરૂપે વિષ ને દૂર કરે છે...
પુનર્નવા એકયુટ કંડિશન માં વાપરી શકાય છે...
વર્ષાભુ / સાટોડો/ Trianthema portulacastrum વનસ્પતિ માં આવેલ સામસામે ના પાન એક સરખા આકાર કદ ના હોય છે... પુનર્નવા કરતાં વધુ માંસલ, દબાવતા ખાડો પડે તથા કયારેક ચીકણો સ્ત્રાવ પણ ઝરે છે... શાખાઓ બટકણી અને કુણી હોય છે...
આ વનસ્પતિ ના પુષ્પો પત્રકોણ માં ધસેલા હોય છે... પરિપક્વ ફળ માં ત્રણ કે ચાર કાળા રંગ ના બીજ હોય છે... જે ઢાંકણું ઉઘાડેલી ડબ્બી જેવી રચના માં દેખાય છે...
સાટોડા ના પાંદડા આહાર ઔષધ તરીકે જીર્ણવ્યાધિ માં વપરાય છે...
જે મૂત્રલ તથા મળનિસારક પણ છે...
સાપુતારા માં આવેલ ૠતુભંરા વિધાલય ના સંનિષ્ઠ કાર્યકર પૂર્ણિમાબેન પકવાસા જેઓ 102 વર્ષ નું દિર્ઘાયુ ભોગવેલ અને વનૌષધિ ના પણ સારા જાણકાર હતાં...
મહાત્મા ગાંધીજી ને જેલવાસ દરમિયાન મૂત્રપીંડ ની બિમારી થવાથી એના સુધાર માટે કોઇ વૈદ્ય એ સાટોડા ની ભાજી ખાવા નું સુચન કરેલ...
સાપુતારા માં જેને ખાટીભાજી તરીકે ઓળખાય છે...
પુર્ણિમાબેને આ સાટોડા ના પાન ને પાણી કે નમક નાંખ્યાં વિના આ ભાજી બનાવી નિયમીત ગાંધીજી ને ખવડાવતા જેથી એમની કિડની પૂર્વવત્ કાર્યક્ષમ થયેલ...
સાટોડા નો ઉપયોગ આહારઔષધ તરીકે એના પાન ની ભાજી બનાવી ને ખાવા માં કરાય છે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો