બુધવાર, 19 જૂન, 2019

અધિકમાસ પુરૂષોત્તમમાસ

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે...
જેને અધીકમાસ પણ કહેવાય છે...
કેમ ?
જાણીએ...
વિશ્વ ની તમામ પ્રજા એ સમય ગણના કરાવા માટે  સૌ પ્રથમ સૂર્યની ગતિ  ને આધાર બનાવેલ  અને એ પરથી  કેલેન્ડર વર્ષ ની ગણના અને રચના અસ્તિત્વમાં આવ્યા..
આપણા હિંદ ની વાત જરા હટકે છે...
આપણે કાળગણના માં સૂર્ય ઉપરાંત ચંદ્ર ની ગતી ને પણ મહત્વ  આપેલ છે...
વૈદકાલીન સંસ્કૃતિ  પ્રકૃતિપૂજક  હતી.. એટલે સૂર્ય નું મહત્વ વધુ હતુ..
સૂર્ય  ને આદિત્ય  પણ કહે છે.
પૃથ્વી ને સૂર્ય ની આસપાસ  પરિક્રમા કરતાં 365 દિવસ ;
અતિ સુક્ષ્મ ગણતરી કરતાં 365 દિવસ 15 ઘડી  31 પલ 30 વિપલ અને 24 પ્રતિપલ  નો સમય લાગે છે...
આ સમય ને 12 ભાગો માં વહેંચતા વર્ષ ના 12 માસ થાય છે..
12 ભાગ માં વહેચણી પાછળ મેટાફીઝીકસ  નો ભૌતિક જગત માં ઉન્નતિ નો  નિયમ અંક 9 છે...
 ( 60સેકન્ડ × 60 મીનીટ × 24 કલાક × 365 દિવસ = 31536000 = 3+1+5+3+6=18= 1+8 = 9)

વેદ કાળ માં બાર માસ ના નામ એ સમય દરમિયાન  ની પ્રકૃતિ  ના ગુણકર્મ  આધારીત રૂપક પ્રમાણે રખાયા હતાં... મધુ, માધવ, શુક્ર, શુચિ, નભ, નભસ્ય, ઇષ, ઊર્જ, સહ, સહસ્ય, તપ  અને તપસ્ય હતાં  ( મધુ થી ચૈત્ર  અને માધવ થી વૈશાખ  એમ ક્રમ માં ગણવા )
આ બારેમાસ ના એક એક અધિષ્ઠતા દેવ હોય છે જેને સંયુકત નામે 12 આદિત્ય કહેવાય છે. ધાતા, અર્યમન, મિત્ર, વરૂણ, ઈંદ્ર, વિવસ્વાન, ત્વષ્ટા, વિષ્ણુ, અંશુમાન, ભગ, પૂષા અને પર્જન્ય

અધિષ્ઠાતા દેવ પ્રકૃતિ ને જડ માંથી ચેતન દશા માં લાવનાર તથા એ સમયકાળ માં પ્રજા અને પ્રકૃતિ  ને નિયમો નું પાલન કરાવનાર તથા એ બંન્ને નું  રક્ષણ કરનાર પણ  હોય છે...

વેદકાલ  પછી ઉપનિષદકાળ આવે  છે અને  આ સમય કાળ માં અન્ય વિદેશી પ્રજા અને આપણી પ્રજા ના  જ્ઞાન નું આદાન પ્રદાન થાય છે એટલે આપણે જે અવકાશીય  તારાપૂંજ ને જે 27  નક્ષત્રો  માં વહેંચી ની સમજતાં હતા એને વિદેશી પ્રજા મેષાદિ  12 રાશિઓ  ગણાવતી  હતી...
આપણો સૂર્ય એમની મેષાદિ રાશી માં સંક્રાતિ  કરતો થયો...
અને આપણે પૂર્ણિમા ના દિવસે ચંદ્ર જે નક્ષત્ર માં હોય એ પરથી બાર મહિના ના નવા નામ રાખી લીધા..
ચૈત્ર,વૈશાખ, જેઠ અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક,
માગશર, પોષ, મહા અને ફાગણ.

ચંદ્ર ને પૃથ્વી ની આસપાસ પરીભ્રમણ કરતાં 29 દિવસ 12 કલાક 44 મીનીટ  અને 28 સેંકડ નો સમય લાગે છે એટલે આખુ વર્ષ પુરૂ થાય ત્યારે 354 દિવસ 8 કલાક 48 મીનીટ 33.55 સેકંડ  નો કુલ સમય લાગે છે...

એટલે કે સૌરવર્ષ  કરતાં ચાંદ્રવર્ષ દસેક દિવસ  ટૂંકૂ  હોય છે...

આથી ચંદ્ર ની ગતી ને આધારીત કાળગણના નો... સૂર્ય ની ગતી ને આધારીત થતી કાળગણના સાથે મેળ  બેસાડવા  સરેરાશ 32 મહિના 16 દિવસ અને 4 ઘડી ના અંતરે એક  અધિક માસ... ચાંદ્રવર્ષ માં આવે છે... આજ રીતે 141 માં વર્ષે એક ક્ષય માસ પણ આવે છે...

આગળ જણાવ્યું  એમ સૂર્ય ના બાર નામો ને બાર આદિત્ય કહે છે અને સુર્ય  નો જેમ એક રાશી માંથી બીજી રાશી માં પ્રવેશ થાય એટલે કે સંક્રાતિ થાય ત્યારે મહિનો બદલાય છે અને અધિષ્ઠાતા દેવ નું નામ પણ બદલાય છે. ચૈત્ર માં મેષ સક્રાંતિ  હોય છે..  મકર સક્રાંતિ પોષ માં હોય અને કર્કસક્રાંતિ અષાઢ માં...
પણ
અધિક માસ માં સૂર્ય સંક્રાતિ  હોતી  નથી એટલે એ માસ નો અધિષ્ઠાતા દેવ પણ નથી...

આથી પ્રભુ શ્રી હરિ અધિક માસ ના અધિષ્ઠાતા દેવ છે...
જેથી આ અધિક માસ ને પુરૂષોત્તમ માસ કહે છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...