બુધવાર, 19 જૂન, 2019

આજની જરૂરીયાત ઇન્ટરનેટ અને સોશીયલ મીડીયા ?

માનવ ની મુખ્ય જરૂરીયાત  શું ?

रोटी, कपड़ा और मकान 
અને હવે ઇન્ટરનેટ ...
થોડુંક વિચિત્ર લાગે વાંચવા માં...
પણ આ. હક્કિતનો આજે અસ્વિકાર થઇ શકે એમ છે જ નહી...
કોઇપણ વ્યક્તિ ને આજે કોઇપણ પ્રસંગે કે સ્થળે જુઓ  નીચું મોઢું કરી હાથમાં મોબાઇલ લઇને મથામણ કરતો નજરે પડે છે જેમાં 1+ ની ઉંમર ના ટેણીયાં પણ સામેલ છે...
મોબાઇલ નું આકર્ષણ ઇન્ટરનેટ સર્ફિંગ ના કારણે છે, એમાંય Jio ના ડેટાપ્લાને તો રાસાયણીક ખાતરનું કામ કર્યુ છે. મિસકૉલની પ્રથા બંધ કરવાની સાથે  દિવસમાં વધુ માં વધુ  કલાકો લોકોને મોબાઇલ સાથે ચોટડુંક કરી રાખવાનું શ્રેય  jio ના ભાગે જ જાય છે.

ઇન્ટરનેટ સર્ફિંગ એડિકશન કે મોબાઇલનાં બંધાણીઓની સામાજીક, માનસિક, શારિરીક,ઉપરાંત આર્થિક સ્થિતિ ઘણી પ્રભાવી થાય છે.  રૂટીન લાઇફ ઘણી ડિસ્ટર્બ થયેલ છે.

મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફિંગના બંધાણી થવા નું એક કારણ તો ઉપર જણાવેલ છે કે સસ્તા દરે વધુ ડેટા.
બીજા કેટલાંક મનોવૈજ્ઞાનિક કારણો માં...
○ સરળતા સાથે સુવિધાજનક રીતે ઉપલબ્ધતા
○ મોબાઇલ પર ફેક આઇ. ડી. દ્વારા ઓળખ છુપાવી શકાતી હોઇ (દુ)સાહસ કરીને સુખ નો રોમાંચ મેળવી શકાય છે.
○ રૂબરૂમાં જે વ્યક્ત ના કરી શકાય તે ફેસબુક કે વૉટસેપ ના માધ્યમથી કહી શકાય છે. એમાં પેલો વ્યંગ ઘણો વાયરલ થયો કે વૉટસેપ કે ફે.બુ. કૉમેન્ટસ નો ફાયદો એ કે મોંઘો માવો થૂંક્યાં વિના પણ વાત કે ઊભરા ઠાલવી શકાય છે.
○વિકટ પરિસ્થિતિમાં લોકેશન ઑફ કરીને બિન્દાસ્ત રીતે જુઠાણાંઓ ચલાવી શકાય છે.
○ સામાન્ય રીતે જે સાહિત્ય કે ઓડિયો વિઝ્યુઅલ કૃતિઓ જોવી-વાંચવી સામાજીક રીતે નિંદનીય છે એ એકાંતમાં રસપૂર્વક માણી શકાય છે. જેને સાઇબર સેકસ્યુઅલ એડિકશન પણ કહેવાય છે.

મોબાઇલ ઇન્ટરનેટ સર્ફિંગ એડિકશનના નુકસાનનું વિગત વાર વર્ણન કરવું જરૂરી નથી... બધાને અનુભવ છે જ...

● ઘરનું વાતાવરણ ડહોળાય છે, વાતવાતમાં ખીજાઇ જવાય અથવા ઘરના સભ્યો ખીજાય જેથી માનસિક તાણ અને ત્રાસ ઉત્પન્ન થાય છે.
● વ્યવસાય ના સ્થળે પણ ગ્રાહક અને માલીક બેઉ ખીજાય છે અને નોકરી ધંધા માં ધ્યાન પૂરેપુરૂં ના અપાવવા થી આર્થિક સમસ્યાઓ નું સર્જન થાય છે.
● આવનાર ગ્રાહકો પાસે ઇન્ફર્મેશન ઓવરલોડ હોવાથી ધંધા વ્યવસાય ની   જે સ્થાપિત ઘરેડ હોય છે એ ટૂટે છે. મંદીના  વાતાવરણમાં  ક-મને પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે.
● બિનજરૂરી શોપીંગ અને લાલચમાં જે તે સ્કિમ ના સ્કેમનો ભોગ બની બેંકબેલેંસની સેવિંગ ડિસ્ટર્બ થયા કરે છે.
● अति सर्वम् वर्जयेत् ન્યાય પ્રમાણે વધુ સમય મોબાઇલ ઉપરાંત કૉમ્પ્યુટર પર પણ  મૃગતૃષ્ણાવત્ જે સર્ફિંગ કે ગેમ રમ્યા કરાય છે એનાંથી હાથના આંગળાં, ગરદન, કમર તથા આંખ વિગેરેના મસ્લસમાં ન્યુરોટીક પેઇન ની સમસ્યાઓ થાય છે,  જે ભવિષ્યમાં  અસાધ્ય એવાં વિકારો ઉત્પન્ન  કરી શકે છે. ઉપર થી કહેવાતું રેડીએશન ના વિકારો તો ખરાં જ. ઇઅરફોનનાં સતત ઉપયોગથી. કુદરતી જે શ્રવણ શક્તિ હોય છે એનો હ્રાસ થાય છે. ઉપરાંત કૉન્સ્નટ્રેશન કે ફોકસ કરવામાં પણ તકલીફ અનુભવાય છે.

સમાર્ટફોન અને સસ્તી ઇન્ટરનેટ ડેટા પેક એક રીતે તો દરેક જાતની ઇન્ફર્મેશનસ મેળવવા માટે આર્શિવાદ સમાન છે પણ એ અભિશાપ ના બને એના માટે  વ્યક્તિએ પોતાએ જ વિવેક રાખવાનો હોય છે.

👉 ફે.બુ. અને વૉટસેપ  ના બીનજરૂરી ગ્રુપસ માં એડ ના થવું અને કોઇ કરે તો left થઇ જવું.

👉ધંધા-વ્યવસાય કે હોબીઝ ને અનુરૂપ જ માહિતી મળે એ માટે સર્ફિંગ કરવું અને તે પણ દિવસ દરમિયાન કોઇ એક નિશ્ચિત સમયે તેમજ સમય મર્યાદા માટે....  ઉદેશ્યપૂર્ણ સર્ફિંગ થશે તો મળેલ માહિતીથી સંતોષ મળશે જેથી મૃગતૃષ્ણાથી મુક્તિ મળીને તૃપ્તિ પ્રાપ્ત થશે.

👉એજ રીતે ધંધા - નૌકરી ના સ્થળે વર્કિંગ અવર્સ દરમિયાન ઇન્ટરનેટ ડેટા બંધ રાખવી એ દરમિયાન મનમાં જે પણ ઇન્ટરનેટ સર્ફિંગ થકી ઇન્ફર્મેશન મેળવવાની જીજ્ઞાસા જાગે તો એને અંગત ડાયરીમાં  નોટ
કરી લેવી પછી નિરાંતે સર્ચ કરવી જે દરેક કોણથી કલ્યાણકારી બને છે.

👉 આપના ઘરપરિવારની કે ધંધામાં સહાયક વ્યક્તિઓ આદતવશ  મોબાઇલ ચોટડુંક હોય તો આપ એમનો સીધો નિષેધ કે ટીકા કરશો તો  સંઘર્ષ થશે.... તેઓ આપના આચરણ થી અનુસરવા લાગે એવો ક્રિયાત્મક સૃજનાત્મક ઉપાય પ્રદર્શન કરો...
મોબાઇલ નું વળગણ છોડાવવા કરતાં છૂટી જવું કાયમી અને શ્રેયકર  છે.

👉 મેસેજ કે કૉમેન્ટસ દ્વારા અભિપ્રાય કે રિપ્લાય આપવા ના બદલે  વોઇસ મેસેજ અથવા ડાયરેકટ કૉલીંગ ની આદત પાડવી એ આપના પ્રભુત્વ તથા પર્સનાલીટી ને વધારે છે.

👉 આપના દ્વારા કરાતી પોસ્ટસ પણ આપના વ્યવસાય ને સંબંધિત ઊડાચિંતન, તથા વિષય સંબંધી પૂરી શોધખોળના અંતે તથા માતૃભાષા માં કરવી તથા કરતાં પહેલા એકવાર વાંચી લેવી સુખપ્રદ છે.

👉 સેકસ્યુઅલ તથા રાજનૈતિક કંન્ટેઇન વાળું જે પણ હોય એ ના તો પોસ્ટ કરવું ના શેર કરવું ... એ હંમેશાથી ગુપ્ત અને અંગત બાબત છે એટલે એને એમ જ રાખવું .

👉 કોઇકની મહેનતની આપણને ગમતી પોસ્ટસ ને કટ- કોપી- પેસ્ટ કરી પોતાને નામે શેર કરવાને બદલે સીધી આખેઆખી પોસ્ટ જ મૂળકર્તાને નામે શેર કરવી સન્માન અને આદર મફત માં મળે છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...