આપણે જ્યારે ધાર્મિક વિધિઓ કરીએ છીએ, માંગલિક પ્રસંગો ઉજવીએ છીએ, શુભ કાર્યો કરીએ છીએ, ત્યારે સર્વપ્રથમ ભગવાન ગણેશજીનું સ્થાપન કરીને તેની પૂજા-અર્ચના કર્યા બાદ જ કાર્યનો શુભારંભ કરીએ છીએ. ગણેશજીનું સ્થાપન મગ પર કરવામાં આવે છે.
શા માટે મગને જ પસંદ કર્યાં હશે ?
બીજા કોઈ ધાન્ય કે કઠોળને કેમ સ્વીકાર્યા નથી?
પણ મગ પાથરીને તેના પર ગણેશજીનું વિધિપૂર્વક સ્થાપન શા માટે કરવામાં આવે છે ?
મગનું એવું તે કેવું રહસ્ય છે?
અહીં મેદસ્વીતા જન્ય વ્યાધિ વિકારો માંથી બચવાનો નો પ્રસંગ છે,
ત્યારે આપણને પણ થશે જ કે ગણેશજી, મગ અને મેદસ્વીતા નો સંબંધ શા માટે જોડવામાં આવ્યો છે ?
હા આજના મહાઘોર રોગ સાથે મેદસ્વીતા નો જૂનો સંબંધ છે.
જુઓ. ..
આપણે જાણીએ છીએ કે ગણેશજી ભગવાન શંકરજીના પુત્ર હતા, તેઓ ખૂબ જ જાડા (મેદસ્વી) હતા, તેમની ફાંદ તો ખૂબ જ મોટી હતી, તેથી આપણે તેમને દુંદાળા દેવ કહીએ છીએ, વળી તેઓ મોદકપ્રિય અને ખૂબ જ આરામપ્રિય હતા. ગણેશજી દરરોજ ચૂરમાના લાડુ નું જમણ કરી ને આરામ જ કરતા હતા કાળક્રમે તેઓ ખૂબ જ જાડા થઈ ગયા... પિતા ભગવાન શંકરજી તો મહાન વૈદ્ય હતા. વૈદ્યનાથ મહાદેવ...
તેઓને ખ્યાલ આવી ગયો હતો કે ગણેશજીએ મધુરપદાર્થો (…ચૂરમાના લાડુ) નું ભક્ષણ ખૂબ જ કર્યું છે અને પરિશ્રમ તો કર્યો જ નથી, તે કારણે તેમને મેદસ્વીપણા જન્ય રોગો થશે છે. માતા પાર્વતીજી પણ ચિંતા કરતા હતા. માતા પાર્વતીજીએ શંકરજીને પ્રાર્થના કરી કે ,
હે નાથ, પુત્રનું જીવન બચાવવા આપ સક્ષમ છો, તેથી ગણેશજીનાં સ્વાસ્થય ના ઉપાય કરો… શંકરજીએ મોટા પુત્ર કાર્તિક્રેય અને નાના પુત્ર ગણેશજીને બોલાવીને આજ્ઞા કરી કે તમો બન્ને તમારા વાહન પર સવારી કરીને પૃથ્વીની સાત વખત પ્રદક્ષિણા કરો. આ અમારી આજ્ઞા છે. આ સાંભળી કાર્તિકેય તો પોતાના વાહન મોર પર સવાર થઈને પૃથ્વીની પ્રદક્ષિણા અર્થે નીકળી પડ્યા… પરંતુ ગણેશજી તો ... ખૂબ જ
મેદસ્વી હતા અને તેમનું વાહન ઉંદર હતું. ઉંદર પર સવારી કરીને પ્રદક્ષિણા
ક્યારે પૂરી થાય ?… આમેય ગણેશજી તો મહાન બુદ્ધિશાંળી તો હતા જ… તેઓ શંકરજી અને માતા પાર્વતીજી પાસે ગયા અને જણાવ્યું કે માતા-પિતા તો સ્વયં પૃથ્વી જ છે, તેથી હું આપની પ્રદક્ષિણા કરીશ.
શંકરજીએ સંમતિ આપી અને શરત કરી કે કાર્તિકેય પ્રદક્ષિણા પૂરી કરીને આવે ત્યાં સુધી તમારે અમારી પ્રદક્ષિણા કરવાની છે અને આ સમય દરમિયાન માત્ર મગનો ખોરાક લેવો અને બીલીપત્રના રસનું સેવન કરવું. ગણેશજીએ આ ત્રણે શરતનો સ્વીકાર કર્યો. .. .
... કહેવાય છે કે, મહાભારત ની કથા શ્રી ગણેશજી એ લખી ...
બુધ્ધિ પ્રતિભાયુક્ત વ્યક્તિ ઓ નો વ્યવસાય પણ ઓછો શારીરિક શ્રમ વાળો હોય એટલે મેદસ્વીતા સ્વાભાવિક આવી જાય. ...
.... વિઘ્નહર્તા ગણેશજી ની સ્તુતિ માં શરૂઆત,
गजाननं भूतगणादि सेवितम् कपित्थ,
जम्बुफल चारू भक्षणम् ।
આવે છે અર્થાત શ્રી ગણેશજી જેવા મિષ્ટાન્ન પ્રેમી મેદસ્વી વ્યક્તિઓ એ कपित्थ = કોઠું અને જાંબુ ખાવા જોઈએ. .
જાંબુ ની સિઝન શરૂ થઇ ગઇ છે વર્ષાકાળ પણ રાહ જોઇને ઊભો જ છે.
સમગ્ર ચર્ચા નો સારાંશ એ જ કે,
આયુર્વેદ શાસ્ત્ર માં વર્ણવેલ રોગમુક્તિ અને સ્વાસ્થ્ય ના મૂળભૂત સિધ્ધાંતો સામાન્ય લોકો સુધી પહોંચે અને શ્રદ્ધા થી એને અનુસરે એ માટે પુરાણો - પ્રાચિન ગ્રંથો માં આવા વર્ણનો ભુતદયાપ્રિતી અર્થે પુનિત જનો એ વર્ણવેલ છે. ..
શ્રી ગણેશજી ની દેહાકૃતિ તથા તેમના હાથ માં મોદક તથા એમની બુદ્ધિ ચાતુર્ય ની વાતો એ બધુ આ લોક ના મનુષ્યને...
મિષ્ટાન્ન તથા દિમાગી વ્યવસાય ના કારણે મેદસ્વીતા વધે એમ પ્રતિકાત્મક દર્શાવેલ છે.. પૃથ્વી ની પ્રદક્ષિણા એ મેદસ્વી વ્યક્તિઓ ને પરિશ્રમ નુ મહત્વ બતાવે છે.
મગ નુ સેવન, બીલીપત્ર સ્વરસ તથા જાંબુ અને કોઠું નો ઔષધીય પ્રયોગ એ મેદસ્વી લોકો ને આજે થતાં ઉચ્ચરક્તચાપ હૃદરોગ અને ડાયાબીટીસ નામના મહારોગ ના શિકાર થતા બચાવે છે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો