આજે 1st May....,
ગુજરાત રાજય સ્થાપનાદિન...
ઇતિહાસ માં ડોક્યુ કરીએ...
ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન - SRC ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ હેઠળ હતી, ફઝલઅલી કમિશને ૧૯૫૫માં જાહેર કર્યુ કે SRC ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું છે પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્યપ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડા મૈસુરને ઉમેરવાનું સૂચન કર્યું.
ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી.
સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા બોમ્બે નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો.
आमची मुंबई....
જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.
૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે, જયારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈ એ વખતે મુંબઈ રાજય ના ગૃહમંત્રી હતા.... તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. જેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ.
શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ હતી.
નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્વિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું.
મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી.છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું. આ ભાંજગડ માં આબુ પર્વત અને આબુરોડ પણ ગુજરાત માંથી છટકી ગયો...
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા.
આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી. નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીબન્યા.
એ ધન્ય ધરા ગુજરાત છે
જ્યાં મેઘાણીના ગીત છે,
જ્યાં ગાંધીજીની પ્રીત છે,
સંસ્કારોની અમીરાત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
લોખંડી વીર વલ્લભ છે,
જેના દર્શન કરવા દુર્લભ છે,
જ્યાં નરસિહ, નર્મદ ને કાન્ત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
જ્યાં નર્મદા, તાપી સધ્ધર છે,
જ્યાં મચ્છુ, ઘેલો, ભાદર છે,
અરે સાબરમતી જ્યાં શાંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
જ્યાં દ્વારકા સોમનાથ અંબાજી,
જ્યાં પાવાગઢ વીરપુર શામળાજી,
જ્યાં ગીરનાર નો ખોળો અનંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
જ્યાં રાસ ગરબાની રમઝટ છે,
જ્યાં ભજન દુહાની દાવત છે,
જ્યાં હાલરડામાં હેત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
આ રત્નો કેરી ખાણ છે,
ભારતની પહેચાન છે,
'આનંદ' ઈશ્વરનું ગીત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
- અજ્ઞાત

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો