બુધવાર, 19 જૂન, 2019

સ્ત્રીલાવણ્યતા અને મેદ



 સૌદર્યતા   એ સ્ત્રી નો પર્યાય છે. . માટે કુદરતે સ્ત્રી  શરીર માં પ્રાકૃત  મેદ ધાતુ ની વિશિષ્ટ રીતે  ગોઠવણ કરી  છે  જેના કારણે  સ્ત્રી શરીર માં મેદધાતાવાગ્નિ ની સમ અવસ્થા  માં  એક ખાસ પ્રકારની....
     સ્ત્રી ના અંગો તથા ત્વચા માં   સુકુમારતા,  લાઘવતા, મૃદુતા,  ક્રાંતિ, લચકતાપણુ   વિગેરે  જોવા મળે  છે. ..
અને
    આજ મેદધાતાવાગ્નિ સમ્યક  રીતે કામ કરતા પ્રાકૃત  મેદધાતુ  ઉંમર વધતા  ની સાથે સ્ત્રી ના  શરીર તથા સ્વભાવ માં  લાવણ્યતા - સ્ત્રીત્વ ઉજાગર  કરે છે.
         આધુનિક વિજ્ઞાન,  કન્યા માંથી સ્ત્રી બનવા ની ઘટના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ ને આભારી માને છે. .

        જયારે આયુર્વેદ ના મહર્ષિ સુશ્રુત ; કન્યા,  યોગ્ય ઉમર હોવા છતાંય  સ્ત્રીત્વ - માતૃત્વ  ના આવે તો એને  શુદ્ધ વાસા/ મેદધાતુ  ની ઉણપ / તેજક્ષય  ગણાવે છે.
     આધુનિક તબીબી  વિજ્ઞાન  પણ સ્વીકારે છે કે થાઇરોઇડ  અંતઃસ્ત્રાવી  ગ્રંથિ ના સ્ત્રાવો નુ વત્તુ - ઓછું પ્રમાણ  સ્ત્રીશરીર  ની અતીમેદસ્વીતા તથા વંધ્યત્વ  નુ એક કારણ બને છે. . આંશિક  રીતે  આ  વિકાર ચયાપચય-  metabolism ના કારણે  ઉત્પન્ન  થાય  છે  એવુ આધુનિક વિજ્ઞાન  પણ હવે  સ્વીકાર કર્યો છે. . 

સ્ત્રી અને મેદસ્વીતા. .. જાડાપણુ  કોને ગમે ?

સ્ત્રીશરીર ની સાર્થકતા  અને લાવણ્યતા પાછળ ની ઝંખના  ઉત્તમ માતૃત્વ માં સમાયેલી  છે. .. એ પ્રકૃતિ દત્ત  સ્વભાવ કે આકાંક્ષા  છે. ..

આજના સમય માં જોવા મળે  છે કે પ્રસૃતિ / સંતતી  બાદ દરેક  સ્ત્રીઓ ના શરીર માં મેદસ્વીપણુ  આવી જાય છે.. સગર્ભાવસ્થા  દરમિયાન  ની મેદસ્વીતા  કુદરતી  લાવણ્યતા / સૌદર્ય સ્ત્રીશરીર  ને આપે છે. .. પણ પ્રસૃતિ બાદ મેદ ની જમાવટ ખાસ કરીને ને પેટ અને નિતંબ  ના ભાગે સ્ત્રી શરીર ને બેડોળ  બનાવે છે. ..

આવુ કેમ ?

પ્રાચીન સમય માં સ્ત્રીઓ ના જે રોજીદાં ઘરકામ  હતા. .. સવારે  સૂર્યોદય  પહેલા ઉઠી જવુ. . હાથઘંટી માં અનાજ  દળવુ  .. કુવા તળાવ થી પાણી ભરી લાવવુ .. એથી  પેટ - કમર તથા નિતંબ  ના સ્નાયુઓ ને એક ખાસ  પ્રકારની  કસરત મળતી. .  જેથી વંધ્યત્વ  તથા અતીમેદસ્વીતા  માંથી સ્ત્રીઓ એ સમય મુક્ત  હતી. .. પ્રસૃતિ પણ સામાન્યતઃ  સુખપૂર્વક  થતી. ..
      રણ વિસ્તાર (રાજસ્થાન- અરબસ્થાન)  ના અમુક કબીલા/ વણઝારા જાતી માં સ્ત્રીઓ  એક ખાસ પ્રકાર કમર અને પેટ ના સ્નાયુઓ ને વિશેષ કસરત પડે એવુ  નૃત્ય  કરે  છે . જેને સાંપ્રતકાલ માં Bailey Dance   કહે છે. .  જેનો ઉદેશ્ય  એ વખતે ફળદ્રુપ માતૃત્વ  અને સુખપૂર્વક ની પ્રસૃતિ  માટે હોવા નો ઇતિહાસ ના જાણકારો  માને છે. ..
વૈજ્ઞાનિક  સંશોધન  બતાવે છે કે  આ પ્રકાર ના નૃત્ય થી સ્ત્રી પ્રજનનતંત્ર  ના અવયવો  સમ્યક્  રીતે કાર્ય કરે છે.  તથા શરીર માં  Female Hormones Secretion  નોર્મલ  રીતે થાય છે .  જેથી  PCOD  કે મેનોપોઝ  અવસ્થા માં થતા વિકારો નુ પ્રમાણ આ સ્ત્રીઓ માં   નહિવત  રહે છે..
     સમ્યક  મેદધાતુ નુ પ્રમાણ   તથા સમ મેદધાતાવાગ્નિ  નુ મહત્વ  તો સમજાઇ ગયુ  હશે ..

 હવે એ જાળવવા ના કુદરતી  ઉપાયો. ..

    બાલ્યકાળ  થી જ કન્યાઓને આહાર નુ મહત્વ  સમજાય એ જરૂરી  છે.. કેમ કે  એ જ કન્યા  થી એનો પરીવાર સ્વસ્થ બનશે અને આગળ પણ  સંસ્કૃતિ જળવાશે

 આહાર માં ફ્રોજનફુડ  કે જંકફુડ  ને સમજાવટ પૂર્વક પ્રતિબંધિત કરો. ...
ભોજન બનાવવા માં મસાલા  ઇત્યાદિ નુ મહત્વ  ;  તંદુરસ્તી જાળવણી માં શું છે એ છોકરીઓ ને  સમજાવો. ..
     ભોજન સમય ની વ્યવસ્થા  તથા આયુર્વેદોક્ત ભોજનવિધી  પરીવાર ના દરેક સભ્ય અનુસરે  તથા એનુ પણ મહત્વ  આપની દિકરીઓ ને સમજાવો ..
     બાળક  જોઇને,  અનુકરણ  થી શીખશે. ..માત્ર  સુચનાઓ થી નહી. ..

     તારૂણ્ય અવસ્થા માં માસીકસ્ત્રાવ દરમિયાન ના દિવસો માં તથા વર્ષ દરમિયાન ચૈત્ર  તથા ભાદરવા મહિના  માં નમક - salt  વિના નુ ખાવુ  તથા અલુણાવ્રત  કે ગૌરીવ્રત  નું માતૃત્વ તથા સ્ત્રીશરીર ની લાવણ્યતા  માટે નું આયુર્વેદ દ્રષ્ટિકોણ  થી  મહત્વ સમજાવો..

        હવે જેમને મેદસ્વીતા ગમતી નથી અને પેટ ની વધારા ની ચરબી ઉતારવી છે એના માટે ના ઉપાય...

             મેદસ્વી સ્ત્રીઓ  એ પણ  માસિકસ્ત્રાવ  દરમિયાન  સ્વાસ્થ્ય જાળવણી  હેતુ થી જે  આહાર-વિહાર ના નિયમો કરાયા છે તે સમજીને  તેનુ પાલન  કરવુ. .
         પ્રસૃતિ  બાદ આયુર્વેદોક્ત સુતિકાપરીચર્યા  નુ પાલન  કરવુ જેનુ પૂર્વ આયોજન માતૃત્વ ધારણ  કરતાં પહેલા કરી લેવુ. .
       રોજીદાં  આહાર માં સવાર નો નાસ્તો ,  સેકેલો  તથા જલદી પચી જાય એવો લેવો  જેમકે  ખાખરા, ધાણી,  પૌઆ  કે મમરા  જેમાં વિવિધ સ્વાદિષ્ટ  મસાલા  મેળવી  શકાય. ..
સવાર ની ચાય  ખૂબ  ઉકાળેલી  અને મલાઈ વિના ના દૂધ  વાળી  સારી રહે. .

           બપોર નુ ભોજન મધુરાદિ છ રસો થી યુક્ત હોવુ જોઈએ... વધુ પડતા  કાચા ફળો તથા  શાકભાજી સલાડ ના નામે ખાવા હિતાવહ  નથી .. એ  પથરી/ મૂત્રમાર્ગ ની અશ્મરી  તથા વધુ પ્રમાણ  માં અપાનપ્રવૃતિ  નુ કારણ બની શકે. . ઘણી સ્ત્રીઓ શરમ સંકોચ  ના કારણે  અપાનવાયુ  નો વેગ ધારણ  કરી રાખે તો અન્ય  ઉપાધી - વ્યાધી નો ભોગ બને..

   આયુર્વેદ ના નામે કાચુ અને ઓલીવ ઓઇલ વાળા સલાડ ખાવા ની ભ્રમણા માં નાપડો. ..

સ્નેહ / ઘી - તેલ નો વિવેકપૂર્ણ  ઉપયોગ  શરીર ના તર્પણ, તૃપ્તિ  અને સ્નિગ્ધતા માટે એ જરૂરી  છે. . તાજેતર માં જે કૉલેસ્ટેરોલ  વિશે ની નવિન  સંશોધન- જાણકારી  થઈ  એ સમજી  લેવી.. 

         ભોજન બનાવવા  જે વાનસ્પતિક આહાર ની જરૂર પડે એ થોડા પ્રમાણ  માં ઘરે વાવી શકાય.. જેને કિચનગાર્ડન  કહે છે. ઓર્ગેનિક  અને પેસ્ટીસાઇડ  ના ભ્રામક  પ્રચાર માં ના પડવુ. .
       એજ રીતે  ટેલીવિઝન ના કુકરી શો કે રસોઈ શો ના રવાડે ચઢી રોજીદાં  આહાર માં  ડ્રેસીંગ - ડેર્ઝટ  ના અખતરા કરવા નહી..આવા રસોઈ - શો માં આયુર્વેદોક્ત  રસ,  વીર્ય  કે  વિપાક  વિરૂદ્ધ ના દ્રવ્યો  નુ મિશ્રણ જોવા મળે  છે.  જે વિરૂદ્ધાહાર જન્ય વિકાર  શરીર માં પેદા કરે છે. .

     રાત્રી  ભોજન  માં મગ જેવા સુપાચ્ય  અને હળવા કઠોળ  તથા મોટા દળેલા  ધાન્ય ની શેકેલી વાનગી  લેવી. . રાત્રી ભોજન આઠ વાગ્યા  સુધી માં લઈ  લેવુ. . રાત્રી ભોજન  માં દહી - છાશ  નો સંદતર  નિષેધ  રાખવો તથા ભોજન સાથે દુધ  લઇ  શકાય પણ રાત્રે સુવા ટાણે પીવુ નહી. . દૂધ  લેવુ હોય તો ભોજન માં નમક  નુ પ્રમાણ  નહિવત્  રાખવુ  અને શક્ય  હોય ત્યાં સુધી નમક તરીકે   સૈંધવ - Rocksalt  નો  જ પ્રયોગ કરવો. ..

ચરબી ઘટાડવા ની વિવિધ એરોબીક કસરતો,  યોગાસનો, સ્લીમ બેલ્ટસ , સ્ટોકિગ્નસ , ડાયટ પ્લાનસ, વિગેરે તથા આયુર્વેદ ના નામે વેચાતી સ્લિમબોડી કરવા માટે ની
દવાઓ. .. ભારતીય ગૃહિણી  માટે સમય, ધન અને સ્વાસ્થ્ય  માટે  હાનિકર  છે ..

આગળ  ચર્ચા  કરી  જ છે તેમ આપણી સંસ્કૃતિ ના ઉત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે થતા કિર્તન  અને નૃત્ય  તથા રોજીદાં  ઘરકામ  માં થતી  કસરત  સ્ત્રી  શરીર માટે લાભદાયક અને પુરતી   છે. .
   વધારે કરવા ની જરૂર  રહેતી નથી. .
       પુરૂષ શરીર ના સ્નાયુઓ માં કસરત વિગેરે  થી કસાઇ ને પુષ્ટ બને  અને કઠોરતા  આવે છે એ રીતે સ્ત્રીશરીર ના સ્નાયુઓ સામાન્ય રીતે  કેળવાતા  નથી તથા કદાચ વિશેષ ઉપાયો થી   કુદરત વિરૂદ્ધ  જઇને  કેળવવી એ તો પણ સ્ત્રીશરીર ની પ્રાકૃત ક્રિયા માં અડચણ  ઉભી કરે છે.

      આમ છતાંય  જે સ્ત્રીઓ ને મેદસ્વીતા ઘટાડવા ના આયુર્વેદ ઉપચાર  કરવા જ છે એમને, સૌ પ્રથમ  પોતાના ફેમીલી ફિઝીશીયન  અથવા જાણીતા આયુર્વેદ પ્રેકટીશનર  પાસે .. ઉંમર, વજન અને ઉંચાઈ  આધારીત  BMR નક્કી  કરાવવો  જોઈએ  જેથી મેદસ્વીતા  અને એ ઓછી કરવાનુ લક્ષ્યાંક  નિર્ધારિત  કરી શકાય. ..
મેદસ્વીતા નો સબંધ  આર્તવ સાથે પણ છે એટલે એની  અવધિ,  પ્રમાણ,  પ્રકાર, વિકાર, આદી  વિશે ચર્ચા  આવશ્યક  છે. .આયુર્વેદ ચિકિત્સકે  પણ શાસ્ત્ર ના સિદ્ધાંત અનુસાર  પ્રથમ કુમારીકા,  હરિદ્રા,  સુવા, ગોળ,  કુલત્થ કવાથ, જેવા સાદા આહારઔષધો ની યોજના કરવી જોઈએ. ..જરૂર પડે તો  શુદ્ધગુગ્ગુલુ,  અભ્રક ભસ્મ, હરિતકી,  પુનર્નવામંડુર  જેવા બને એટલા એકલ ઔષધ યોગ નો પ્રયોગ  કરવો જોઈએ. .
વાઇબ્રેશન બેડ થેરાપી  કે પંચકર્મ પદ્ધતિ થી જ સારવાર દરેક  દરદી માટે  અનિવાર્ય  ના બનાવવી જોઈએ. ..

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...