શ્રાવણ સુદ અગિયારસ ને શાસ્ત્ર માં પવિત્રા એકાદશી કહે છે.
સંસ્કૃત માં શોધન એટલે કે શુદ્ધિ ના અર્થ માં વપરાતી पू ધાતુ પરથી પવિત્ર શબ્દ આવેલ છે.
અગ્નિ પણ દ્રવ્યને તપાવી ને શુદ્ધ કરે છે.પદાર્થ ની મલીનતા ને બાળી નાંખે છે આથી એને पावक તથા पवमान પર્યાય આપેલ છે.
સંસ્કૃત માં તુલસી, હળદર, પીપળો, તથા શણ અને મુંજ નામે દર્ભ કે દાભડા ની ઘાસ ની પ્રજાતી માંથી નિર્માણ કરેલા દોરડા માટે પવિત્રા શબ્દ વપરાય છે.
શ્રાવણ સુદ બારસ ના દિવસે શ્રી જી ને મધુરાષ્ટક સાથે પવિત્રા અર્પણ કરાય છે.
મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ને સંવત ૧૫૪૯ માં શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદઘાટ જે ચિંતા અને ચિંતન થયું તથા એ પર થી દૈવીજીવો ના ઉદ્ધાર માટે બ્રહ્મસબંધ આપવા ની પ્રેરણા થઇ... એથી બીજા દિવસે શ્રી જી ને મધુરાષ્ટક સાથે પવિત્રા અર્પણ કરી ને પૃષ્ટીમાર્ગ ની સ્થાપના અને એ દ્વારા બ્રહ્મસંબંધ સ્થાપવા ની શરૂઆત કરાઇ.
પવિત્રા એ એક રક્ષાસૂત્ર એનું એક સ્વરૂપ યજ્ઞોપવિત એટલે કે જનોઇ છે જે દર વર્ષે શ્રાવણ પુનમે બદલવા માં આવે અથવા નવી ધારણ કરાય છે અને આ દિવસે દરેક બહેન, ભાઇઓ ને રક્ષાસૂત્ર બાંધી ને રક્ષાબંધન ઉજવે છે આ બીજુ સ્વરૂપ પણ પવિત્રા નું જ છે.
યજ્ઞોપવિતસંસ્કાર માં ડાબા ખભા પર થી એક સુત્ર ને બાંધવા માં આવે છે તથા કમર પર ત્રણ ગાંઠ વાળી મુંજ ની કટીમેખલા ધારણ કરાય છે. આ મૃગશિર્ષ નક્ષત્ર માં જે વ્યાધ એટલે કે ગ્રીક ભાષા માં જે ને ઓરાયન બેલ્ટ ના ત્રણ ચમકતા તેજસ્વી તારલા છે એની પ્રતિકૃતી સ્વરૂપે છે...
મૃગશિર્ષ નક્ષત્ર ની રોચક પૌરાણીક કથાઓ છે. જેમાં પ્રજાપતિ, રેવતી અને રૂદ્ર ની વાત પણ છે. જે યજ્ઞોપવિત સંસ્કાર સાથે જોડાયેલ છે.
યજ્ઞોપવિત સંસ્કાર માં નવ ના ગુણાંક માં સૂત્ર ને ધારણ કરવાની પ્રથા પૌરાણીક કાળ થી પુનઃ શરૂ થયેલ છે એવું કેટલાક વિદ્વાનો નું મંતવ્ય છે... એ પહેલા ઉપનિષદ કાળ માં ડાબા ખભે મૃગચર્મ ધારણ કરાતું તથા મુંજ ની કટીમેખલા ધારણ કરવા માં આવતી જે ગ્રીક ના ઓરાયન ના પહેરવેશ સદ્દશ હતી.
આ રીતે મૃગચર્મ અને કટીમેખલા ધારણ કરવા થી શરીર ના અગત્ય ના મર્મ હૃદય તથા નાભી નું આકસ્મીક આઘાતો થી રક્ષણ થાય છે.કટી મેખલા કમર માં રહેલ કરોડરજ્જુ ને તથા કામકેન્દ્ર ની ઉર્જા ને નિયંત્રિત કરી રક્ષે છે.
પવિત્રા એ પ્રતિકાત્મક છે અને મનુષ્ય ને સતત ઊર્જા નું ઉર્ધ્વગમન તથા આધ્યાત્મીક જગત માં સિદ્ધિ મેળવવા પ્રયત્નશીલ રહેવા નું સ્મરણ કરાવે છે.
પવિત્રા નું અન્ય એક સ્વરૂપ સ્ત્રીઓ પણ કમર-કંદોરા સ્વરૂપે ધારણ કરતી હોય છે તથા કાંડા પર સૂત્ર બંધન સ્વરૂપે પણ વારંવાર ગર્ભપાત થતો હોય એવી સ્ત્રીઓ ને જે ભારદોરી બંધાય છે એ પણ પવિત્રા નું જ એક અન્ય સ્વરૂપ છે.
આ શ્રાવણ સુદ એકાદશી ને કેટલાક પુત્રદા એકાદશી પણ કહે છે જોકે શાસ્ત્રીય રીતે પુત્રદા એકાદશી પોષ સુદ અગિયારસ ને કહેવાય છે. બંન્ને એકાદશી ની પૌરાણીક કથા માં અનુક્રમે માહિષ્મતી નગરી ના રાજા મહિપતિ ને તથા ભદ્રાવતી નગરી ના રાજા સુકેતુમાન ને એકાદશી ના વ્રત થી પુત્ર પ્રાપ્તિ થાય છે આથી કદાચ પુત્રદા એકાદશી નામ આપેલ હશે.
આયુર્વેદિક દ્રષ્ટિકોણ થી તો શ્રાવણ સુદ એકાદશી થી સંતાન ઇચ્છુક દંપતિ એ પ્રથમ નાડીશુદ્ધિ દ્વારા 90 દિવસ મન તથા ત્યાર બાદ દેહશુદ્ધિ ની પ્રક્રિયા દ્વારા તન ને ; અંતરીક્ષ માં વિચરતાં ઉચ્ચ આત્મા ગર્ભ માં ખુશી ખુશી પ્રવેશે એના માટે વાતાવરણ નિર્માણ કરવાનું રહે છે...
પોષ સુદ અગિયારસ ના દિવસે અથવા એ પછી ના દિવસો માં ગર્ભાધાન થાય તો અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય એવી ૠતુ પ્રમાણે પણ અનુકૂળતા રહે છે...
આ પવિત્રા એકાદશી સાથે શિંગોડા ને ૠતુ પ્રમાણે ના
આહાર ઔષધિ તરીકે માહત્મ્ય વર્ણવેલ છે. શિંગોડા ને સંસ્કૃત માં श्रृंगाटक કહે છે. ચરક સંહિતા તથા સુશ્રુતસંહિતા માં પણ આનું વર્ણન મળે છે.. સુશ્રુત માં સ્તન્યજનન અને રક્તસ્ત્રાવ રોકનાર બતાવેલ છે તથા ગર્ભિણી ને સાતમા માસ દરમિયાન અપાતા ખોરાક માં એનું મહત્વ બતાવેલ છે.
આ સિઝન માં થતાં પિત્તાતિસાર નું ઉત્તમ આહાર- ઔષધ છે તથા વરસાદી વાતાવરણ ને લઇને શરીર માં થતાં દાહ અને દુખાવો માં પણ ઉત્તમ છે.
કુદરતી રીતે આર્યન અને મેગેનીઝ પદાર્થ માં એકસાથે રહે છે.
Manganese is predominantly stored in the bones, liver, kidney, and pancreas. It aids in the formation of connective tissue, bones, blood-clotting factors, and sex hormones and plays a role in fat and carbohydrate metabolism, calcium absorption, and blood sugar regulation.
શિંગોડા નું વૈજ્ઞાનિક નામ Trapa Bispinosa છે.. સુકાવેલા 100 ગ્રામ શિંગોડા માંથી આશરે 3.8mg આયર્ન તથા 0.8 મી.ગ્રા મેગેનીઝ મળે છે જે સંયુક્ત રૂપે રહેલ હોય છે. શિંગોડા ની અન્ય બે પ્રજાતી બીજી પણ છે આ ત્રણેય પ્રજાતિ માં પાણી માંથી મેગેનીઝ ખેંચી ને સ્ટોર કરવા નો અદ્ભુત ગુણ ધરાવે છે.
ફરાળ માં 100 ગ્રામ સૂકાં શિંગોડા નો લોટ 354.85 કિલો કેલરી આપે છે જયારે બાફેલા શિંગોડા 100 ગ્રામ લેવાય તો 115.52 કિલોકેલરી એનર્જી શરીર ને આપે છે ઉપરાંત કાર્બ, પ્રોટીન; ફેટ; મીનરલસ; ઉપરાંત વિટા બી કોમ્પલેક્સ પણ મળી રહે છે. ઉપર જે મેગેનીઝ ના ગુણકર્મો વર્ણવેલ છે
એજ પ્રમાણે આયુર્વેદિક દ્રષ્ટિકોણ થી ભાવપ્રકાશ માં શિંગોડા ના ગુણકર્મો વર્ણવેલ છે.
शृगाटकम् हिमं स्वादु गुरु वृष्यं प्रदीपकम् ग्राहि शुक्र-अनिल-श्लेष्म प्रदं पित्तास्त्रदाहनुत ।।
શિંગોડા ને જલાશય માંથી લાવ્યા બાદ ફટકડી નાંખી ને બાફવા માં આવે છે જેથી જીવાણુમુક્ત અને સુપાચ્ય બને છે. આવા બાફી અને સુકાવેલા શિંગોડા ને વર્ષ સુધી સંગ્રહ કરી ખાદ્ય તરીકે ઉપયોગ કરી શકાય છે.
પવિત્રા એકાદશી એ શિંગોડા નું માહત્મ્ય એ ૠતુકાળ અને આધ્યાત્મિક ઉદેશ્ય સાથે સુસંગત સમજાય એવું છે. શ્રાવણ માં ઉપવાસ કરાય છે ફરાળ માં બટેટા સાબુદાણા ને બદલે શિંગોડા વાપરવા આરોગ્ય ની સુખાકારી માટે ઉત્તમ છે.
🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો