શરદપુનમે જ, મન મોર બનીને થનગનાટ કરે, નવરાત્રમાં તો માઁ આદ્યશક્તિની ભક્તિ સાથે ગરબે ઘુમવાનું છે. થોડી યાચના છે એટલે કંઇક દીનભાવ છે. શરદપુનમે તો પ્રકૃતિ ચારે તરફ સૌંદર્ય છલકાવે છે. એ અસ્તિત્વના આનંદની અનુભતી માનવ મનને રાસ રમવા પ્રેરે છે. અહિં કુદરત માનવને રાજા બનાવે છે એટલે મન કહે છે, બસ વહેંચતા જાવ, છલકાવતાં જાવ. એ આનંદને પ્રતિકાત્મક રીતે દર્શાવવા ચાંદનીમાં રાસ રચાવવો અને પછી દૂધપૌંઆ ખાવા છે ને ખવડાવવા છે.
આપણી સંસ્કૃતિના મહંદઅંશે તહેવારો અને પરંપરાઓ પૌરાણિકકાળનાં કથાનકો પર આધારીત છે પણ, શરદોત્સવ તો વેદકાલીન છે.વેદોમાં પણ શરદૠતુની મહત્તા સર્વત્ર નજરે પડે છે. આસો એટલે કે,अश्विनमाह આ મહિનામાં अश्विनीनक्षत्र ઇશાનકોણમાં ઉદય પામે છે. આસોની પુનમે ચંદ્ર, અશ્વિનીનક્ષત્રમાં હોય છે. અશ્વિનીનક્ષત્ર તથા એને સબંધીત મેષ રાશીને જ્યોતિષશાસ્ત્રમાં ગણતરીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે.વેદકાલીન સાહિત્યમાં આરોગ્યનાં દેવ અને દેવોનાં પણ વૈદ્ય अश्विनीकुमारौ ને બતાવેલછે સૂર્યના આ બે જોડીયા દિકારાઓને, શરદઋતુ તથા અશ્વિનમાસના દેવ તરીકે માનવામાં આવે છે. પ્રકૃતિના સ્વભાવથી શરદૠતુ એ "રોગોની માતા" છે, તો આનંદ-ઉત્સવના તહેવારોની ૠતુ પણ છે. આસોની પૂનમમાં ચંદ્ર એની સોળેય કલાઓથી પૂર્ણરૂપે ખીલે છે.
શરદપૂર્ણિમા નો ચંદ્ર, પૃથ્વીની થોડો વધુ નજીક આવે છે, "આનંદ પ્રગટે તો બે વચ્ચેનું અંતર ઘટે છે."
શિતલ-શુભ્ર-તેજસ્વી ચાંદની માનવમનને ઉલ્લાસ અને આનંદથી ભરી દે છે, પછી કેમ, મન મોર બની ને, થનગનાટ ના કરે..? કહેવાય છે કે, શ્રીકૃષ્ણે શરદનીપુનમે મહારાસ રચ્યો હતો. શરદમાં બસ આનંદ, જ આનંદ વહેંચાય છે. અરે ! એમ કહો કે આનંદ જ છલકે છે. વસુંધરા નવિન ફળ-ફુલથી લચી પડી છે, જાણે એ પણ પરીપકવ મધુરાં ફળોને વહેંચી જ રહી.હોય છે. નદીઓના જળ પણ નિર્મળ થઈ રહ્યાં છે, ને કહી રહ્યાં છે , લઈ લ્યો આનંદ કરો. પવન પણ પોતાની મોજમાં વહી રહ્યો છે, એ પણ શિતલ સ્પર્શથી આનંદ વહેંચી રહ્યો હોય છે. દિવસે સુરજનો પ્રખર તાપ પણ વર્ષામાં થયેલા ભેજ અને હાનિકારક તત્વોનો નાશ કરીને માનવને સુખ આપવા એનું તેજ વહેંચી રહ્યો છે. અને પુનમના ચાંદનું તો, પૂછવુ જ શું ?
આમ, શરદમાં ૨૪ કલાક પ્રકૃતિ, પોતાની પાસે રહેલ પાંચેયતત્વોની ઉત્તમોત્તમ સપંદાને, સૃષ્ટિના કલ્યાણ માટે વહેંચી જ રહી હોય છે.
આયુર્વેદસંહિતાગ્રંથોમાં શરદૠતુનો સમાવેશ "विसर्गकाल" અંતર્ગત કરેલ છે. આ સમયકાળ દરમિયાન પ્રકૃતિ દ્વારા માનવસહિત સ્થાવર-જંગમ તમામ સજીવસૃષ્ટિના બળ અને ઉત્સાહ વધે છે. પ્રકૃતિ પોતાની પાસે રહેલ સપંદાનો વિસર્ગ એટલે કે વહેંચવાનો આનંદ મેળવે છે. ત્યારે માનવજાત પણ પાછળ શું કામ ને રહે ? એ પણ આનંદ-ઉત્સવો મનાવીને શુભેચ્છાઓ વહેંચીને સુખ માણે છે.
શરદની પુનમને कोजागरी પૂર્ણિમા કહી છે. માઁ લક્ષ્મીનું "શ્રી" સ્વરૂપ, માનવને સુખ અને સમૃદ્ધિ આપવા નાદ કરે છે, ...कोःजागृत ? કહેવાય છે ને ,जो सौवत है, वो खोवत है, जो जागत है, वो पावत है ।
જાગૃત વ્યક્તિને असात्मयेन्द्रियार्थ જન્ય દોષ થતો નથી જેથી એ સંતાનને પામતો નથી, ને સંતોષ સાથે સમૃધ્ધ બની આનંદીત રહે છે. પશ્ચિમીજગતના વૈજ્ઞાનિકો એ સંશોધન કરીને જાહેર કર્યુ કે, માનવ-મન ચંદ્રનાપ્રકાશ-ચાંદની પ્રત્યે વધુ આકર્ષીત રહે છે. પુર્ણચંદ્રની ચાંદનીના પ્રભાવથી માનવ મસ્તિષ્કમાં Serotonin (a monoamine neurotransmitter, and is popularly thought to be a contributor to feelings of well-being and happiness.) જેવા મનઃપ્રસાદક સ્ત્રાવનું સિક્રિએશન પુરતાં પ્રમાણમાં થાય છે. જેથી માનવચિત્ત પ્રસન્નતા ને અનુભવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચિત્ત માં, સત્વ તથા રજસ્ ગુણની પ્રબળતા વધે છે એટલે પૂર્ણિમાના દિવસે ખુલ્લા આકાશની નીચે ચાંદનીમાં નિંદર કે તંદ્રા આવવી મુશ્કેલ છે. આપણા વિચક્ષણ પૂર્વજોએ આ તથ્યનો લાભ લેવા પૂનમની રાતે ભક્તિ-આરાધના કરવા પ્રભુભજનના આયોજન ગોઠવ્યા છે. શરદપુર્ણિમાને દિવસે ચંદ્ર સોળેય કલાએ ખીલ્યો હોય, પ્રકૃતિનું સૌદર્ય આહ્લાદક હોય, ત્યારે આવા આલોકીક અમૃત-આનંદનું સુખ છોડી ને, કોણ માનવ નિંદરને માણશે ? એમ છતાંય અમુકના માટે હાકલ જરૂરી છે એ શું કામને રહી જાય, પ્રકૃતિદત્ત આનંદની આ લ્હાણી માંથી ? એટલે શરદપુનમને "કોજાગરીપૂર્ણિમા" કહેવાઇ છે.
શરદપુનમે શ્વાસના રોગીઓને ઔષધિયખીર ખાવા પ્રેરણા અપાય છે. આયુર્વેદચિકિત્સાશાસ્ત્રમાં શ્વાસરોગ ના પાંચ પ્રકારો વર્ણવેલ છે, જે પૈકી સૌથી વધું જોવા મળતા શ્વાસ-દમ-હાંફણીના પ્રકારમાં એક तमकश्वास છે. ચરકસંહિતાના ચિકિત્સાસ્થાન,અધ્યાય-૧૭માં તમકશ્વાસની વિશેષ સંપ્રાપ્તિ સહિતનું વર્ણન કરેલ છે, જેમાં લખે છે કે, તમકશ્વાસ કફવાતાત્મક છે, પરંતુ જયારે તમકશ્વાસમાં પિત્તનો અનુબંધ થાય ત્યારે એને પ્રતમક અથવા સંતમક કહેવાય છે. આ શ્વાસવ્યાધિનો વિશિષ્ટ પ્રકાર ચરકસંહિતામાં જ જોવા મળે છે. પ્રતમકશ્વાસમાં જવર(તાવ) સાથે મુર્ચ્છા આવે છે તથા સામાન્ય રીતે શ્વાસની બિમારીમાં ઉષ્ણઆહાર-ઔષધ પદાર્થ અને ઉપક્રમો યોજાય છે, પણ અહિંયા પિત્તના લક્ષણો હોવાથી શિતપદાર્થ અને શિતલ પરિચર્યાઓ લાભદાયી રહે છે. સંતમક શ્વાસ, અંધારામાં રહેવાથી વધે છે, દરદીને પણ ઘોર અંધકારમાં પડયો હોય એવુ લાગે છે આવા સમયે શરદપુનમ ની શિતલ તેજસ્વી ચાંદની સંતમકશ્વાસના દરદી ને સુખ આપે છે.
શરદપુનમના દિવસે શિતલ-તેજસ્વી ચાંદનીમાં પ્રતમક કે સંતમકશ્વાસના રોગીને બેસાડવાથી તથા દૂધની બનાવેલ ઔષધિયખીર ખાવા આપવાથી ફાયદો જણાય છે. જો કે, પ્રયોગ પૂર્વે તમકશ્વાસમાં પિત્તનો અનુબંધ છે કે કેમ ? એ નિશ્ચિત કરી લેવું જરૂરી છે. શરદપુનમે ઔષધિયખીર બનાવવા, ૧.દશમૂળકવાથ સુકો ભૂકો ૧૦૦ગ્રામ, ૨.સુંઠ-૧૦ગ્રામ, ૩.કાળાંમરી-૧૦ગ્રામ, ૪.અરડૂસીનાંપાંદડાની ચટણી આશરે ૨૦ગ્રામ ૫.અર્જુનનીછાલ-૧૦ગ્રામ, ૬.તાલીસપત્રચુર્ણ-૧૦ગ્રામ, ૭.વંશલોચન ખાતરીપૂર્વકનું હોય તો, ૧૦ગ્રામ, ૮.ઇલાયચી-૨૦ગ્રામ, ૯.લીંડીપીપર-૧૦ગ્રામ. આ તમામ વસ્તુઓને સ્ટીલનાં મોટાં વાસણમાં એકત્રકરવી, એમાં આશરે આઠ સ્ટીલનાગ્લાસભરી પાણી મેળવીને મધ્યમ તાપે 30 મીનીટ ઉકાળી લેવું અને પછી એ મિશ્રણને ગરમાગરમ જ ગાળી લેવું, ત્યારબાદ એમાં, ગાળેલમિશ્રણ જેટલું જ દેશી ગાયનું દૂધ ( સાંજે દોહ્યેલું હોય એવું ) મેળવવું તથા ૨૦૦ગ્રામ ગાંગડા સાકર (ખાંડ નહી) તથા 100 ગ્રામ હાથછડના ચોખા જો ના-મળે તો પૌંઆ પણ ચાલશે, પછી ધીમાં તાપે હલાવતાં જવુંને ઉકાળવું, ચોખા કે પોંઆ સારી રીતે બફાઇ જાય એટલે નીચે ઉતારી લેવું. સ્ટીલના થાળી જેવા પહોળા વાસણમાં ખૂલ્લા આકાશ નીચે ચંદ્રની ચાંદની સીધી બનાવેલ ખીરમાં પડે એ રીતે રાખવું, ખીરનું પાત્ર અન્ય એક પાણી ભરેલ પાત્રમાં તરતું રાખવું જેથી. કિડીઓ ચઢે નહી તથા આસપાસની લાઇટનાં બલ્બ વિગેરે બંધ રાખવા જેથી એનાં પ્રકાશમાં ઉડતી જીવાત ખીરમાં ના પડે. ચંદ્રોદય થી મધ્યરાત્રી એટલે કે લગભગ રાત્રીના બાર વાગ્યા સુધી અને જો શકય બને તો, સુર્યોદયપૂર્વે બ્રહ્મમુહર્ત એટલે કે આશરે સાડાચાર વાગ્યા સુધી ખીરને ચંદ્રના કિરણોથી પોષીત થવા દેવી, ખીરના પાત્ર પાસે બેસીને श्रीसुक्त પણ શાંત અને મધુરસ્વરે ગાવાથી વિશેષ લાભ મળે છે. પ્રસાદ સ્વરૂપે ખીર ગ્રહણ કરતાં પહેલાં એમાં તુલસીદલ તથા એક થી બે ચમચી કુદરતી મધ મેળવી દેવું. સ્વસ્થ વ્યક્તિ પણ, આ ઔષધિય ખીર આરોગી શકે છે. પ્રયોગકર્તાએ સંધ્યાથી સુર્યોદય સુધી કોઇપણ ખાદ્ય, આહાર તરીકે ના લેવું, જેથી ખીરનો મહત્તમ લાભ, પૂર્ણ પાચન દ્વારા શરીરના અણું એ અણુંને મળે છે, ખીર ખાધા પછી પણ જયાં સુધી સારી રીતે ભૂખ ના લાગે ત્યાં સુધી માત્ર જલસેવન કરવું પણ અન્ન ના લેવું, દર્દીએ પાતળાં શ્વેત કપડાં પહેરીને ચાંદનીમાં બેસવું, શરીરનો શક્ય હોય એટલો ભાગ વસ્ત્રના આવરણરહીતનો રાખવો જેથી વધુમાં વધુ ચાંદની ખૂલ્લાં શરીરમાં પ્રવેશે છે. સગવડ હોય તો ખીરને ચાંદીનાં પાત્રમાં ચાંદનીમાં રાખવી. ખીરના પાત્ર પર વસ્ત્ર કે જાળીદાર ઢાંકણ ઢાંકવું નહી. ખીરપાત્ર પાસે બેસીને ગામગપાટાં મારવાં, મોબાઇલમાં સર્ફિંગ કરવું કે અન્ય ઇલેકટ્રોનીકસાધનોથી ઘોંઘાટીયું ગીત-સંગીત વગાડવું નહી પણ શાંત બેસવું અથવા આવડે એ મંત્રજાપ કરવાં કેમ કે, આ ઇલેકટ્રોનીકસ સાધનોમાંથી નીકળતા ઇલેકટ્રોમેગેનેટીક વેવ્સ, એ ચંદ્ર તરફથી આવતાં કૉસ્મીક એનર્જીક ફોટો વેવ્સને કાઉન્ટર કરી નષ્ટ કરે છે.
શરદપુનમે આનંદરૂપી અમૃત મેળવતાં, આસોમાસના અને આરોગ્યતા-પ્રદાન કરતાં દેવયુગ્મ અશ્વિનીકુમારૌ ને અથર્વવેદના કાંડ ૧૯ના, ૬૭માં સુક્તમાં કરાયેલ આ પ્રાર્થના કરીએ,
पश्येम शरदः शतम् । जीवेम शरदः शतम् । बुध्येम शरदः शतम् । रोहेम शरदः शतम् । पूषेम शरदः शतम्
भवेम शरदः शतम् । भूयेम शरदः शतम् । भूयेसी: शरदः शतम् ।
शरीरम् आद्यं खलु धर्मसाधनम् । કવિકાલીદાસ એ ઉપનિષદનું આ સૂત્ર અતિ પ્રચલિત કર્યું છે, અહિંયા ધર્મ નો અર્થ "સ્વભાવ અને ધ્યેય" કરવાનો છે. આથી મનુષ્ય માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ પુરૂષાર્થચતુષ્ટયની સિદ્ધિ માટે, નિરોગી શરીર જ સાધન રૂપ છે.
સર્વે મિત્રો, સો-શરદૠતુઓ સુધી कोजागरःपूर्णिमा નો આનંદ લ્યો એવી હાર્દિકશુભેચ્છાઓ સાથે...
સંકલન અને રજૂઆત: ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો