1.પ્રતિભાશાળી વ્યક્તિ હંમેશા જીજ્ઞાસુ હોય છે.
જીજ્ઞાસા વ્યક્તિને પ્રતિભાશાળી બનાવે છે.
2. " હું બિમારીને મટાડી દઉ છું. "
પણ, જે અસાધારણ તબીબ છે તે કહે છે કે,
"મારા વાંચેલ જ્ઞાન, મેળવેલ અનુભવથી,
હું, શરીરને બિમારી મટાડવામાં થોડો સહયોગ કરૂ છું."
સ્પષ્ટ હકીકત તો એ છે કે, શરીરને બિમારી મટાડવામાં આવતી અડચણો જ દૂર કરવાનો; સુજ્ઞ તબીબ, વિનમ્ર પ્રયાસ કરે છે. બાકી Healing Force તો, શરીરનો પોતાનો જ હોય છે.
3.... આપણે હંમેશા સાંભળીએ છીએ,
"મારો વિશ્વાસ રાખો "
તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.
જ્ઞાન એટલે કે જાણકારી હોય તો વિશ્વાસ રહે છે.
વિશ્વાસ ઉત્પન્ન થવો, એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.
અનુભવના અંતે શ્રધ્ધા પ્રગટે છે.
ભાવુકતાથી અંજાઇજવાથી કે પ્રભાવથી "શ્રધ્ધા"
પેદા ના થાય, અને જો જબરજસ્તીથી કરાય તો એનું કોઇ વિશેષ ફળદાયી મુલ્ય નથી હોતું ..!
અંતઃકરણથી તો એ વિષયે, આપણને શંકા રહે છે; પ્રશ્નો ઊભા થયા કરે છે.
વિશ્વાસ અને શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે,
તેની સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.
4... આ દેશની તકલીફ એ છે કે સાબિત થયા પછી પણ સ્વીકારી શકાતુ નથી જયારે પશ્ચિમ માં ડિસ્કવરી હેલ્થ ચેનલ પર Diagnosis unknown જેવી ધારાવાહિક બતાવાય છે. નિખાલસતા એ પ્રસિદ્ધિ તથા સફળતા ની પ્રાથમિકતા છે.
5...કુદરત,
જીજ્ઞાસા વૃત્તિ ,
અવલોકન બોધ ,
સાહિત્ય
6... દુનિયા, પ્રદર્શન ના દર્શન કરવા જાય છે.
7... સત્ય એ સંબંધક છે, સ્વતંત્ર નથી. ફરજમાં ચુસ્તપણું એ જ ધર્મ છે.દૈવત્વ એ જ શક્તિ છે.પારબ્ધ તો માન્યતા છે. પુરૂષાર્થ એ જ કર્મયોગ છે.મૂર્તિ એ કલ્પના છે, મૂળતત્વ તો નથી જ. પૂજા ક્રિયાકાંડ એ ભાવના છે, જડસામગ્રી નથી.
8... સંસ્કૃતિનું સર્જન (ધરોહર) અને વિજ્ઞાનના વિકાસની શ્રુખંલા. . . દ્રષ્ટિપાત
જીજ્ઞાસા
અવલોકન
નિષ્કર્ષ ની નોંધ. ..
દૈવયોગે પુનઃ અન્ય વ્યક્તિ નો દ્રષ્ટિપાત અને જીજ્ઞાસા થી શ્રુખંલા શરૂ. .એટલે મનુષ્ય તરીકે ની ઉમદા ફરજ નિભાવવા... જાણવુ , માણવુ ને નોંધવુ...
9... જીદંગી , એક અનુભવ યાત્રા, સત્ય - બોધ મેળવાય, તો મોક્ષપ્રાપ્તિ.
10... જીદંગી માં , કેટલી સંવત ગઇ એના કરતાં કેટલી વસંત માણી એ અગત્ય નું છે.
11...વૃત્તિ શ્રેષ્ઠ હોય, તો પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની...
12... ઉનાળાની સિઝનમાં યોજાતા સેમીનાર માટે .. અખાનું આ કડવું યોગ્ય છે..."કથા સુણી ને પાક્યા કાન, તોય ના આવ્યુ, અખા હરિજ્ઞાન... જાણકારી અને જ્ઞાન વચ્ચે ભેદ છે. .જે જાણકારી મળે એનો,જો વ્યક્તિગત કર્માભ્યાસ કરાય તો જ...અનુભવ બોધ મળે અને એ સ્મૃતિ, જ્ઞાન રૂપ બને. .જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થતાં,છવાયેલા વાદળો રૂપી મોહ દૂર થાય ...સમગ્ર સૃષ્ટિ માં નવચેતન પ્રગટે. ..
13...અનુભવ જન્ય જ્ઞાન, સમય અને વાણીથી, ધન સાથે કિર્તિ કમાતા વ્યવસાયિકો. ... ડૉકટર, વકીલ ને જ્યોતિષી. ..
14: જીદંગી . . .એક અનુભવ શીખવું અને સ્વીકારવું .
15: એમાં મારે શું ? Comment on Facebook પછી કેવી મજા આવે
16: કૃપા પ્રભુની, જાણકારી ઉધારની તોય મદ I M Something
17: વાયુ સર્વત્ર છે પણ પંખા પાસે સુખ મળે, પ્રભુ સર્વવ્યાપી છે, મંદિરમાં સાંનિધ્યનો આનંદ અનુભવાય .
18: માઘ વદ ૧૪ની રાત શિવરાત્રિ. શિવરાત્રિ એટલે शेते तिष्टति सर्वं जगदस्मिन्निति शिवः विकार रहितः । જગત જેને વિષે લય પામે છે તે સુખસ્થાન શિવ છે .અને ` रा ` दाने દાન અર્થક ધાતુ रा થી રાત્રિ શબ્દ સિદ્ધ થાય છે. અર્થાત્ બ્રહ્મરૂપ સુખની પ્રાપ્તિ કરાવનારી રાત્રિ તે શિવરાત્રિ છે. કેવળ બ્રહ્માકારવૃત્તિ તે શિવરાત્રિ...
19: અંગ્રેજીમાં જ જો વાર્તાલાપ કરવો નો હોત તો, મારી જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત જ કેમ હોત ? ભાષા મારી ગુજરાતી છે...
20: Facebook wall નું પણ હવે Newspaper જેવું... વાંચનસામગ્રી ઘણી પણ જીવનઉપયોગી કશું નહી !!
21: મેટાફીઝીકસ નો નિયમ અંક ९ સ્ત્રીત્વ ને અનુસરે છે જયારે નિયમ અંક ७ પુરૂષત્વ ને અનુસરે છે. કલા અને સંશોધન ક્ષેત્રે જે ભેદ છે એની પાછળ નું એક કારણ.
22: શિરામણ - breakfast માં દહીં, બપોરા - lunch માં છાશ, વાળુ - Dinner માં દૂધ
23: માનસીક આરોગ્ય મંત્ર; આમાં મારે શું ?. ફે.બુ./વૉ.એ. પર પ્રતિભાવ આપતા પહેલાં ૭ વખત પુનશ્ચરણ.
24: યોગથી આસન... પતંજલિથી આદિનાથશિવ... યોગશાસ્ત્રથી હઠયોગપ્રદિપીકા... ચિત્તવૃતિના નિગ્રહથી ધનના સંગ્રહ સુધી, યોગ જ યોગ... યોગ એટલે જોડવું...જીવન એટલે દ્વંદ્વ... જયાં બે છે ત્યાં યોગ છે. અદ્વૈતનો આનંદ... યોગનું સુખ...
35: ઇર્ષાવશ પણ, દાવ એવો રમો કે, જીત થાય કે હાર,
શ્રી અને શ્રેય જ મળે.
36: રજૂ કરેલ અભિવ્યક્તિના પડઘા કયાં પડે ?
હૃદયની વિશાળતા સાથે, અહમ્ ની શૂન્યતા હોય ત્યાં ...
37: હું, મારા બોલેલાં કે લખેલાં શબ્દો માટે ૧૦૦% જવાબદાર અને સભાન છું ; નહી કે, આપે કરેલ એના અર્થઘટન અને સમજ માટે...
38: ધંધો કે નોકરી ? કમાણી કે પગાર ? વટ કે મજબુરી થી ગુલામી ?સતતઉન્નતિ કે સંતોષ ના નામે સમાધાન ? દુનિયા સ્વિકારે કે જાતે માની લેવાનું ? ગુજરાતી નરબંકો ...
39: અભિવ્યક્તિનું માધ્યમ ભાષા છે.
એ માધ્યમ માતૃભાષાથી શ્રેષ્ઠ બીજુ કયું હોઇ શકે ?
અને એ વ્યક્તિની કર્મભૂમિ નક્કી કરતી હોય છે.
40: આપણે હંમેશા સાંભળીએ છીએ,
"મારો વિશ્વાસ રાખો "
તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.
જ્ઞાન એટલે કે જાણકારી હોય તો વિશ્વાસ રહે છે.
વિશ્વાસ ઉત્પન્ન થવો, એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.
અનુભવના અંતે શ્રધ્ધા પ્રગટે છે.
ભાવુકતાથી અંજાઇજવાથી કે પ્રભાવથી "શ્રધ્ધા"
પેદા ના થાય, અને જો જબરજસ્તીથી કરાય તો એનું કોઇ વિશેષ ફળદાયી મુલ્ય નથી હોતું. અંતઃકરણથી તો એ વિષયે, આપણને શંકા રહે છે; પ્રશ્નો ઊભા થયા કરે છે.વિશ્વાસ અને શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે, તેની સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.
41: દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો ઉત્સવ, ખૂણે-ખાંચરેથી કચરો દૂર કરીને સ્વચ્છતા અને સુઘડતા લાવવાનાં દિવસો, આળસ ખંખેરીને સક્રિય થવાનો અવસર, કેટલીક સ્મૃતિઓ અચાનક સ્મરણમાં આવવાનો કે લાવવાનો સમયગાળો, ઘર, માળીયા કે વ્યવસાયના સ્થળની સાફ-સફાઇ સાથે થોડુંક ધ્યાન આપીને, કૉમ્પ્યુટર કે મોબાઇલની હાર્ડડિસ્કમાં સ્ટોર થયેલ વધારાના ડેટાની પણ સાફ સફાઇ અને વ્યવસ્થિતકરણ થવું જોઇએ ને !?
42: અન્યનો ડર અને ગભરાટ ( મનનો ઉચાટ ) એ અન્ય માટે ધન કમાઇનું સાધન બને છે આ સદીઓથી સાબીત થયેલ તથ્ય છે... કોઇપણ ક્ષેત્રમાં ચિંતન કરી જુઓ... ચિકિત્સાજગત માં તો આના ઉદાહરણ તાજા મળશે એ ઉપરાંત હોમ એપ્લાઇન્સના સાધનો ખોટવાય ત્યારે રીપેરીંગ કરતી કંપનીના માણસો આ તથ્યોને અનુસરે છે... અને ઊંડુ ચિંતન કરીએ તો આપણે આપણાં દેવી દેવતાંઓને "અભય વરદ હસ્ત મુદ્રા" માં કલ્પ્યા અને મૂર્તિ ઓ બનાવી... બધાએ આયુધો એમને પકડાવી દીધા... એટલે અભય મહત્વની વસ્તુ છે... પણ સ્વયં નો... નર્ક ચતુર્દશી ને રૂપ ચતુર્દશી માં બદલાવીએ... અભય થઇએ અને અભય કરીએ...આપણે ત્યાંજ નહિ પણ વિદેશ માં પણ અભય ની ટ્રેનિંગ રૂપે હેલોવીન ડે ની ઉજવણી થાય છે...
43: સો.મી. પર કોઇપણ બિમારીઓ માટે પિરસાતાં ઘરગથ્થું નુસ્ખાઓ, ગરીબની ખીચડી જેવાં છે,.પેટ ભરાયાંઓનો થોડોક સંતોષ પણ શરીરનું પોષણ ના થાય.
44: પાઈ ની પેદાંશ નહી ને, ઘડી ની નવરાશ નહી...Facebook, WhatsApp Users. ધૂળધોયાં Feeling.
45: કેટલીક ખરીદી અને પ્રવૃતિઓની તાતી જીવનજરૂરીયાત હોતી નથી એમ છતાંય માનવ જયારે એ સહજભાવે અને ખુશી ખુશી કરે છે ત્યારે એ એનો "શોખ" ગણાય છે...आखीर शोख बड़ी चीज है ।
46: જાહેરખબર અને કમીશન આપ્યા વિના નવો ધંધો જામતો નથી, ફે.બુ. ના મિત્રો મફતમાં દમ વગરના ધંધાની જાહેરાતો કર્યા કરે છે, એમને કોણ સમજાવે કે, આ માધ્યમ મિત્રતાનું છે ગોરખધંધા ને ગાળિયાનું નહી !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો