ભાદરવા સુદ આઠમએ
"ધરો આઠમ" તરીકે
ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ છે;
હવેલી સંપ્રદાયમાં राधाष्टमी તરીકે શ્રીરાધાજીનો પ્રાગટય દિવસ પણ ભાદરવા સુદ અષ્ટમીએ ઉજવાય છે.
ધરોને સંસ્કૃતમાં दूर्वा કહે છે. આ વનસ્પતિના જમીન પર ફેલાતાં પ્રકાંડ-પ્રશાખામાં અનેક ગાંઠો હોય છે અને એ દરેકગાંઠ જમીનમાં રોપાતાં નવાં પર્ણ ત્યાંથી ફૂટી આવે છે, આથી शतपर्वा પણ કહેવાય છે. ઘેરા લીલાં રંગની ધ્રો ને શ્યામ કે લીલીધરો કહે છે. જયારે આછા લીલાં રંગની અને મૂળ પાસેથી વધુ સફેદ દેખાતી ધરોને श्वेतदूर्वा કહે છે.બગીચામાં પથરાયેલ નરમ ઘાસ- લૉન એ મૂળ, તો ધરોની જ એક પ્રજાતિ છે. ઘાસ વર્ગની એટલે કે, Poaceae familyની આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે.
ગુજરાતમાં ધરો આઠમની પારંપારિક ઉજવણીમાં મૃતકની દિકરીને "ધરો છાબડી" આપવામાં આવે છે, આ છાબ એ પ્રતિકાત્મક રીતે મૃતક સબંધિત દિકરીના મનના શોક-સંતાપમાં શાતા વળે એ માટે શુભેચ્છા વ્યક્ત કરવવાનો ઉદેશ્ય રહેલ છે.
આયુર્વેદિક દ્રષ્ટિકોણથી दूर्वा એટલે કે, ધરોના ઔષધિય ગુણ રક્ત - પિત્ત અને કફથી થતાં વિકારોનું પરમ શમન કરનાર છે. દૂર્વા मधुरकषाय તથા शीत છે. આધુનીકતબીબી વિજ્ઞાનના સંશોધનમાં દૂર્વા વિશે લખાયેલ છે કે, The plant is a rich source of metabolites such as proteins, carbohydrates, mineral constituents like as oxides of magnesium, phosphorous, calcium, sodium and potassium,β-sitosterol, flavanoids, alkaloids, glycosides and triterpenoides.
According to Unani system of medicine, Cynodon dactylon-दूर्वा is used as a laxative, coolant, expectorant, carminative and as a brain and heart tonic.
In Homoeopathic systems of medicine,
it is used to treat all types of bleeding and skin troubles.
આધુનિક તબીબી સંશોધન માં Cynodon dactylon-દૂર્વા
Antidiabetic-2007 & 2008, Antioxidant-2010
Antidiarrheal-2009,Immunomodulatory-2010, Antiulcer-2005, Antiarrhythmic-2008,
CNSdepressant-2008, Hepatoprotective -2008
Cardioprotective-2009 ઔષધિય ગુણકર્મ અંગે શોધપત્રો પ્રકાશીત થયેલ છે.
(સ્ત્રોતઃhttps://scialert.net/fulltext/?doi=rjmp.2011.508.514)
આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર માં, ચરકસંહિતામાં દૂર્વાના તાજા સ્વરસનું નસ્ય, નસકોરીફુટતી હોય એટલે કે જેને નાકમાંથી લોહી ટપકતું હોય એને આપવા કહ્યું છે તથા આ શરદૠતુ માં સંચિત પિત્તના પ્રકોપથી રક્તદુષ્ટિ થઇને જે विसर्प નામે ત્વચાનો વિકાર થાય છે, એના વ્રણમાં ધરોના રસથી સિદ્ધ કરેલ ઘી નો લેપ કરવા લખેલ છે. શરદઋતુમાં અપચાજન્ય ઝાડા તથા ઊલટી થતી હોય તો, પણ ધરોનો તાજો રસ લાભકારી રહે છે.
ઘણાં કૂતરાં તથા બિલાડીવર્ગના માંસભક્ષી પ્રાણીઓને ઘાસ ખાતાં જોવામાં આવે છે પછી એ ઊલટી કરે છે, આથી પેટમાંના બગડેલ विदाही-अपचित ખોરાક બહાર નીકળી જાય છે અને એ સ્વસ્થ થાય છે. આ પ્રાણીઓ જે ઘાસ ખાય છે એ દૂર્વા છે.
શ્રી ગણેશજીના પૂજનમાં અનિવાર્યરૂપે ધરોને યોજવામાં આવે છે એ એનાં ઔષધીય ગુણકર્મનું પ્રતિકાત્મક નિર્દેશ કરવાનો ઉદેશ્ય છે.
શ્રી ગજાનનદેવ જેવું સ્થુળ શરીર અને પ્રખર ચિંતન કરતાં રહેનારાં બુદ્ધિવાદી વ્યવસાયકારો, મનના સંતાપ અને સ્વભાવમાં પિત્તપ્રકોપથી પીડાંતા હોય છે આથી એમને અસમ્યક પાચન સબંધિત Diabetes જેવો વ્યાધિ થાય છે. એના પ્રતિષેધના ઉપાય રૂપ ધરોનું સેવન જરૂરી છે. 2007માં થયેલ એક સંશોધન નો નિષ્કર્ષ છે કે, Aqueous extract of Cynodon dactylon - दूर्वा were evaluated and the dose of 500 mg / kg was identified as the most effective dose to lower the blood glucose level. The Total Cholesterol Level (TCL), Low Density Lipoprotein (LDL) and triglyceride level (TGL) were also found to decrease by 35, 77 and 29% respectively in severely diabetic rats whereas high density lipoprotein level (HDL) was found to be increased by 18%. From the study it was concluded that Cynodon dactylon aqueous extract shows remarkable effects on blood glucose level and marked improvement on hyperlipidemia due to diabetes.
ધરો-આઠમ નિમીત્તે ચોખાનાલોટના લાડુ તથા ફણગાવેલાં મગ આદી કઠોળ, ભોજનસમયે લેવામાં આવે છે, આ સહાયક Protein પ્રચુર આહાર વ્યવસ્થા પણ ધરોના ઔષધિય ગુણોને પ્રમોટ કરવા અર્થે જ છે, શ્રી વિઘ્નેશ્વરાયના સ્થાપન આહ્વાહનમાં મગ અને ખીજડાની તાજી પત્તીઓ પરંપરાગત રૂપે પ્રયોજાય છે. આ મગ અને ખીજડો પણ પ્રચુર પ્રોટીન તથા નાઇટ્રોજન ધરાવે છે.
ભાદરવા મહિનામાં ધરો ઠેર ઠેર ઊગી નીકળે છે. દુધાળા પશુઓ માટે આ પૌષ્ટિક તૃણાહાર છે, ધરોની સુકવણી કરી સંગ્રહ કરી શકાય છે. તડકો પડતાં ઊગેલી લીલી-ધરો સૂકાઇ જાય છે પણ એનાં મૂળ વરસોના વરસો જમીનમાં રહે છે જે પાલર-પાણી મળતાં ફરી નવપલ્લવિત થઇ આવે છે.
ધરો આઠમ ની પૌરાણીક વ્રતકથામાં પણ અગ્નિ જેવા દાહકથી સંતાનની રક્ષા ધરોને કરતી બતાવેલ છે, આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં દૂર્વા, સ્ત્રીવંધ્યત્વના દરદીઓમાં ઉત્તમ ઔષધિ છે. DUB અને અતિ માસિકસ્ત્રાવના દરદીઓમાં આયુર્વેદિય રસઔષધિ गर्भपालरसને દૂર્વાના 25 ML તાજા સ્વરસ સાથે આપવાથી ઉત્તમ પરીણામ મળે છે અને સક્ષમ સ્ત્રીબીજ બનીને ઉત્તમ સ્વસ્થસંતાનની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે Habitual-miscarriagesના દર્દીમાં ગર્ભધારણની પુષ્ટી થયા બાદ ગર્ભપાલરસ સુકીદ્રાક્ષના સહપાન કે અનુપાન થી અપાય છે. દ્રાક્ષ અને દૂર્વા બંન્ને શરીર માં પિત્તપ્રકોપ અને મનનો સંતાપનું પરમ શમન કરનાર છે બંન્નેની અસર મનોવહ સ્ત્રોતસ પર થાય છે, જેના પરીણામે ફીમેલ હોર્મન્સ સિક્રિએશન રેગ્યુલર થતુ રહે છે.
દૂર્વાનો સીધો પ્રભાવ લીવરમાં ઉત્પન્ન થતાં પ્રાકૃત પિત્ત પર પડે છે, આથી દૂર્વા એ પ્રાકૃત પિત્ત નું સમ્યક ઉત્પાદન કરવા તથા પિત્તનું શરીરમાં જરૂરીયાત પ્રમાણે સુવ્યવસ્થિત ડિસ્ટ્રીબ્યુશન અને ફંકશન જરૂરી ભાગ ભજવે છે.
राध्नोति साधयति कार्याणि इति राधा ।
"રાધા" શબ્દનો અર્થ કે નિરૂક્તિ શકય નથી. એ એક ભાવ છે સ્થિતી છે, જેને માત્ર અનુભવી શકાય છે, પણ વર્ણનને શબ્દો માં લખી શકાતું નથી. आमलकी, विष्णुक्रांता નામની વનસ્પતિ તથા विशाखा નક્ષત્રનો એક-એક પર્યાય राधा આપેલ છે.
મેટાફીઝીકસના અંકવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી "7" એ લાગણી-ભાવપ્રધાન, હૃદય સાથે તથા "9" એ જ્ઞાન-કર્મ, મસ્તિષ્ક સાથે તેમજ "8" એ પ્રેમ -આનંદ, નાભિ સાથે સંકળાયેલા અંકો છે.
અષ્ટ - 8 એ સ્થિર અંક છે, આ અંકમાં, નથી ભાવુકતા કે, નથી તર્કપ્રધાન સંશયતા ! છે તો , માત્ર અવિચલ શ્રદ્ધાની સાથે અસ્ખલિત પ્રવાહિત શુદ્ધપ્રેમ અને આનંદની સતત અનુભૂતિ .
શ્રી રાધારાણી જેવી ચિત્તની વિચારશુન્યતા પણ પ્રેમપૂર્ણ સતત આનંદમયી સ્થિતિ માટે ધરોનું દર્શન, સ્પર્શ અને સેવન નિત્ય જરૂરી છે.
2 ટિપ્પણીઓ:
Ashok v Jani. Very very nice one Riport, knowledgeable and clearly narrative understaing one Riport thnx Dr bhaves sir girnari mandal from gondal dis_Rajkot .dhanyavad
Very nice one knowledgeable ripot.liked most
ટિપ્પણી પોસ્ટ કરો